Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચણાનું જંગી ઉત્પાદન, ૧.૧ કરોડ ટન : આયાત પર બ્રેક

ક્રોસ બાર

- મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ટેકાના ભાવ ચૂકવવા માટે કરોડો રૃપિયા ફાળવવા પડશે

- કોમોડીટીની કૃત્રિમ અછત ના સર્જાય તે માટે પગલાં

શેરડી અને ચણાનું આ વર્ષે મબલખ ઉત્પાદન થયું છે. શેરડીના જંગી ઉત્પાદનના કારણે ખાંડનું ઉત્પાદન પણ વધ્યું છે તો કઠોળમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન થયું છે. આ બંને કોમોડીટી સ્થાનિક માર્કેટ તેમજ કિસાનોને ફટકો ના પડે એટલે સરકાર અત્યારથી જ ચેતી ગઇ છે. ચણા અને ખાંડ બંનેની આયાત પર સરકારે જંગી ડયુટી નાખી દીધી છે જેથી કોઈ આયાતકાર આ કોમોડીટી મંગાવીે સ્થાનિક બજરોના ભાવો ના તોડે !!

સરકારે ખાંડ પરની આયાત પર ૧૦૦ ટકા ડયુટી લાદી છે અને ચણાની આયાત પર ૪૦ ટકા ડયુટી લાદી છે. બે દિવસ અગાઉ ખાંડ પરની ડયુટી ૫૦ ટકા હતી જે બમણી કરીને ૧૦૦ ટકા કરાઈ છે જ્યારે ચણા પરની ડયુટી ૩૦ ટકા હતી જે વધારીને ૪૦ ટકા કરાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ અને કસ્ટમે તમામ પ્રકારની સુગર પર ૧૦૦ ટકા ડયુટી ગયા શુક્રવારે જાહેર કરી છે. આ ડયુટી તાત્કાલીક અસરથી લાદી છે અને તેની કોઈ સમય મર્યાદા પણ નથી અપાઈ.

કૃષિ ઉત્પાદનની અછત હોય તો સત્તાવાળા ભીંસમાં મુકાય છે એમ બમ્પર ઉત્પાદ હોય તો પણ સરકાર ભીંસમાં મુકાય છે. આ વખતે ચણાનું જંગી ઉત્પાદન થયું છે.
આપણે ત્યાં કઠોળમાં અડદ, વાલ, ચણા, મગની દાળ વગેરે લગભગ અદ્રશ્ય થઇ ગયા છે. પ્રોટીનથી ભરચક કઠોળ પોષણયુક્ત આહારમાં ટોપર પર હતા. સાંજના જમવામાં ઘણાં ઘરોમાં કઠોળનો વપરાશ હતો. હવે ચણા, વાલ જેવી ચીજો તો લગ્નમાં પણ જોવા નથી મળતા. યજ્ઞાો કે જ્ઞાાતિના જમણવારમાં જ વાલ, ચણા વગેરે જોવા મળે છે. તેનું મૂળ કારણ એ છે કે કઠોળના ભાવ ૧૦૦ રૃપિયે કિલોની આસપાસ રહેવા લાગ્યા છે.

શાકભાજી કરતા કઠોળ બમણાં મોંઘા હોવાના કારણે ભાણામાંથી કઠોળ અદ્રશ્ય થઇ ગયા છે. ટીફીન સેવા આપનારા એક ડબ્બામાં કઠોળ અને બીજામાં સિઝનલ શાક આપે છે.
ઘેર-ઘેર ખવાતું કઠોળ અદ્રશ્ય થવાના કારણે મલ્ટી વીટામીન અને બી-કોમ્પ્લેક્ષની ગોળીઓ લેવી પડે છે. પોષણયુક્ત આહારના અભાવે કુપોષિત બાળકો જન્મે છે. કઠોળમાં કુદરતે પ્રોટીન ભર્યું છે. કઠોળ ખાવા બજારના છોલે ચણા ખાવા પડે છે.

આશ્ચર્ય તો એ છે કે લોકોમાં કઠોળનો આહાર ઘટયો છે છતાં કઠોળના ભાવો રૃ. ૧૦૦થી નીચે ઉતરતાં નથી.
આપણા દેશમાં કઠોળના ઉત્પાદનમાં સતત ઘટાડો થતો હોઈ તેના ભાવોમાં ભડાકો જોવા મળતો હતો. જો કે આ વખતે 'ચણા'નું જંગી ઉત્પાદન થયું છે. ચણાના વિવિધ ઉપયોગો છે. કોરા ચણાથી માંડીને ચણાના લોટ (બેસન) સુધીની સફર દરમ્યાન ભાવ લગભગ બમણા થઇ જાય છે. કઠોળમાં સૌથી વધુ ચણા ખવાય છે. ચણા ઉર્જાનો સંચાર કરે છે. ઘોડામાં રહેલી તાકાત પાછળ ચણાનો આહાર રહેલો છે.

ચણા રોજીંદા ઉપયોગમાં છે તો ખાંડનો વપરાશ પણ સતત વધી રહ્યો છે. પહેલીવાર સરકાર સમય પહેલાં જાગી ગઈ છે. જો સરકાર ડયુટી ના વધારતતો વિદેશમાંથી સસ્તા ભાવની ખાંડ બજારમાં ઠલવાત અને સ્થાનિક બજારોમાં ખાંડની કિંમતને પડકાર ફેંકત !! આવું જ ચણાના કિસ્સામાં શક્ય હતું.

એનડીએ સરકાર જાણે છે કે વિરોધપક્ષો મતદારોના દિલ જીતવા કોઈપણ હદે જઇ શકે છે. જો ખાંડનો ભરાવો થાય તો શેરડીનું ઉત્પાદન કરતા કિસાનોને ભાવ ઓછા મળે જેના કારણે કિસાનોમાં અસંતોષ ઉભો થઇ શકે છે. એવું જ ચણાના કિસ્સામાં પણ શક્ય છે.

એનડીએ સરકારને યાદ છે કે એકવાર ડુંગળીના ભાવ ૮૦ રૃપિયે કિલો થવાથી દિલ્હીમાં ભાજપની સરકાર હારી હતી. સરકાર હાર્યા બાદ દિલ્હીમાં ૮ રૃપિયે કિલો ડુંગળી મળતી થઇ હતી. ટૂંકમાં સંગ્રહ કરનારાઓની ચાલ દિલ્હીની ભાજપ સરકાર સમજી શકી નહોતી. જો કે આવા રાજકીય ફટકા ખાઈને તૈયાર થનાર ભાજપવાળા જાણે છે કે ચૂંટણીના સમયે રોજીંદા વપરાશમાં આવતી કોમોડીટીને ખલનાયક બનાવી શકાય છે.

ટેકાના ભાવ ના મળે તો પણ કિસાન છંછેડાય છે એ સ્થિતિમાં સરકાર કોઈ ઇસ્યુ ઉભો થવા પહેલાં જ તેને દબાવી દે છે. ખાંડમાં જ્યારે ૧૦૦ ટકા ડયુટી છે ત્યારે વિદેશથી આવતી ખાંડ ડયુટીના કારણે જથ્થાબંધ બજારભાવ કરતાં પણ બમણાં ભાવે ખરીદવી પડે છે !! આવું સાહસ કોઈ વેપારી કરવા તૈયાર નથી હોતો. ચણાના કિસ્સામાં આફ્રિકાથી આવતા ચણાના પાકની કિંમત ભારત કરતાં ૨૦-૨૫ ટકા ઓછી છે. એટલે જ સરકારે તેના પર ૪૦ ટકા ડયુટી નાખીને આયાતને ખૂબ મોંઘી બનાવી દીધી છે.
સ્થાનિક બજારોમાં ઠલવાતા માલ કરતાં બમણો માલ માર્કેટ યાર્ડમાં ઠલવાય છે. કોમોડીટીમાં સંગ્રહ કરનારાઓની સિન્ડિકેટ ચાલે છે.

આ લોકો વધુ પૈસા કમાવવાના આશયથી સંગ્રહખોરી કરે છે. આ સંગ્રહ કરવા માટે તે ભારે રોકાણ કરે છે. અને અછત ઉભી થાય એટલે સ્ટોક બહાર કાઢે છે. આવી સિન્ડિકેટને સરકાર રાજકીય કારણોસર તોડી શક્તી નથી. મોટાભાગના માર્કેટ યાર્ડ રાજકીય પક્ષોના અડ્ડા સમાન બની ગઈ છે. આ સ્થિતિમાં સરકાર ચેતીને ચાલે તે પણ જરૃરી બની ગયું છે.
સરકાર કોમોડીટીના ભાવો પર નજર રાખીને બેઠી છે. કોમોડીટીના ભાવોમાં ગમે ત્યારે ભડકો થાય એવી કૃત્રિમ અછત ઉભી કરાઈ શકાય છે. કૃષિ ઉત્પાદન સાથે કિસાનો સીધા સંકળાયેલા છે. કિસાનો નારાજ ના થાય કે તેમને ઓછું વળતર તે સરકારને પોષાય એમ નથી.

સરકારી આંકડા પ્રમાણે એપ્રિલથી ડિસેમ્બર-૧૭ દરમ્યાન ૫૦ લાખ ટન કોમોડીટીની આયાત કરાઈ હતી; ત્યારે આપણે ત્યાં ૧.૮ મીલીયન ટનનો બફર સ્ટોક હતો. આવી સ્થિતિના કારણે સ્થાનિક બજારોની આવક ઘટે છે.
ચણા એક એવું કઠોળ છે કે જે વિવિધ રૃપોમાં ખોરાક તરીકે લેવાય છે. ચણાનું જંગી ઉત્પાદન કેવી રીતે થયું તે પણ કૃષિ વિજ્ઞાાનીઓ માટે સંશોધનનો વિષય બની ગયો છે. ચણા કિસાનને કમાવી આપે છે પણ બમણું ઉત્પાદન તેને મૂંઝવી મારે છે.

બમ્પર ઉત્પાદન પણ પ્રજા લાભવિહોણી
ચણાના બમ્પર ઉત્પાદનથી લોકોએ ખુશ થવાની જરૃર નથી કેમકે ચણાના રીટેલ ભાવમાં કોઇ ઘટાડો જોવાયો નથી. ચણા વિદેશથી આવતા બંધ થઇ ગયા છે પણ સ્થાનિક વેપારીઓ પાસે ચણાનો પૂરતો જથ્થો છે. ચણાનું ઉત્પાદન વધતાં તેની અછત એક વર્ષ સુધી સર્જાય એમ નથી પરંતુ અનાજની દુકાનોએ કિલો ચણાના ભાવમાં કોઇ ફર્ક પડયો નથી. સરકારે જથ્થાબંધ ચણાના ભાવમાં ટેકાના ભાવો જાહેર કર્યા હોવા છતાં પ્રજાને ભાવ ઘટાડાનો કોઇ કોઇ લાભ મળતો નથી. જે રીતે જંગી ઉત્પાદન થયું છે તે જોતાં પણ ચણા ૪૦ રૃપિયે કિલો મળવા જોઇએ પરંતુ એવી કોઇ ગતિવિધિ દેખાતી નથી. માર્કેટયાર્ડમાં ચણાનો જથ્થાબંધ ભાવ ૨૦ કિલોના ૭૦૦ રૃપિયા આસપાસ છે. એટલે ૩૫ રૃપિયે કિલો થયા જ્યારે બજારમાં તે અંદાજે ૮૦ રૃપિયે કિલો વેચાય છે. વચ્ચેનો ગેપ ક્યાં ગયો તે જાણવાની સરકાર ક્યારેય દરકાર કરતી નથી.

Post Comments