Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશી તથા આયાતી ખાધતેલોમાં નરમ હવામાન ન્યુયોર્ક કોટન વાયદો ૩૦૦ પોઈન્ટ ઉછળ્યો

- વિશ્વબજારમાં વિવિધ ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો

- કપાસિયા ખોળ તથા સનફલાવર ખોળમાં તેજીનો ચમકારો સિંગદાણામાં આવકો વધવા સામે દરિયાપારની પૂછપરછોનું પ્રમાણ એકંદરે પાંખું

મુંબઈ, શુક્રવાર તા.12 જાન્યુઆરી 2018

મુંબઈ તેલ-બિયાં બજાર આજે નવી માંગ છૂટીછવાઈ હતી. સિંગદાણામાં પણ જથ્થાબંધ બજારોમાં હવે મકર સંક્રાંતિની માગ પૂરી થઈ છે અને હવે છૂટક દુકાનો તરફ આવી માગ જોવા મળે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. સિંગતેલના ભાવ નરમ હતા. ૧૦ કિલોના ભાવ ઘટી રૃ.૯૪૦ હતા જ્યારે   રાજકોટ બાજુ ભાવ રૃ.૯૦૦ તથા ૧૫ કિલોના ભાવ રૃ.૧૪૩૦ આસપાસ રહ્યા હતા.  મગફળીની આવક ગોંડલ બાજુ ૭ હજાર ગુણીની તથા રાજકોટ બાજુ આશરે ૬૫૦૦ ગુણીની આવી હતી તથા ત્યાં  મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૃ.૬૮૦થી ૭૦૦ તથા ઉંચામાં ભાવ રૃ.૭૮૦થી ૮૧૦ હતા.

સિંગદાણાની ઓલ ઈન્ડિયા આવકો સવા ત્રણથી સાડા ત્રણ  લાખ ગુણી આવી હતી.દરિયાપારની પૂછપરછો પાંખી હતી . અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩૨, ૩૦, ૨૮ તથા ૨૭ પોઈન્ટ ઘટયો હતો જયારે  પ્રોજેકશનમાં ભાવ સાંજે બે પોઈન્ટનો નજીવો સુધારો  બતાવી રહ્યા હતા.  અમેરિકાના શિકાગો બજારના ઓવરનાઈટ સમાતારો  સોયાખોળના ભાવમાં ૩૩,૩૩, ૨૭ તતા ૨૩ પોઈન્ટની નરમાઈ તથા સોયાબીનના  ભાવમં  ૬૪,૫૦, ૫૦ તથા ૪૬ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. જોકે ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૩૦૦, ૩૦૦ ૨૮૫, ૧૩૨ તથા ૫૦ પોઈન્ટ ઉછળ્યો હતો.

મુંબઈમાં ૧૦ કિલોના ભાવ કપાસિયા તેલના રૃ.૭૦૦ હતા પામતેલના ભાવ હવાલા રિસેલના ૬૩૧ વાળા ૬૨૮ તથા જેએનપીટીના ભાવ ૬૨૪થી ૬૨૫ વાળા લ ૬૨૦ હતા.  વેપારો પાંખા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૃ.૫૫૮થી ૫૬૦ વાળા રૃ.૫૫૫ હતા જયારે   સીપીઓ વાયદાના ભાવ આજે  સાંજે ૫૫૭.૨૦ તથા સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૃ.૭૪૧ બોલાયા હતા. મુંબઈમાં ૧૦ કિલોના ભાવ સોયાતેલ રિફા.ના ૭૨૦ તથા સનફલાવરના રૃ.૬૬૦ અને રિફા.ના ૭૧૫ હતા. કોપરેલના ભાવ રૃ.૧૮૬૦ના મથાળે અથડાતા હતા.  દિવેલના ભાવ વધતા અટકી  ૧૦ કિલોના રૃ.૨થી ૫ ઘટી કોમર્શિયલના ૮૬૫, એફએસજીના રૃ.૮૭૫ તથા એફએસજી કંડલાના રૃ.૮૫૨ હતા મુંબઈ એરંડાના હાજર ભાવો રૃ.૪૨૦૦ વાળા ૪૧૭૫ હતા. મુંબઈ ખોળ બજારમાં ૧૯૫૦૦ વાળા ૧૯૭૦૦ હતા સનફલાવર ખોળના બાવ ૧૪૫૦૦  વાળા ઉછળી ૧૬૦૦૦ બોલાયા હતા. સોયાખોળના ભાવ રૃ.૨૬૨૯૫થી ૨૬૩૦૦ વાળા ઘટી ૨૬૦૮૫થી ૨૬૦૯૫ હતા. અન્ય ખોળો હતા. વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ૩ વર્ષની ટોચને  આંબી ગયા પચી  પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યાના પગલે વિશ્વ બજારમાં ખાધતેલોના ભાવ પણ દબાણ હેઠળ આવ્યાની ચર્ચા હતી.

દરમિયાન ઘરઆંગણે આજે મધ્ય-પ્રદેશ બાજુ મથકોએ સોયાતેલના ભાવ રૃ.૭૧૦થી ૭૧૫  તથા રિફા.ના ૭૪૦થી ૭૪૨ હતા ત્યાં સોયાબીનની આવકો આજે  ૯૦ હજાર ગુણી આવી હતી તથા સોયાબીનના હાજર ભાવ  મથકોએ રૃ.૩૧૫૦થી ૩૨૫૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૃ.૩૨૫૦ થી ૩૩૫૦ હતા. એરંડા  વાયદામાં આજે  ભાવમાં સાંકડી વધઘટ દેખાઈ હતી સાંજે  ભાવ ફેબુ્ર. વાયદાના  ૪૧૫૦ તથા માર્ચના રૃ.૪૧૮૪ હતા. 

જાન્યુ. વાયદો પાક્યો હતો. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ આશરે ૧૫૦૦૦થી ૧૫૫૦૦ ગુણી આવી હતી તથા ત્યાં  મથકોએ એરંડાના હાજર ભાવ ગામડાના રૃ.૮૦૦થી  ૮૦૫  હતા. હૈદ્રાબાદ  બાજુ આજે ૨૭૫ થી ૩૦૦ ગુણીની આવક વચ્ચે ભાવ એરંડાના રૃ.૪૦૬૦ તથા દિવેલના રૃ.૮૩૫થી ૮૪૦ રહ્યાના નિર્દેશો હતા.

Post Comments