Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ટાર્ટ-અપ્સના ફન્ડિંગ ફ્લોમાં થયેલા સતત ઘટાડાથી નાસકોમ ચિંતિત

- ઊંચા ડિસ્કાઉન્ટથી આવક-નફા શક્તિ ઘટી

- સ્ટાર્ટ-અપ્સના કરવેરા અંગે મૂંઝવણથી એન્જલ ઇન્વેસ્ટમેન્ટ્સમાં ૫૦%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો

હૈદરાબાદ, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

સોફ્ટવેર ઉદ્યોગના એકમ નેશનલ એસોસિયેશન ઓફ સોફ્ટવેર એન્ડ સવસિસ કંપનીઝ (નાસકોમ)એ ફરીથી સ્ટાર્ટ-અપ્સમાં આવતા ભંડોળપ્રવાહમાં થયેલા ઘટાડા અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી અને આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમને સુગઠિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું હતું.

નાસકોમે ગયા નવેમ્બરમાં સ્ટાર્ટ-અપ સીનના કરવેરાના મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના લીધે એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ્સમાં ૫૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેની સાથે સિરીઝ એ ફંડિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ્સ સ્ટાર્ટ-અપના વિકસવા માટે સૌથી મહત્વની બાબત છે જ્યારે એ ફંડ એવું છે જેના દ્વારા એન્જેલ રોકાણકાર બહાર નીકળીને નાણા બનાવે છે. તેમના રોકાણને ચાલુ રાખવા માટે તેને પ્રોત્સાહન આપવું જોઈએ, તેમ નાસકોમના પ્રમુખ આર ચંદ્રશેખરે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે અમને લાગે છે કે આ દિશામાં યોગ્ય પગલાં લેવાવા જોઈએ.

બજેટમાં તેના અંગે કશું કરવામાં આવ્યું નથી. તે બાબત નોંધનીય છે કે ટેક્સમેને ઇ-ટેલ મેજર ફ્લિપકાર્ટ પાસેથી ૧૧૦ કરોડ રૃપિયાની કરમાંગ કરી હતી, જેને એપેલેટ ટ્રિબ્યુનલમાં પડકારવામાં આવી હતી અને આવકવેરા ખાતુ આ કેસ હારી ગયું હતું. વિભાગનો દાવો હતો કે કંપની તેના જંગી માર્કેટિંગ ડિસ્કાઉન્ટ ઓફરો દ્વારા જંગી ખોટ કરી રહી છે.

 તેમના મુજબ ફ્લિપકાર્ટે ૨૦૧૫-૧૬ના નાણાકીય વર્ષમાં ૪૦૮ કરોડ રૃપિયાનો નફો નોંધાવ્યો હોવાથી તેની કર જવાબદારી ૧૧૦ કરોડ રૃપિયા થતી હતી, જ્યારે કંપનીએ તે વર્ષે ૭૯૬ કરોડ રૃપિયાની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. ૨૦૧૭માં દેશમાં ૧૦૦૦ સ્ટાર્ટ-અપ્સ ઉમેરાયા હતા.

Post Comments