Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

LICની પ્રિમિયમની આવકો ૧૨% વધી : ઇક્વિટીમાં કરેલું જંગી રોકાણ

- ચાલુ નાણાં વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં એલઆઇસીનું ઇક્વિટીમાં રૃા. ૪૪,૦૦૦ કરોડનું રોકાણ

મુંબઈ,  તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

વિતેલા એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળ દરમિયાન દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશનની (એમઆઇસી) પ્રિમિયમની આવકોમાં ૧૨ ટકા વધારો થયો હતો. બીજી તરફ સ્થાનિક સંસ્થા તરીકે આ કંપનીએ ઇક્વિટીમાં પણ જંગી રોકાણ કર્યું હતું.

એમઆઇસીએ જાહેર કરેલ આંકડા મુજબ સૂચિત સમય દરમિયાન તેના કુલ પ્રિમિયમની આવકો ૧૨ ટકા વધીને રૃા. ૧૪૮૦૩૭ કરોડ પહોંચી હતી. જ્યારે તેનું ફર્સ્ટ યર પ્રિમિયમ ૨૪ ટકા વધીને રૃા. ૬૮૨૨૪.૨૯ કરોડ પહોંચ્યું હતું.

સૂચિત સમય એટલે કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસમાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન એમ.આઇ.સી. દેશની સૌથી મોટી સ્થાનિક સંસ્થા તરીકે ઉભરી આવી હતી. આ સમયમાં તેણે ઇક્વિટીમાં રૃા. ૪૪,૦૦૦ કરોડનું જંગી રોકાણ કર્યું હતું. જે ગત નાણાંકીય વર્ષના સમાન સમયની તુલનાએ ૫૨ ટકા વધુ રકમ છે. ગત પૂરા નાણાંકીય વર્ષમાં એમ.આઇ.સી.એ ઇક્વિટીમાં રૃા. ૪૭,૦૦૦ કરોડ ઠાલવ્યા હતા.

એમઆઇસીના સૂત્રોના જણાવ્યા મુજબ સૂચિત સમય દરમિયાન સરકાર દ્વારા હાથ ધરાયેલ વિનિવેશના પગલામાં એમઆઇસીએ મોટા પાયે રોકાણ કર્યું છે. આગામી સમયમાં પણ આ પ્રક્રિયા દરમિયાન આ ટ્રેન્ડ જારી રહેશે તેમ આ સૂત્રોએ ઉમેર્યું હતું.

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકના અંતે એમઆઇસીની કુલ એસેટ્સ ગત વર્ષના સમાન સમયની તુલનાએ ૧૪.૦૪ ટકા વધીને રૃા. ૨૭૨૫૮૦૮ કરોડ પહોંચી હતી. જ્યારે કુલ પોલિસી પે આઉટ વધીને રૃા. ૭૬૧૨૬ કરોડ રહ્યું હતું.
 

Post Comments