Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પી-નોટ્સ મારફતે કરાતું રોકાણ નવ વર્ષના તળિયે ઉતરી આવ્યું

- માર્ચના અંતે રૃ.૧.૦૬ લાખ કરોડનું પી-નોટ્સ રોકાણ નોંધાયું

- પી-નોટ્સ દ્વારા ઇક્વિટીમાં રૃ.૭૩૨૬૪ કરોડ આવ્યાં, એફપીઆઇ ફ્લોમાં પી-નોટ્સની હિસ્સેદારી વધી

મુંબઈ, તા. 16 એપ્રિલ 2018, સોમવાર

માર્ચના અંતે પૂરાં થયેલા નાણાકીય વર્ષમાં મૂડીબજારમાં પાટસિપેટરી નોટ્સ (પી-નોટ્સ) દ્વારા થતું મૂડીરોકાણ નવ વર્ષની નીચી સપાટી ૧.૦૬ લાખ કરોડ રૃપિયાને સ્પર્શ્યુ હતુ.

બજાર નિયમનકાર સેબી દ્વારા આ ઇન્સ્ટુમેન્ટ્સના થતાં દૂરુપયોગ માટે લાદવામાં આવેલા આકરા નિયમોના લીધે આ સ્થિતિ સર્જાઈ હતી.

પી-નોટ્સ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા વિદેશી રોકાણકારોને જારી કરવામાં આવે છે જે પોતાની સીધી નોંધણી કરાવ્યા વગર ભારતીય શેરબજારોમાં કામ કરવા માંગે છે. જો કે તેઓએ આ માટે યોગ્ય ડયુ ડિલિજન્સની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

સેબીના આંકડા મુજબ માર્ચ ૨૦૧૮ના પૂરા થયેલા નાણા વર્ષના અંતે ભારતમાં ઇક્વિટી, ડેટ અને ડેરિવેટિવ્સમાં પી-નોટ્સનું કુલ રોકાણ ઘટીને ૧,૦૬,૪૦૩ કરોડ રૃપિયા થયું હતું, જે અગાઉના મહિને ૧,૦૬,૪૭૦ કરોડ રૃપિયા હતું. તે પહેલા આ આંકડો ૧.૧૯ લાખ કરોડ રૃપિયા હતો.

આ આંકડો જુન ૨૦૦૯ પછીને સૌથી નીચો આંકડો હતો. તે સમયે આ રોકાણ ક્યુમ્યુલેટિવ ધોરણે ૯૭,૮૮૫ કરોડ રૃપિયા થયું હતું. ગયા મહિને પી-નોટ્સ દ્વારા ઇક્વિટીમાં કુલ રોકાણ ૭૩,૨૬૪ કરોડ રૃપિયા હતું. પી-નોટ્સ દ્વારા એફપીઆઇ રોકાણ ૩.૪ ટકા વધ્યુ હતુ, જે અગાઉના મહિને ૩.૩ ટકા હતું.

પી-નોટ્સ રોકાણ ગયા વર્ષે જુનથી ઘટવા લાગ્યુ હતુ અને સપ્ટેમ્બરમાં તે આઠ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ઓક્ટોબરમાં તે થોડું વધ્યુ હતુ, પરંતુ નવેમ્બરમાં પછી ઘટયુ હતુ અને આ ટ્રેન્ડ માર્ચના અંત સુધી જારી રહ્યો હતો.

Post Comments