Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એનસીએલટી સમક્ષ અન્ય બાકી કેસોનો ઢગલો થઈ રહ્યાનું ચિત્ર

- આઈબીસી હેઠળના કેસોને પ્રાધાન્ય

- મર્જર એન્ડ એમાલ્ગમેશનની અરજીઓ પર નિર્ણય નહીં આવતા કંપનીઓની યોજના ખોરંભે

મુંબઈ, તા. 16 મે 2018, બુધવાર

ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ  (આઈબીસી) હેઠળના કેસોને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) સમક્ષ પ્રાધાન્ય અપાઈ રહ્યા છે ત્યારે ટ્રીબ્યુનલ સમક્ષ મર્જર એન્ડ એમાલ્ગમેશનના નિકાલ થવાના બાકી કેસોનો ઢગલો થઈ રહ્યો છે. ઘરેલું કંપનીઓને લગતા કેસોના ઝડપથી નિકાલ કરવા ટ્રીબ્યુનલની સ્થાપના કરવામાં આવી છે.

 ટ્રીબ્યુનલ અગાઉથી જ  આઈબીસી હેઠળના કેસોમાં વ્યસ્ત હોવાથી કેટલીક કંપનીઓ ખાસ કરીને નાની અને મધ્યમ સ્તરની કંપનીઓ, જેમણે મર્જરની મંજુરી માટે અરજીઓ કરી છે તેમની સામે પડકારો ઊભા થઈ રહ્યા છે. કેટલીક કંપનીઓ જેની અરજીઓનો ઉકેલ આવ્યો નથી તેમણે આ મુદ્દે સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને કંપની બાબતોના મંત્રાલયનો સંપર્ક સાધી દરમિયાનગીરી કરવા અનુરોધ કર્યો છે.

સરકારના આંકડા પ્રમાણે, ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ટ્રીબ્યુનલ સમક્ષ મર્જર એન્ડ એમાલ્ગમેશનના ૧૬૩૦ કેસો નિકાલ થયા વગરના બાકી પડયા છે. એકંદરે ટ્રીબ્યુનલ સમક્ષ ૯૦૭૩ કેસો નિકાલ થયા વગરના બાકી પડયા છે જેમાં ૧૬૩૦ મર્જર અને એમાલ્ગમેશનના, ૨૫૧૧ ઈન્સોલવેન્સીના તથા ૪૯૩૨ કેસો કંપનીઝ એકટ હેઠળની અન્ય કલમોને લગતા હતા. કંપનીઝ એકટ અને આઈબીસીમાં નિશ્ચિત કરાયેલી સમયમર્યાદામાં કેસોનો નિકાલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે એમ કોર્પોરેટ બાબતોના વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. જાન્યુઆરી બાદ નિકાલ થયા વગરના કેસોનો ઢગલો વધી રહ્યો છે.

મર્જર માટે ટ્રીબ્યુનલની મંજુરી મેળવવા પાછળનો હેતુ પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે પરંતુ ચિત્ર કંઈક અલગ ઉપસી રહ્યું છે. સમયની અંદર મંજુરી નહીં મળી રહેતા કંપનીઓ પોતાની યોજના પ્રમાણે આગળ વધી શકતી નથી એમ એક  કાયદાકીય નિષ્ણાતે જણાવ્યું હતું.

અગાઉ મર્જર માટે કંપનીઓએ હાઈકોર્ટની મંજુરી લેવી પડતી હતી. હવે આ માટે એનસીએલટીને ન્યાયીક સંસ્થા બનાવવામાં આવી છે. આ પાછળનો હેતુ મર્જરની અરજીઓના ઝડપી નિકાલ કરવાનો હતો. પરંતુ ટ્રીબ્યુનલમાં તો હાઈકોર્ટ કરતા પણ વધુ સમય લાગી રહ્યાનું નિષ્ણાતે વધુમાં જણાવ્યું હતું.

દેશના બેન્કીંગ ક્ષેત્રની વધી રહેલી એનપીએની સ્થિતિમાંથી બેન્કોને બહાર કાઢવા આઈબીસી હેઠળના કેસોને અગ્રતા અપાઈ રહી છે. ચોક્કસ પ્રકારના કેસોને ટ્રીબ્યુનલે પ્રાથમિકતા આપવાના રિઝર્વ બેન્કના નિર્દેશનું ટ્રીબ્યુનલે પાલન કરવાનું રહે છે.

 

NCLTમાં ૧૬૦૦થી વધુ મર્જર- એક્વિઝિશનના કેસ પડતર
NCLTમાં ૯,૦૭૩ કેસ નોંધાયેલા છે જેમાં ૨૫૧૧ નાદારી અને ૪,૯૩૨ કંપનીઝ એક્ટના કેસ છે

નવી દિલ્હી, તા.૧૬
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) વધુને વધુ જોર પકડી રહ્યો છે
ત્યારે આ અર્ધન્યાયિક સંસ્થા કેસોના ઝડપી નિરાકરણ માટે તેનું માળખુ ઘડવાની શરૃઆત કરે તે પહેલા જ તેની પાસે જોડાણ અને મર્જરના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉદ્યોગની કેટલીક કંપનીઓનું કહેવું છે કે નાની અને મધ્યમ કદની કંપનીઓ જેણે મર્જર માટે રજૂઆત કરી છે તેઓ મંજૂરી માટે પડકારનો સામનો કરી રહી છે, કારણ કે બેન્ચ પાસે આમ પણ આઇબીસી કેસોનો મોટો ઢગલો છે ત્યારે તેના માટે તેના પર કામ કરવું લગભગ અશક્ય છે.
આમાની કેટલીક કંપનીઓએ સેબી અને કંપનીઝ બાબતોના મંત્રાલયની દરમિયાનગીરી કરવા સંપર્ક સાધ્યો છે. સરકારી આંકડા મુજબ મર્જર અને જોડાણના ૧,૬૦૦ જેટલા કેસો આ ટ્રિબ્યુનલ સમક્ષ ૩૧ જાન્યુઆરી ૨૦૧૮થી પડતર છે.
એનસીએલટી હાલમાં કુલ ૯,૦૭૩ કેસોની સુનાવણી કરી રહી છે, જેમાથી ૧,૬૩૦ મર્જર અને જોડાણના છે, ૨,૫૧૧ નાદારીના છે અને ૪,૯૩૨ કેસ કંપનીઝ એક્ટની અન્ય જોગવાઈઓ હેઠળના છે, એમ કોર્પોરેટ કેન્દ્રીય રાજ્યપ્રધાન પી.પી. ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું.

Post Comments