Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PNB સાથે અન્ય બેન્કો પણ કૌભાંડના સપાટામાં આવવાનો ભય : આંકડામાં વધારો થવાના એંધાણ

- બેન્કની આવક કરતા કૌભાંડમાં સંડોવાયેલી રકમનો આંક ઘણો મોટો

મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

દેશની બીજી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે થયેલા કથિત ૧.૮૦ અબજ ડોલરના કૌભાંડના છાંટા અન્ય બેન્કો પર ઉડવાની ચર્ચાએ જોર પકડયું છે. બેન્કની મુંબઈની એક શાખાના થોડાઘણાં ચોક્કસ ખાતેદારોએ આપસી સાંઠગાંઠ કરીને કેટલાક ગેરરીતિભર્યા અને ગેરકાયદે વ્યવહાર કર્યા હોવાનું બેન્કે એકસચેન્જમાં કરેલા ફાઈલિંગમાં જણાવ્યું હતું. આ વ્યવહારોને આધારે બીજી કેટલીક બેન્કોએ પણ આ ગ્રાહકોને વિદેશમાં નાણાં ધિર્યા છે.

ઉપલબ્ધ માહીતી મુજબ આ કૈંભાડમાં ઓછામાં ઓછી અન્ય ત્રણ બેન્કો સપાટામાં આવવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ત્રણ બેન્કોમાં બે જાહેર ક્ષેત્રની અને એક ખાનગી બેન્કનો સમાવેશ થાય છે. લેટર્સ ઓફ અન્ડરટેકિંગ્સના આધારે આ બેન્કો પાસેથી નાણાં મેળવાયા હોવાનું જણાવાતું હતું.

હાલમાં જંગી બેડ લોન્સનો સામનો કરી રહેલી અને બેન્કિંગ ક્ષેત્રને આ તાણમાંથી બહાર કાઢવા સરકાર તથા રિઝર્વ બેન્ક દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે એવામાં બહાર આવેલા કેસે દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની તંદૂરસ્તી સામે પ્રશ્નો ઊભા કર્યા છે. એકસચેન્જમાં કરેલા ફાઈલિંગમાં પીએનબીએ જો કે અન્ય ધિરાણદાર બેન્કો કોણ છે તેના પર કોઈ પ્રકાશ પાડયો નથી. આ વ્યવહાર પેટે બેન્કો પાસે કોલેટરલ છે કે કેમ અને સત્તાવાળાઓ રકમ વસૂલી શકશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી.

પીએનબીની ૨૦૧૭ની નેટ આવક રૃપિયા ૧૩.૨૦ અબજ રહી હતી જ્યારે કૌભાંડમાં સંડોવાયેલી રકમનો આંક તેનાથી આઠ ગણો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ અગાઉ કિંગફિશર એરલાઈન્સના સંચાલક વિજય માલ્યાએ પણ બેન્કો સાથે રૃપિયા ૬૦૦૦ કરોડ જેટલી રકમની ગેરરીતિ કરી હતી.

વિજય માલ્યા કેસમાં અટવાયેલી રકમ બેન્કોને હજુ પરત મળી નથી ત્યાં આનાથી વધુ રકમના બહાર આવેલા આ કૌભાંડના નાણાંની વસૂલી થઈ શકશે કે કેમ એ એક સવાલ છે. ખાડે ગયેલી જાહેર ક્ષેત્રની બેન્કોને ઊભી કરવા સરકારે તાજેતરમાં જ રૃપિયા બે લાખ કરોડથી વધુની રકમ બેન્કોમાં ઠાલવવાનું જાહેર કર્યું છે.

Post Comments