Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માઇક્રોસોફ્ટે પણ ક્રિપ્ટોકરન્સીની જાહેરાત ઉપર પ્રતિબંધ મૂક્યો

- ડિજિટલ કરન્સીને યુઝર્સ માટે જોખમી ગણાવી

- અગાઉ ફેસબુક અને ગુગલે આ નિર્ણય લીધો હતો, હવે ટ્વિટર પણ જાહેરાત બંધ કરવાનો લઇ શકે છે

મુંબઈ, તા. 16 મે 2018, બુધવાર

ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગમાં સંભવિત જોખમો સામે યુઝર્સને સુરક્ષા આપવાના હેતુસર હવે માઇક્રોસોફ્ટે પણ મહત્વપૂર્ણ પગલું લીધું છે. કંપનીએ તેના બિંગ સર્ચ એન્જિનમાં ક્રિપ્ટોકરન્સી કે તે સંબંધિત પ્રોડક્ટ દેખાતી જાહેરાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

 અગાઉ ફેસબુક, ગુગલ બાદ ડિજિટલ કરન્સીની જાહેરાત ઉપર પ્રતિબંધ મૂકનાર માઇક્રોસોફ્ટ ત્રીજી કંપની બની ગઇ છે.  માઇક્રોસોફ્ટના એડવર્ટાઇઝર પોલિસી મેનેજર મેલિસા ઓલ્સોસ્ઝાટાઇ પેથોએ બ્લોગ ઉપર કરેલ પોસ્ટમાં જણાવ્યું કે, ક્રિપ્ટોકરન્સી અને તે સંબંધિત પ્રોડક્ટનું નિયમ કરવામાં આવતું નથી, કારણ કે, સટ્ટોડિયાને આક્રમક સટ્ટામાં ભાગ લેવા કે અમારા યુઝર્સ પણ તેમાં ટ્રેડિંગ માટે પ્રેરાય તો તે તેમના માટે જોખમ સાબિત થઇ શકે છે.

અમારા યુઝર્સને આ જોખમોથી બચાવવા માટે અમે ક્રિપ્ટોકરન્સી અને તે સંબંધિત અન્ય પ્રોડક્ટ જેમનું નિયમન કરવામાં આવતું નથી તેમની જાહેરાતાનો સ્વીકાર નહીં કરવાનો અમે નિર્ણય લીધો છે. જૂનના અંતે કે જુલાઇથી શરૃઆતમાં વૈશ્વિક સ્તરે આ જાહેરાત પોલિસીનો અમલ કરવામાં આવશે.

સર્ચ એન્જિન ગુગલે ગત માર્ચમાં એવી જાહેરાત કરી હતી કે ક્રિપ્ટકરન્સી અને તે અન્ય સંબંધિત સટ્ટાકીય પ્રોડક્ટની જાહેરાત તેના પ્લેટફોર્મ ઉપર બંધ કરશે. આવી જાહેરાતનો પ્રતિબંધ આગામી જૂનથી અમલી બનશે. તે અગાઉ અગ્રમી સોશિયલ મીડિયા ફેસબુકે પણ બિટકોઇન અને આઇસીઓ સહિતની ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ માટે પ્રેરીત કરતી તમામ જાહેરાતો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

એક મીડિયા રિપોર્ટ મુજબ માઇક્રોસોફ્ટ બાદ હવે સોશિયલ મીડિયા બ્લોગર ટ્વિટર પણ ક્રિપ્ટોકરન્સી, ટોકન સેલ્સ અને ઇનિશિયલ કોઇન ઓફરિંગની તેના પ્લેટફોર્મ ઉપર જાહેરાત બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.

Post Comments