Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

NSEએ SGX સાથે કરાર રદ કરતા GIFTને ફાયદો થશે

-    IFSC માં  FPIs  ના રોકાણ પર પાંચ પ્રકારના ટેક્સમાંથી છૂટ મળે છેે

મુંબઈ,તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ભારતીય સ્ટોક એક્સચેન્જો દ્વારા સિંગાપોર એક્સચેન્જને લાઈવ ડેટા ફીડ આપવાનું બંધ કરવાનો અને લાયસન્સ રદ કરવાના નિર્ણયની અસર બંને પર પડી શકે છે પરંતુ, જે રોકાણકારોને ન્ભય્ અને આ નિર્ણય બાદ પણ ભારતમાં જ રોકાણ કરવું છે તેમના માટે ગુજરાતનું ગાંધીનગર ફરી હબ બની શકે છે.
ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ હબ તરીકે ઓળખાતા ગાંધીગરના GIFT સિટી પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત થશે. એક્સચેન્જોએ પણ સંભાવના વ્યકત કરી છે GIFT સાથે વિદેશી રોકાણકારો જોડાઈ શકે છે. ગુજરાતના ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટીમાં NSEIFSC સેન્ટર ઉભું કરવાનું અને તેને સિંગાપોર-હોંગકોંગ સમાન ફાઈનાન્સ હબ બનાવાનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતુ.

જોકે આ IFSC સેન્ટરને ધારી સફળતા નથી મળી રહી. સરકાર દર વર્ષ ે GIFT સિટી અને IFSCને આપવામાં આવતા લાભોમાં વધારો જ કરે છે અથવા યથાવત રાખે છે, તેમાં ઘટાડો કરતી નથી. જાતજાતની છૂટછાટ આપવા છતા પણ અહીં વિદેશી કે સ્થાનિક રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત નથી થઈ રહ્યું. ગત વર્ષે જાન્યુઆરી માસમાં એશિયાના સૌથી જુના બોમ્બે સ્ટોક એક્સચેન્જે કામકજ શરૃ કર્યું હતુ. તેના છ માસ બાદ જ ભારતના સૌથી મોટા એક્સચેન્જ NSEએ પણ ત્યાં કામકાજની શરૃઆત કરી હતી.

વિદેશી રોકાણકારો નીચા કોન્ટ્રાકટ દર અને અન્ય ટેક્સ ફાયદાને પગલે સિંગાપોર અને અન્ય સ્થળોએ ભારતીય ઈન્ડાયસિસ અને કંપનીઓના શેરમાં વાયદા સોદા કરે છે. સિંગાપોર સાથેની ટ્રીટ્રી રદ કરવા પર NSEના CEO વિક્રમ લિમાયે સ્વબચાવ કરતા કહ્યું કેઅમારા નિર્ણયથી NSE અને અન્ય એક્સચેન્જોની પણ આવક ઘટશે પરંતુ, સામાન્ય રોકાણકારોનું હિત જળવાશે. વધુ વિદેશી રોકાણ પ્રત્યક્ષ રીતે ભારતમાં આવશે. જીય્ઠ સાથેના કરાર રદ કરવાથી સીધો ફાયદો GIFT સિટીના   IFSCને મળશે.

કેમ GIFT જ શ્રે વિકલ્પ ?
ભારતના આંતરરાષ્ટ્રીય ફાઈનાન્શિયલ સવસ સેન્ટરમાં FPIsના રોકાણ પર પાંચ પ્રકારના ટેક્સમાંથી છૂટ મળે છે, ટૂંકા અને લાંબાગાળાનો કેપિટલ ગેઈન ટેક્સ, મિનિમમ ઓલટર્નેટીવ ટેક્સ,STT અને કોમોડિટી ટ્રાન્ઝેકશન ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અને સ્ટેમ્પ ડયૂટી.

ન્યુનત્તમ વૈકલ્પિક ટેક્સ:
GIFT સિટીના MD અનેCEO અજય પાંડેએ કહ્યું કે ગિફ્ટ ખાતે રજિસ્ટર્ડ કારોબારમાં માત્ર ૯% MAT ભરવો પડે છે. SEZમાં કંપનીએ પાંચ વર્ષ માટે ૧૮.૫% MAT ચૂકવવાનો હોય છે અને પાંચ વર્ષ બાદ નફાની ૫૦% રકમ કરમુક્ત હોય છે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર એક ગ્રાહક છે તેથી તેમના પર ટેક્સ નથી લાગતો પરંતુ, બિઝનેસ યુનિટે MAT ચૂકવવો જરૃરી છે. દરેક ગ્રાહકોએ તેમના દેશના કર કાયદા અનુસાર ટેક્સ ચૂકવવાનો હોય છે.

નાણાંકીય પ્રોત્સાહનો:
કેન્દ્ર સરકારે ડિવીડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સમાંથી પણGIFTને મુક્તિ આપી છે. વધુમાંતેઓ નફા પર પ્રથમ પાંચ વર્ષ માટે કોઈટેક્સ નથી ચૂકવતા અને પંચ વર્ષ બાદના વધુ ૫ વર્ષ માટે પણ નફા પર ૫૦%ના દરે ટેક્સ ચૂકવવો પડે છે.આ એકમોને શહેરની અંદર સામાન અને સેવાઓ પર પરોક્ષ કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. ગુજરાત સરકારે પણશહેરના અધિકારક્ષેત્રમાં થતા ટ્રાન્ઝેક્શન પર સ્ટેમ્પ ડયુટી રદ કરી છે.

એક્સચેન્જની સ્થાપના:
ગિફ્ટ સિટીમાં ફોરેન એક્સચેન્જ પોતાનો અલગ કારોબાર સ્થાપીશકે છે. જો મૂડીની જરૃરિયાત હોય તો તેમણે બજાર નિયમનકારની મંજૂરી મેળવવી જરૃરી છે. વિદેશી બજારો રૃ. ૨૫ કરોડની પ્રારંભિક મૂડી સાથે રજિસ્ટર થઈ શકે છે અને ત્રણ વર્ષમાં નેટ વર્થ રૃ.૧૦૦ કરોડ સુધી લઈ જઈ શકે છે. તેમના ક્લિયરિંગ કોર્પોરેશનો રૃ.૫૦ કરોડની પ્રારંભિક મૂડીથી શરૃઆત કરી શકે છે અને રૃ.૩૦૦ કરોડ સુધી વિસ્તરણ કરી શકે છે.

તેઓ ભારતીય પ્રતિસ્પર્ધીસાથે એક્સચેન્જસ્થાપવાભાગીદારી કરી શકે છે અથવા સંપૂર્ણ માલિકીની સ્થાપના પણ કરી શકે છે.

IFSCમાં લિક્વિડિટી:
શરૃઆતથી અત્યાર સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારે આ સેન્ટર પર વધુને વધુ પ્રવાહિતા આવે તે માટે ભરચક પ્રયાસ કર્યા છે પરંતુ, કોઈ નોંધપત્ર રીસ્પોન્સ નથી મળી રહ્યો. NSE-SGXના નિર્ણયથી કદાચ ગિફટ ખાતે લિક્વિડિટી વધે, વિદેશી રોકાણ આવે અને મોદીનું સપનું પૂર્ણ પણ થાય.

જ્યારે બીએસઇ અને એનએસઈએ કામગીરી શરૃ કરી ત્યારે તેમની સંયુક્ત ટર્નઓવર એક દિવસમાં ૨-૩ કરોડ ડોલર હતુ. હવે તે ૩૦ કરોડ ડોલરની આસપાસ  પહોંચ્યું છે. બીએસઇએ ૧૭ જાન્યુઆરીના રોજ સૌથી વધુ દૈનિક ૪૦૪ મિલિયન ડોલરનું ટર્નઓવર નોંધાવ્યું હતું. લોન્ચિંગ સમયે ચારથી પાંચ પ્રોડક્ટ્સમાંથી આજે તેમની પાસે ૧૫૦ જેટલી પ્રોડકટ છે.

૧૦૦થી વધુ બ્રોકર્સ આઇએફએસસીમાં નોંધાયેલા છે અને ૩૫થી વધુએ ઓપરેશન્સ શરૃ કરવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસેથી પરવાનગી મેળવી છે. ફોરેન બ્રોકરેજસ હજુ કારોબાર સ્થાપવા માટે નથી આવ્યા.

Post Comments