Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદીના વાયદામાં ઢીલો ટોન : ક્રૂડ તેલમાં બેધારી ચાલ

મુંબઈ, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

વિવિધ કોમોડિટી વાયદાઓમાં ં ૧,૮૯,૪૮૫ સોદામાં રૃ.૯,૧૧૦.૭૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં ઢીલો ટોન ચાલુ રહી વાયદા વધુ ઘટયા હતા. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ ભાવમાં રહ્યું હતું. એનર્જીમાં ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બેધારી ચાલ રહી હતી.

કીમતી ધાતુઓમાં  સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૨૯,૯૧૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૃ.૮૫ ઘટી રૃ.૨૯,૮૪૮ બંધ રહ્યો હતો. આ વાયદો ઊપરમાં રૃ.૨૯,૯૧૧ અને નીચામાં રૃ.૨૯,૮૨૦ બોલાયો હતો. ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૃ.૧૧૯ ઘટી રૃ.૨૩,૯૭૫ અને ગોલ્ડ-પેટલનો સપ્ટેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૃ.૧૩ ઘટી રૃ.૨,૯૬૩ થયા હતા, જ્યારે સોનું-મિનીનો ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૮૫ ઘટી બંધમાં રૃ.૨૯,૮૫૭ના ભાવ રહ્યા હતા. સોનાનો દૂર ડિલિવરીનો ફેબ્રુઆરી-૧૮ વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૧૮૨ ઘટી બંધમાં રૃ.૩૦,૧૧૭ના ભાવ હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૃ.૪૧,૨૬૯ ખૂલી, ઊપરમાં રૃ.૪૧,૫૯૦ અને નીચામાં રૃ.૪૦,૯૬૪ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૧૩ ઘટી રૃ.૪૧,૦૫૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો રૃ.૧૨૭ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૃ.૧૨૯ ઘટી પ્રથમ સત્રનાં અંતે બંને વાયદા એકસરખા રૃ.૪૧,૦૬૨ના સ્તરે રહ્યા હતા. ચાંદીનો દૂર ડિલિવરીનો જુલાઈ-૧૮ વાયદો રૃ.૬૫ ઘટી બંધમાં રૃ.૪૨,૮૦૦ના ભાવ હતા. અપવાદરૃપ ચાંદી-મિનીનો જૂન-૧૮ વાયદો રૃ.૨૧ સુધરી રૃ.૪૨,૭૧૪ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૃ.૩,૦૭૭ ખૂલી, ઊપરમાં રૃ.૩,૦૯૯ અને નીચામાં રૃ.૩,૦૫૯ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૮ વધી રૃ.૩,૦૯૧ થયો હતો, જ્યારે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો રૃ.૧ ઘટી બંધમાં રૃ.૩,૧૬૧ના ભાવ રહ્યા હતા. નેચરલ ગેસનો સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ ૬૦ પૈસા સુધરી રૃ.૧૮૯.૭૦ થયો હતો.
 

Post Comments