Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દવા ઉદ્યોગોના USમાં માજન ભીંસમાં પણ યુરોપમાંથી બુસ્ટર ડોઝનો આશાવાદ

- અમેરિકા, આફ્રિકા બાદ યુરોપ ત્રીજું સૌથી મોટું માર્કેટ

મુંબઈ,તા.13 જૂન 2018, બુધવાર

અમેરિકા અને આફ્રિકા બાદ ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે યુરોપ ત્રીજું સૌથી મોટું બજાર છે. ઉપલબ્દ આંકડા મુજબ ૩૫ અબજ ડોલરના મૂલ્ય સાથે યુરોપ અમેરિકા પછીનું વિશ્વનું સૌથી મોટું જેનરિક ડ્રગ માર્કેટ છે.વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન નોર્થ અમેરિકામાં ભારતીય ફાર્મા ઉદ્યોગનું માજન ભીંસમાં રહ્યું છે .
યુરોપમાં જેનરિક ડ્રગનું માર્કેટ ૩૫ અબજ ડોલરનું છે જે અમેરિકા પછીનું વિશ્વમાં બીજા ક્રમનું માર્કેટ ગણાય છે

 જેમ કે ઓરોબિંદો ફાર્માનું યુરોપિયન માર્કેટમાં વેચાણ વાષક સરખામણીએ ૩૩ ટકા, ગ્લેનમાર્કનું ૨૭.૫૫ ટકા અને લુપિનું ૧૧.૨ ટકા વધ્યું છે.

તો ટોરેન્ટ ફ્રામા જેવી કેટલીક કંપનીઓ અમેરિકન માર્કેટી રેવન્યુ જેટલું યુરોપિયન માર્કેટમાં વેચાણ કરી રહી છે. લુપિનના ગ્લોબલ સેલ્સમાં યુરોપનું યોગદાન ૭ ટકા હતું. ઉપરાંત આરએન્ડડીના સંદર્ભે પણ યુરોપિયન માર્કેટનું મહત્વ વધી રહ્યું છે.

ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ હજી પણ દબાણ હેઠળ છે જે ગત માર્ચ ક્વાર્ટરના રેવન્યૂ ગ્રોથના અકંદરે સુસ્ત આંકડાથી સ્પષ્ટ થાય છે. તેમ છતાં માર્કેટ એનાલિસ્ટોના મતે આગામી ત્રિમાસિક ગાળામાં તેમના રિસર્ચ અને ડેવલપમેન્ટ (આરએન્ડડી) કોસ્ટમાં વધારો થશે.

એડલવીસના એનાલિસિસ મુજબ માર્ચ ક્વાર્ટર દરમિયાન ફાર્મા કંપનીઓના રેવન્યુમાં ચાર ટકાની વૃદ્ધિ થઇ છે જ્યારે પ્રોફિટમાં ૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન માર્કેટમાં સળંગ ચોથા ક્વાર્ટરમાં પીછેહઠ નોંધાઇ બાદ આ ત્રિમાસિક ગાળામાં વાષક ધોરણે ચાર ટકાનો ગ્રોથ થયો જ્યારે ડોમેસ્ટિક રેવન્યુમાં ૯ ટકાની વૃદ્ધિ જોવાઇ છે.

એડલવીસે ત્રણ પ્રકારની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં ડબલ ડિજિટનો રેવન્યૂ ગ્રોથ જેની આગેવાની અમેરિકા કે ડોમેસ્ટિક માર્કેટ કરશે. રૃપિયાના મૂલ્યમાં પાંચ ટકાના ઘટાડાથી રેવન્યૂ સાનુકુળ બનશે. અને યુએસએફડીએ સંબંધિત વિવાદોનો ઉકેલ આવવાની સંભાવના છે.

Post Comments