Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માર્ચ માસમાં તળિયાની સપાટીએ પહોંચ્યા પછી નિફ્ટીમાં ૧૦૦૦ પોઈન્ટનો વધારો

- નિફ્ટી આઈટી ઈન્ડેક્સે ૧પ ટકાનું સૌથી વધારે વળતર આપ્યું

- નિફ્ટીની તેજીમાં એચડીએફસી બેન્ક ૧૬૮.૪ પોઈન્ટ, ટીસીએસ ૯૩.૩ પોઈન્ટ, એચડીએફસી ૬૩.૮ પોઈન્ટ અને રિલાયન્સ પ૯.૭ પોઈન્ટનો ફાળો

મુંબઈ, તા. 12 જુલાઈ 2018, ગુરૃવાર

માર્ચમાં બજાર તળિયે પહોંચ્યા પછી નિફ્ટી પ૦માં ૧૦૦૦ પોઈન્ટની વૃદ્ધિ જોવા મળી છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સને આ વૃદ્ધિ માટે ૭૬ સેશન જેટલો સમય લાગ્યો હતો. પ૦ સ્ટોકના ઈન્ડેક્સ નિફ્ટી-પ૦એ મીડ અને સ્મોલ કેપ ઈન્ડેક્સને પાછળ મુકી દીધા છે.

હાલ નિફ્ટી જાન્યુઆરીની ઓઈલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડિંગ થઈ રહ્યો છે. સિલેક્ટેડ સ્ટોકની ખરીદી અને શોર્ટ કવરિંગને પગલે બજારમાં ફરી તેજી આવી હતી જ્યારે મીડ કેપ ઈન્ડેક્સ અન્ડરપર્ફોમ રહ્યો હતો એવું એચઆરબીવી ક્લાયન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ફાઉન્ડર ટીએસ હરિહરે જણાવ્યુ હતું. બીજી બાજુ ક્ડના વધતા ભાવ અને રૃપિયામાં સતત નરમાઈની સાથે ટ્રેડ વોર આગામી સમય માટે ચિંતાનો વિષય છે.

ર૩ માર્ચ પછી નિફ્ટી આઈટી ઈન્ડેક્સે ૧પ ટકા રિટર્ન આપ્યુ છે નોંધનીય છે કે, રૃપિયો નબળો થવાને કારણે આઈટી કંપનીઓને સૌથી વધારે લાભ થઈ રહ્યો છે. ચાલુ રૃપિયામાં છ ટકાની આસપાસ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી મીડિયા ઈન્ડેક્સે માર્ચના તળિયે સૌથી ખરાબ દેખાવ કર્યો છે તેની સાથે રિયલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સની પરિસ્થિતિ પણ સમાન છે.

પીવીઆર, ડિશ ટીવી ઈન્ડિયા અને એન્ટરટેઈન્મેન્ટ નેટવર્ક ઈન્ડિયા સિવાય ઈન્ડેક્સના બધા શેરમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે હાથવે કેબલ ર૩ માર્ચથી અત્યાર સુધીમાં અડધા જેટલો મુલ્ય ગુમાવી દીધી છે.

નિફ્ટીમાં આવેલી તેજીમાં સૌથી વધારે ફાળો પાંચ શેરોએ આપ્યો છે. જેમાં એચડીએફસી બેન્ક ૧૬૮.૪ પોઈન્ટ, કોટક ૧૧૦.૮ પોઈન્ટ,  તાતા કન્સલ્ટન્સી સવસ ૯૩.૩ પોઈન્ટ, એચડીએફસી ૬૩.૮ પોઈન્ટ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પ૯.૭ પોઈન્ટનો ફાળો આપ્યો છે.

ઈન્ડેક્સની રીતે જોઈએ તો બેન્ક નિફ્ટીએ ર૩ માર્ચથી અત્યાર સુધીમાં ૧૩.ર૯ ટકા રિટર્ન આપ્યુ છે જ્યારે નિફ્ટી-પ૦એ ૯.પ૦ ટકા વળતર આપ્યુ છે. તો બીજી બાજુ નિફ્ટી સ્મોલકેપે -૩.પપ ટકાનું નકારાત્મક રિટર્ન આપ્યુ છે તો મીડ કેપ ઈન્ડેક્સમાં ૦.૪૪ ટકા નજીવો વધારો જોવા મળ્યો છે.

સેક્ટરની ર્દષ્ટીએ જોઈએ તો નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ૧પ.૯૧ ટકાના રિટર્ન સૌથી સૌથી મોખરે આવે છે તે પછી નિફ્ટી ફાર્મા ૧૦.૮ર ટકા અને નિફ્ટી એફએમસીજીએ ૧પ.૦ર ટકાનું વળતર આપ્યુ છે.

Post Comments