Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છેલ્લા કલાકમાં ઓફલોડિંગ : PNBમાં કૌભાંડ પાછળ BSE બેંકેક્સ ૪૭૧ પોઈન્ટ તૂટયો : સેન્સેક્સ પણ ૧૪૫ પોઈન્ટ

- નિફટી સ્પોટ ૩૯ પોઈન્ટ ઘટીને ૧૦૫૦૦ : બેંક શેરોમાં ધોવાણે બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૧ પોઈન્ટ તૂટીને ૨૮૬૦૯ : FIIની કેશમાં રૃ.૭૨૮ કરોડની ચોખ્ખી વેચવાલી, ફયુચર્સમાં રૃ.૧૧૩૯ કરોડની ખરીદી

મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

બેંકિંગ ક્ષેત્રે ભારતીય પીએસયુ બેંકોના માથે જંગી ડૂબત લોન-નોન પરફોર્મિંગ એસેટ્સ(એનપીએ)નો ડુંગર ખડકાયેલો છે, અને બેંકોની હાલત રોજબરોજ કથડી રહી છે, એવામાં ભારતીય બેંકિંગ સિસ્ટમને હચમચાવી મૂકનારૃ મોટું કૈાભાંડ દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક(પીએનબી)નું ૧૧,૩૦૦ કરોડ-૧.૭૭ અબજ ડોલરનું બહાર આવતાં ભારતીય શેર બજારોમાં આજે નેગેટીવ અસર જોવાઈ હતી. જાન્યુઆરી મહિનાનો રીટેલ ફુગાવાનો આંક ઘટીને ૫.૦૭ ટકા જાહેર થતાં અને ડિસેમ્બર ૨૦૧૭ મહિનાનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી) આંક વધીને ૭.૧ ટકા જાહેર થતાં કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામોની પોઝિટીવ-નેગેટીવ અસર વચ્ચે આજે શેર બજારોમાં આરંભમાં બે-તરફી વધઘટ  જોવાયા બાદ પીએનબીના કૌભાંડના અહેવાલે બજાર છેલ્લા કલાકમાં નરમાઈ તરફી થઈ ગયું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટીને ગઈકાલે મોડી સાંજે બ્રેન્ટ ક્રુડ ૬૨ ડોલર નજીક આવી જતાં અને નાયમેક્ષ ક્રુડ ૫૯ ડોલરની અંદર ઊતરી જતાં અને રૃપિયા સામે અમેરિકી ડોલર ૨૨ પૈસા નબળો પડીને રૃ.૬૪.૦૯ થઈ જવા છતાં બેંકિંગ શેરો પાછળ બજાર નરમાઈ તરફી  થઈ ગયું હતું. બેંકિંગ, ઓટો, ઓઈલ-ગેસ, ફાર્મા શેરોમાં નરમાઈએ  સેન્સેક્સ અંતે ૧૪૪.૫૨ પોઈન્ટ ઘટીને ૩૪૧૫૫.૯૫ અને નિફટી સ્પોટ ૩૮.૮૫પોઈન્ટ ઘટીને ૧૦૫૦૦.૯૦ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ બે-તરફી વધઘટમાં ૧૭૩ પોઈન્ટ વધીને ૩૪૪૭૩ અને એક તબક્કે ૨૭૨ પોઈન્ટ તૂટીને ૩૪૦૨૮ સુધી આવી અંતે ૧૪૫ પોઈન્ટ ઘટયો
ટ્રેડીંગની શરૃઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૪૩૦૦.૪૭ સામે ૩૪૪૩૬.૯૮ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં તેજી અને કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ, અદાણી પોર્ટસ, વિપ્રો, ટાટા મોટર્સ ડીવીઆર, ટાટા મોટર્સ અને હિન્દુસ્તાન યુનિલિવર સહિત વધી આવતાં સેન્સેક્સ એક તબક્કે ૧૭૨.૯૬ પોઈન્ટ વધીને ૩૪૪૭૩.૪૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી અથડાઈ જઈને છેલ્લા કલાકમાં નરમાઈ તરફી થઈ જઈ પીએસયુ બેંકિંગ શેરોમાં પીએનબીના કૌભાંડે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં ઓફલોડિંગ થતાં અને યશ બેંક, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સાથે ઓએનજીસસી, સન ફાર્મા, ટીસીએસ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, આઈટીસી, મારૃતી સુઝુકી, બજાજ ઓટો, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા સ્ટીલ, હીરો મોટોકોર્પ, ઈન્ફોસીસ સહિતમાં આકર્ષણે એક તબક્કે ૨૭૧.૭૯ પોઈન્ટ તૂટીને નીચામાં ૩૪૧૫૫.૯૫ સુધી આવી જઈ અંતે ૩૪૧૫૫.૯૫ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ઉપરમાં ૧૦૫૯૦ થઈ તૂટીને ૧૦૪૫૬ સુધી આવી અંતે ૩૯ પોઈન્ટ ઘટીે ૧૦૫૦૦
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦૫૩૯.૭૫ સામે ૧૦૫૮૫.૭૫ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સસ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, વિપ્રો, ગેઈલ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી શેરોમાં આકર્ષણે વધીને ૧૦૫૯૦.૫૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૧૦૪૫૬.૬૫ સુધી આવી અંતે ૩૮.૮૫ પોઈન્ટ ઘટીને ૧૦૫૦૦.૯૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૦,૫૦૦નો પુટ ૧૦૪.૭૦ થી તૂટીને ૧૩૩.૯૫ : નિફટી ૧૦,૬૦૦નો કોલ ૯૧.૩૦ થી તૂટીને ૪૯
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ છેલ્લી ઘડીમાં ખેલંદાઓએ શોર્ટ પોઝિશન વધાર્યાની ચર્ચા હતી. નિફટી ૧૦,૫૦૦નો પુટ ૨,૪૮,૪૮૫ કોન્ટ્રેકટસમાં રૃ.૧૯,૭૪૨.૭૨ કરોડના કામકાજે ૧૦૪.૭૦ સામે ૮૯.૪૫ મથાળે ખુલીને નીચામાં ૭૧.૮૫ થઈ વધીને ૧૩૬ સુધી પહોંચી અંતે ૧૩૩.૯૫ રહ્યો હતો. નિફટી  ૧૦,૬૦૦નો કોલ ૨,૩૧,૩૧૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૮,૫૨૪.૧૮ કરોડના કામકાજે ૯૧.૩૦ સામે ૯૯.૨૦ મથાળે ખુલીને નીચામાં ૪૮.૫૦ સુધી તૂટી અંતે ૪૯ રહ્યો હતો. નિફટી ૧૦,૭૦૦નો કોલ ૨,૨૪,૮૩૯ કોન્ટ્રેકટસમાં રૃ.૧૮,૧૧૧.૦૩ કરોડના કામકાજે ૫૧.૮૫ સામે ૫૪.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૫.૭૫ થઈ તૂટીને ૨૨.૮૫ સુધી આવી અંતે ૨૩.૧૦ રહ્યો હતો. નિફટી ૧૦,૩૦૦નો પુટ ૫૨.૪૫ સામે ૪૦ મથાળે ખુલીને નીચામાં ૩૦.૭૫ થઈ વધીને ૬૫ સુધી પહોંચી અંતે ૬૪ રહ્યો હતો.

નિફટી ૧૦,૪૦૦નો પુટ ૭૪.૨૦ થી વધીને ૯૩ : બેંક નિફટી ફયુચર ૨૫,૮૩૦ થી તૂટીને ૨૫,૩૦૫
નિફટી ૧૦,૪૦૦નો પુટ ૧,૫૫,૧૬૧ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૧૭૭.૦૮ કરોડના કામકાજે ૭૪.૨૦ સામે ૬૧ મથાળે ખુલીને નીચામાં ૪૭.૩૦ થઈ વધીને ૯૫.૪૦ સુધી પહોંચી અંતે ૯૩ રહ્યો હતો. બેંક નિફટી ફયુચર ૯૧,૧૩૪ કોન્ટ્રેકટસમાં રૃ.૯૩૧૦.૧૭ કરોડના કામકાજે ૨૫,૭૦૬.૪૫ સામે ૨૫,૭૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૫,૮૩૦ થઈ તૂટીને ૨૫,૨૫૦ સુધી આવી અંતે ૨૫,૩૦૫.૦૫ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૩૦,૯૮૯ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦,૩૫૨.૫૨ કરોડના કામકાજે ૧૦,૫૪૩.૧૦ સામે ૧૦,૫૬૯ મથાળે ખુલીને ઉપરમાં ૧૦,૫૮૭ થઈ તૂટીને ૧૦,૪૫૬.૧૦ સુધી આવી અંતે ૧૦,૪૬૨.૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો કકોલ ૭.૨૫ સામે ૬.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૭.૬૦ સુધી જઈ પાછો ફરીને ૩.૪૫ સુધી તૂટી અંતે ૩.૬૫ રહ્યો હતો. નિફટી ૧૦,૦૦૦નો પુટ ૧૮.૭૦ સામે ૧૪ મથાળે ખુલીને ઘટીને ૧૦.૧૦ સુધી આવી વધીને ૨૦.૯૫ સુધી પહોંચી અંતે ૨૦.૩૫ રહ્યો હતો.

પીએનબીમાં  ૧.૭૭૧ અબજ ડોલરના કૌભાંડના પર્દાફાશે શેર રૃ.૧૬ તૂટયો : સ્ટેટ બેંક સહિતના પીએસયુ બેંક શેરોમાં ધોવાણ
પંજાબ નેશનલ બેંક-પીએનબીની મુંબઈની શાખામાં ૧.૭૭૧ અબજ ડોલરની છેતરપીંડિ-કૌભાંડ થયાના પર્દાફાશે આજે પીએસયુ બેંક શેરોમાં મોટાપાયે વેચવાલી નીકળી હતી. પીએનબી રૃ.૧૫.૮૫ તૂટીને રૃ.૧૪૫.૮૦ રહ્યો હતો. અન્ય બેંક શેરોમાં યશ બેંક રૃ.૧૪.૭૫ તૂટીને રૃ.૩૨૦.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧૧.૭૦ ઘટીને રૃ.૨૭૬.૮૦, એક્સીસ બેંક રૃ.૧૮.૮૫ ઘટીને રૃ.૫૪૩.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૭.૪૫ ઘટીને રૃ.૩૧૮.૫૫, બેંક ઓફ બરોડા રૃ.૨.૯૫ ઘટીને રૃ.૧૬૫.૭૦, ફેડરલ બેંક રૃ.૯૫.૧૫ રહ્યા હતા. બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧૧.૪૦ ઘટીને રૃ.૧૩૩.૪૫, અલ્હાબાદ બેંક રૃ.૪.૭૫ ઘટીને રૃ.૫૬.૨૫, ઓરિએન્ટલ બેંક રૃ.૮.૩૫ ઘટીને રૃ.૧૦૪, કેનેરા બેંક રૃ.૧૯.૧૦ ઘટીને રૃ.૩૦૮.૮૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૃ.૬.૨૫ ઘટીને રૃ.૧૨૧.૨૫, કોર્પોરેશન બેંક રૃ.૧.૭૫ ઘટીને રૃ.૩૪.૫૦, ઈન્ડિયન બેંક રૃ.૭.૨૫ ઘટીને રૃ.૩૪૮.૯૦, સિન્ડિકેટ બેંક રૃ.૨.૯૫ ઘટીને રૃ.૬૨.૮૦, વિજ્યા બેંક રૃ.૨.૪૦ ઘટીને રૃ.૫૮.૮૫, આંધ્ર બેંક રૃ.૧.૮૫ ઘટીને રૃ.૪૬.૯૦, આઈડીબીઆઈ બેંક રૃ.૨.૩૦ ઘટીને રૃ.૬૫.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૧ પોઈન્ટ તૂટીને ૨૮૬૦૯.૦૨ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ : મેડિકામેન, નાટકો ફાર્મા, ઈન્ડોકો, અબોટ ઈન્ડિયા, સન ફાર્મા, આરપીજી લાઈફ ઘટયા
ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની ગત સપ્તાહના અંતે ઘટાડે લેવાલી બાદ આજે ફરી નફારૃપી વેચવાલી નીકળી હતી. મેડીકામેન બાયોટેક રૃ.૩૮.૧૫ તૂટીને રૃ.૬૮૬.૬૦, શિલ્પા મેડી રૃ.૨૩.૬૫ તૂટીને રૃ.૪૮૬.૧૫, નાટકો ફાર્મા રૃ.૩૫.૫૫ તૂટીને રૃ.૭૮૨.૭૫, ઈન્ડોકો રેમેડીઝ રૃ.૧૧.૭૫ ઘટીને રૃ.૨૬૪.૬૦, અબોટ ઈન્ડિયા રૃ.૧૯૪.૮૫ તૂટીને રૃ.૫૭૩૨.૭૦, સિક્વેન્ટ રૃ.૩.૩૦ ઘટીને રૃ.૭૫.૯૦, મર્ક રૃ.૫૦.૫૦ તૂટીને રૃ.૧૪૯૫.૫૫, મોરપેન લેબ રૃ.૧.૨૫ ઘટીને રૃ.૩૭.૬૫, આરપીજી લાઈફ રૃ.૧૨.૪૦ ઘટીને રૃ.૪૬૩.૮૦, સન ફાર્મા રૃ.૧૪.૯૦ ઘટીને રૃ.૫૭૪.૪૫, નારાયણ હ્યુદાલ્યા રૃ.૭.૧૫ ઘટીે રૃ.૩૦૭.૪૦, ઓરોબિન્દો ફાર્મા રૃ.૬ ઘટીને રૃ.૬૦૧.૮૫, લુપીન રૃ.૧૧.૮૦ ઘટીને રૃ.૮૨૭.૫૦, કોપરાન રૃ.૧.૦૫ ઘટીને રૃ.૭૬.૨૦, બાયોકોન રૃ.૫.૪૦ ઘટીને રૃ.૬૦૬.૩૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૃ.૧૬.૯૫ ઘટીને રૃ.૨૧૮૩.૧૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં નરમાઈ : મધરસન સુમી, ભારત ફોર્જ, ટીવીએસ મોટર, મારૃતી સુઝુકી, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. મધરસન સુમી રૃ.૮.૪૦ ઘટીને રૃ.૩૫૬.૨૫, ભારત ફોર્જ રૃ.૧૩.૩૦ ઘટીને રૃ.૭૬૨.૮૦, ટીવીએસ મોટર રૃ.૯.૭૫ ઘટીને રૃ.૬૫૧.૭૫, મારૃતી સુઝુકી રૃ.૯૬.૧૦ ઘટીને રૃ.૯૦૧૦, બજાજ ઓટો રૃ.૩૨.૫૦ ઘટીને રૃ.૩૧૧૦.૮૫, હીરો મોટોકોર્પ રૃ.૧૯.૫૦ ઘટીને રૃ.૩૫૯૯.૮૫, કયુમિન્સ ઈન્ડિયા રૃ.૪.૫૦ ઘટીને રૃ.૮૩૯.૭૦, બોશ રૃ.૪૧.૧૫ ઘટીને રૃ.૧૯૫૦૩.૧૦ રહ્યા હતા.

ક્રુડ ઓઈલ ફરી ઘટીને બ્રેન્ટ ૬૨ ડોલર નજીક : ઓએનજીસી, એચપીસીએલ, બીપીસીએલ ઘટયા : રિલાયન્સ વધ્યો
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટીને બ્રેન્ટ ક્રુડના ૬૨ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડના ૫૯ ડોલરની સપાટી ગુમાવી દેતાં ઓઈલ-ગેસ શેરોમાં નરમાઈ જોવાઈ હતી. ઓએનજીસી રૃ.૫ ઘટીને રૃ.૧૮૫.૮૫, એચપીસીએલ રૃ.૮.૭૦ ઘટીને રૃ.૩૮૨.૭૫, બીપીસીએલ રૃ.૫.૩૦ ઘટીને રૃ.૪૬૦.૩૦, આઈઓસી રૃ.૧.૩૫ ઘટીને રૃ.૩૭૮.૦૫, ઓઈલ ઈન્ડિયા રૃ.૧.૩૦ ઘટીને રૃ.૩૬૦.૧૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૧૪૭૦ શેરો ઘટયા : ૨૮૧ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ઉછાળે સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ નીકળતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૪ સ્ક્રીપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૦ અને વધનારની સંખ્યા ૧૩૬૮ રહી હતી. ૨૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FIIની ફયુચર્સમાં રૃ.૧૧૩૯ કરોડની ખરીદી, કેશમાં રૃ.૭૨૮ કરોડની વેચવાલી : DIIની રૃ.૧૫૨ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-બુધવારે કેશમાં રૃ.૭૨૮.૭૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૬૪૧૩.૦૨ કરોડની ખરીદી સામે કુલ રૃ.૭૧૪૧.૭૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૧૫૨.૩૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૩૫૪૫.૬૨ કરોડની ખરીદી સામે કુલ રૃ.૩૬૯૮.૦૧ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૃ.૧૧૩૭.૪૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૦૩૯.૪૧ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૯૮.૦૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.

Post Comments