Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇનફ્લાઇટ કનેકટિવીટી આગામી વર્ષથી ઉપલબ્ધ થવાની સંભાવના

- આગામી માસે નવી ટેલિકોમ પોલિસી રજૂ થશે

નવી દિલ્હી, તા.13 જૂન 2018, બુધવાર

આગામી વર્ષથી હવાઈ મુસાફરો વિમાનમાં બેઠા બેઠા કોલીંગ તેમજ ઇન્ટરનેટ સર્વિસનો વપરાશ કરી શકે તેવી સંભાવના છે. તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

ઉપલબ્ધ માહિતી મુજબ ઇનફ્લાઇટ કનેકટિવીટી પ્રોજેક્ટ સરકાર દ્વારા હાથ ધરાયો છે. જે માટે આગામી સમયમાં ટેલિકોમ તેમજ સીવીલ એવીએશન વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળશે. જેમાં આ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા થશે.

આ બેઠકમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ટેલિકોમ કંપનીઓ, એરલાઈન્સ કંપનીઓ તેમજ ઇનફ્લાઇટ કનેકટિવીટી પ્રોવાઇડર્સો પણ હાજર રહે તેવી સંભાવના છે.

દરમિયાન ટેલિકોમ વિભાગના ઉચ્ચ વર્તુળોના જણાવ્યા મુજબ આગામી જુલાઈ માસના અંત સુધીમાં સરકાર નવી ટેલિકોમ રજૂ કરે તેવી સંભાવના છે.ચાલુ માસના અંત સમયે ટેલીકોમ કમીશન સમક્ષ આ નવી પોલીસીનો ડ્રાફ્ટ રજૂ કરાશે. તેના પર ચર્ચા વિચારણા કર્યા બાદ તેને આખરી ઓપ અપાશે.
 

Post Comments