Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૧૬માં મ્યુચ્યુ. ફંડ ક્ષેત્રે નવા ૭૦ લાખ ફોલીયોનો ઉમેરો થયો

- વર્ષ દરમિયાન રોકાણકારોએ રૃપિયા ૨.૮૬ લાખ કરોડ ઠાલવ્યા

નવી દિલ્હી,બુધવાર તા. 11 જાન્યુઆરી 2017
રિટેલ ઈન્વેસ્ટરો તરફથી મજબૂત સહભાગને પરિણામે મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસોના ઈન્વેસ્ટર એકાઉન્ટસમાં ૨૦૧૬ના વર્ષમાં ૭૦ લાખ નવા ફોલિઓનો ઉમેરો થતાં કુલ ફોલિઓની સંખ્યા વધીને ૫.૩૦ કરોડ પર પહોૅચી ગઈ છે.

૨૦૧૪માં અને ૨૦૧૪માં ફોલિઓના ઉમેરાનો આંક અનુક્રમે ૨૨ લાખ અને ૫૬ લાખ રહ્યો હતો. છેલ્લા બે વર્ષમાં ઈન્વેસ્ટર એકાઉન્ટસમાં મોટો વધારો નાના શહેરો તરફથી થયો છે.
વ્યક્તિગત ઈન્વેસ્ટર ખાતાને અપાતા નંબરો ફોલિઓ તરીકે ઓળખાય છે માટે એક રોકાણકાર પાસે અનેક ફોલિઓ હોઈ શકે છે.

સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા પ્રમાણે, કુલ ૪૩ સક્રિય ફન્ડ હાઉસો પાસેના ઈન્વેસ્ટર એકાઉન્ટસ પર ફોલિઓની સંખ્યા જે ડિસેમ્બર ૨૦૧૫ના અંતે ૪૫,૮૫૩,૨૭૪ હતી તે  ૨૦૧૬ના અંતે ૬૯.૬૭ લાખ વધીને ૫૨,૮૨૦,૧૫૫ રહી હતી.

સમાપ્ત થયેલા મ્યુચ્યુઅલ ફન્ડસમાં રૃપિયા ૨.૮૬ લાખ કરોડની રકમ ઠલવાઈ હતી. જેમાંથી રૃપિયા ૫૧૦૦૦ કરોડનો ઈન્ફલોઝ ઈક્વિટી તથા ઈક્વિટી લિન્કડ સેવિંગ સ્કીમમાં જોવા મળ્યો હતો.

Post Comments