Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેન્સેક્સનો આરંભિક ૨૦૧ પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો

- ડિસેમ્બર વલણના અંત પૂર્વે ઈન્ડેક્સ બેઝડ ઉછાળે સાવચેતી

- ડોલર ૧૭ પૈસા ઉછળીને રૃ.૬૮.૨૪ : ક્રુડ ઓઈલ ૫૬ ડોલરની સપાટી કુદાવી

- નિફટી સ્પોટ ૮૧૦૦ની ઉપર બંધ રહેવામાં નિષ્ફળ : સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું જળવાયેલું આકર્ષણ 

- એફઆઈઆઈની કેશમાં રૃ.૫૨૭ કરોડ, ફયુચર્સમાં રૃ.૧૪૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,ગુરૃવાર તા. 28 ડિસેમ્બર 2016
વર્ષાંત ૨૦૧૬ અને ડિસેમ્બર વલણના અંત પૂર્વે હવે હોલી-ડે મૂડના પરિણામે અને ડિમોનીટાઈઝેશનની મુદત પણ ૩૦,ડિસેમ્બર ૨૦૧૬ની પૂરી થવામાં છે, ત્યારે ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ નવી તેજીની પોઝિશનમાં સાવચેતી રાખીને આજે ઉછાળે હળવા થવાનું પસંદ કર્યું હતું. ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં ડિસેમ્બર વલણ આવતીકાલે ગુરૃવારે પૂરું થતાં પૂર્વે ગઈકાલે શોર્ટ કવરિંગ સાથે લોકલ ફંડોએ એનએવી બેઝડ શેરોમાં ખરીદી કરતાં જોવાયેલી તેજી આજે આરંભમાં જળવાઈ હતી. અમેરિકી આર્થિક રિકવરીએ રૃપિયા સામે અમેરિકી ડોલર સતત મજબૂત થતો રહીને આજે વધુ ૧૭ પૈસા વધીને રૃ.૬૮.૨૪ થઈ જતાં અને ક્રુડ ઓઈલના સતત ઊંચા જળવાયેલા ભાવ આજે વધીને ૫૬ ડોલરની સપાટી કુદાવી જતાં  આગામી વર્ષમાં ભારતીય અર્થતંત્ર  માટે નેગેટીવ પરિબળો પૂરવાર થવાનો ફફડાટ અને ડિમોનીટાઈઝેશનના પરિણામે મંદ પડેલી ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિની ડિસેમ્બરના અંતના આર્થિક વિકાસના આંકડા નબળા નીવડવાની પૂરી શકયતા સાથે કંપનીઓના રિઝલ્ટ પણ ખરાબ જાહેર થવાના સ્પષ્ટ સંકેતે શેરોમાં નવી તેજીની પોઝિશન ઊભી રાખવામાં સાવચેતી હતી. સેન્સેક્સનો આરંભિક ૨૦૦ પોઈન્ટ જેટલો ઉછાળો ધોવાઈ જઈ અંતે ૨.૭૬ પોઈન્ટ ઘટીને ૨૬૨૧૦.૬૮ અને નિફટી સ્પોટ બે પોઈન્ટ વધીને ૮૦૩૪.૮૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ આરંભમાં ૨૦૧ પોઈન્ટ ઉછળીને ૨૬૪૧૫ સુધી જઈ છેલ્લા કલાકમાં ઉછાળો ધોવાયો
ટ્રેડીંગની શરૃઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૨૬૨૧૩.૪૪ સામે ૨૬૨૪૩.૧૯ મથાળે ખુલીને આરંભમાં એફએમસીજી શેરો આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર તેમ જ બેંકિંગ શેરોમાં એકસીસ બેંક, એચડીએફસી, એચડીએફસી બેંક સાથે કોલ ઈન્ડિયા, વિપ્રો, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, ભારતી એરટેલ, અદાણી પોર્ટસ, લુપીન સહિતમાં મજબૂતીએ સેન્સેક્સ એક તબક્કે ૨૦૧.૬૧ પોઈન્ટ ઉછળીને ૨૬૪૧૫.૦૫ સુધી પહોંચી ગયો હતો. જે વધ્યામથાળેથી છેલ્લા કલાકમાં એકાએક મોટા ઓફલોડિંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી સાથે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક, ટીસીએસ, લાર્સન, ગેઈલ, સિપ્લા સહિતમાં નરમાઈએ ઉછાળો ધોવાઈ જઈ ૨૧.૭૨ પોઈન્ટ ઘટીને નીચામાં ૨૬૧૯૧.૭૨ સુધી આવી અંતે ૨.૭૬ પોઈન્ટ ઘટીને ૨૬૨૧૦.૬૮ બંધ રહ્યો હતો.

જાન્યુઆરી નિફટી ફયુચર ૮૦૬૦ થી વધીને ૮૧૨૩ થઈ અંતે ૮૦૬૧ : નિફટી ડિસેમ્બર ફયુચર વધીને ૮૧૦૦ થઈ ૮૦૩૪
જાન્યુઆરી નિફટી ફયુચર ૯૯,૩૬૫ કોન્ટ્રેકટસમાં રૃ.૬૦૨૫.૮૭ કરોડના કામકાજે ૮૦૬૦ સામે ૮૦૭૨.૨૫ મથાળે ખુલીને ઉપરમાંસ ૮૧૨૩ થઈ ઘટીને ૮૦૫૦.૧૦ સુધી આવી અંતે ૮૦૬૧ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૮૦,૮૭૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦,૯૩૪.૫૨ કરોડના કામકાજે ૮૦૩૧.૩૫ સામે ૮૦૪૪ મથાળે ખુલીને ઉપરમાં ૮૧૦૦ થઈ ઘટીને ૮૦૨૪ સુધી આવી અંતે ૮૦૩૪ રહ્યો હતો. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૯૧,૧૮૦ કોન્ટ્રેકટસમાં રૃ.૬૫૪૩.૬૬ કરોડના કામકાજે ૧૭,૮૭૯.૨૫ સામે ૧૭,૯૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૮,૦૫૮.૯૫ થઈ ઘટીને ૧૭,૮૩૦ સુધી આવી અંતે ૧૭,૮૬૬ રહ્યો હતો. બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૩૩,૫૮૨ કોન્ટ્રેકટસમાં રૃ.૨૪૧૯.૯૩ કરોડના કામકાજે ૧૭,૯૫૧.૧૫ સામે ૧૭,૯૭૫ ખુલીને ઉપરમાં ૧૮૧૨૫.૯૦ થઈ ઘટીને ૧૭૯૦૭ સુધી આવી અંતે ૧૭૯૩૯.૯૦ રહ્યો હતો. નિફટી ૮૧૦૦નો પુટ ૭૭.૩૦ સામે ૮૦.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૮૩ થઈ ઘટીને ૨૯.૪૦ સુધી આવી અંતે ૭૦ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૮૧૦૦ ઉપર બંધ રહેવામાં નિષ્ફળ : ઉપરમાં ૮૧૦૦ થઈ અંતે બે પોઈન્ટ વધીને ૮૦૩૪
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૮૦૩૨.૮૫ સામે ૮૦૪૭.૫૫ મથાળે ખુલીને આરંભમાં ફંડોની કોલ ઈન્ડિયા, આઈડીયા, ઈન્ફ્રાટેલ, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, ઓરોબિન્દો ફાર્મા, ઝી, બોશ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, વિપ્રો, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, આઈશર મોટર્સ, લુપીન, બેંક ઓફ બરોડા, એચસીએલ ટેકનોલોજી સહિતમાં લેવાલીએ વધીને ઉપરમાં ૮૧૦૦.૫૫ સુધી પહોંચ્યો હતો. જે છેલ્લા કલાકમાં ઓટો, ઓઈલ-ગેસ, બેંકિંગ, મેટલ શેરોમાં વેચવાલીએ ઉછાળો ધોવાઈ અંતે બે પોઈન્ટ વધીને ૮૦૩૪.૮૫ બંધ રહ્યો હતો.

નિફટી ૮૧૦૦નો  કોલ ૧૨.૯૦ થી વધીને ૩૦.૫૦ થઈ ઘટીને ૪.૨૦ : નિફટી ૮૦૦૦નો પુટ ૭.૨૦ થઈ વધીને ૧૬.૩૦
ડેરિવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના આવતીકાલે-ગુરૃવારે અંત પૂર્વે આજે ફંડોએ તેજીના ઊભા ઓળીયા સરખા કર્યા હતા. નિફટી ૮૧૦૦નો કોલ ૮,૭૭,૬૭૫ કોન્ટ્રેકટસમાં રૃ.૫૩,૪૨૩.૬૮ કરોડના કામકાજે ૧૨.૯૦ સામે ૧૫.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૦.૫૦ થઈ ઘટીને ૩.૫૦ સુધી આવી અંતે ૪.૨૦ રહ્યો હતો. નિફટી ૮૦૦૦નો પુટ ૭,૭૭,૭૧૩ કોન્ટ્રેકટસમાં રૃ.૪૬,૭૪૬.૯૪ કરોડના કામકાજે ૨૪.૩૦ સામે ૧૯.૭૦ મથાળે ખુલીને નીચામાં ૭.૨૦  થઈ વધીને ૨૬.૯૦ સુધી જઈ અંતે ૧૬.૩૦ રહ્યો હતો. નિફટી ૮૨૦૦નો કોલ ૫,૫૧,૭૮૩ કોન્ટ્રેકટસમાં રૃ.૩૩,૯૪૪.૫૦ કરોડના કામકાજે ૨.૯૫ સામે ૨.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૫.૪૦ થઈ ઘટીને ૦.૬૦ સુધી આવી અંતે ૦.૬૫ રહ્યો હતો. નિફટી ૭૯૦૦નો પુટ ૪,૨૪,૧૬૧ કોન્ટ્રેકટસમાં રૃ.૨૫,૧૪૩.૭૫ કરોડના કામકાજે ૭.૭૫ સામે ૫ મથાળે ખુલીને ઉપરમાં ૭.૭૫ થઈ ઘટીને ૨.૧૦ સુધી આવી અંતે ૨.૮૦ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં વર્ષાંતે ફંડોનું સતત વેલ્યુબાઈંગ : સિન્જેન, જયુબિલન્ટ, ઈન્ડોકો, દિવીઝ લેબ., યુનિકેમ, અબોટ ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં વર્ષાંતે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોનું સતત વેલ્યુબાઈંગ જળવાયું હતું. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૮.૧૭ પોઈન્ટ ઉછળીને ૧૪૫૬૦.૧૩ બંધ રહ્યો હતો. સિન્જેન રૃ.૩૭.૫૦ ઉછળીને રૃ.૫૭૨.૮૦, જયુબિન્ટ રૃ.૩૦.૧૫ ઉછળીને રૃ.૬૧૧.૮૦, ઈન્ડોકો રેમેડિઝ રૃ.૧૧.૭૦ વધીને રૃ.૨૬૩.૭૦, દિવીઝ લેબોરેટરીઝ રૃ.૩૫.૧૦ વધીને રૃ.૮૨૪, વીવીમેડ લેબ. રૃ.૩.૭૦ વધીને રૃ.૮૯.૨૦, નાટકો ફાર્મા રૃ.૨૧.૦૫ વધીને રૃ.૬૦૫.૦૫, યુનિકેમ લેબ રૃ.૮.૨૫ વધીને રૃ.૨૫૫.૪૦, અજન્તા ફાર્મા રૃ.૪૨.૧૫ વધીને રૃ.૧૭૭૪.૧૫, અબોટ ઈન્ડિયા રૃ.૮૩.૧૦ વધીને રૃ.૪૬૨૩, હેસ્ટર બાયો રૃ.૧૨.૮૦ વધીને રૃ.૭૧૨.૮૦, મર્ક રૃ.૧૬.૭૦ વધીને રૃ.૯૮૪.૮૦, જેબી કેમિકલ્સ રૃ.૫.૮૦ વધીને રૃ.૩૪૨.૪૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૃ.૩૪.૮૫ વધીને રૃ.૩૦૭૦.૫૦, પિરામલ હેલ્થકેર રૃ.૧૫.૭૫ વધીને રૃ.૧૫૧૯.૫૦, અપોલો હોસ્પિટલ રૃ.૧૫.૫૫ વધીને રૃ.૧૬૦૯.૪૦, લુપીન રૃ.૯.૦૫ વધીને રૃ.૧૪૫૨.૧૫, ગ્લેનમાર્ક રૃ.૮.૪૫ વધીને રૃ.૮૯૮.૪૦ રહ્યા હતા.

સુગર, એફએમસીજી શેરોમાં સતત બીજા દિવસે તેજી : દાવત, આઈટીસી, દાલમિયા સુગર, કેસીપી સુગર, ઝાયડસ ઉંચકાયા
સુગર, એફએમસીજી શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું વેલ્યુબાઈંગ થતું જોવાયું હતું. દાવત રૃ.૧૪.૮૫ વધીને રૃ.૨૭૯.૪૦, ક્વોલિટી રૃ.૬ વધીને રૃ.૧૨૨.૮૦, ઝાયડસ વેલનેસ રૃ.૩૫.૫૫ વધીને રૃ.૮૭૦.૬૦, કેસીપી સુગર રૃ.૧.૧૦ વધીને રૃ.૨૯.૧૦, સીસીએલ રૃ.૯.૦૫ વધીને રૃ.૨૬૧.૯૫, દાલમિયા સુગર રૃ.૩.૯૫ વધીને રૃ.૧૨૨.૯૦, હેરીટેજ ફુડ રૃ.૨૨.૨૫ વધીને રૃ.૮૬૦.૩૦, કોહીનૂર રૃ.૧.૬૫ વધીને રૃ.૬૪.૫૦, આઈટીસી રૃ.૧.૨૫ વધીને રૃ.૨૩૫.૩૫, ઈઆઈડી પેરી રૃ.૧.૯૫ વધીને રૃ.૨૪૬.૮૫, ગોદરેજ કન્ઝયુમર રૃ.૧૧.૩૦ વધીને રૃ.૧૪૬૭.૧૫, બલરામપુર ચીની રૃ.૧.૫૫ વધીને રૃ.૧૧૯.૫૦, ટાટા કોફી રૃ.૧.૩૫ વધીને રૃ.૧૧૧.૨૦, ધામપુર સુગર રૃ.૨.૭૦ વધીને રૃ.૧૨૨.૦૫, દ્વારકેશ સુગર રૃ.૫.૫૫ વધીને રૃ.૨૯૩.૭૦, બ્રિટાનીયા રૃ.૧૬.૯૫ વધીને રૃ.૨૮૩૯.૯૦ રહ્યા હતા.

ક્રુડ ઓઈલની સતત મજબૂતી ઃ બ્રેન્ટ વધીને ૫૬ ડોલર ઉપર : રિલાયન્સ, એચપીસીએલ, ઓએનજીસી, આઈઓસી ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત ઊંચા જળવાઈ રહીને આજે પણ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ અડધો સેન્ટ વધીને ૫૬ ડોલર ઉપર જતાં રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં આજે ેએકંદર નરમાઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૨.૨૦ ઘટીને રૃ.૧૦૫૨.૨૦, એચપીસીએલ રૃ.૩.૯૦ ઘટીને રૃ.૪૧૯.૯૦, ઓએનજીસી રૃ.૧૮૯.૭૦, આઈજીએલ રૃ.૨.૮૦ ઘટીને રૃ.૮૮૫.૯૦, આઈઓસી રૃ.૩૧૬.૦૫, ગેઈલ રૃ.૪૨૪.૦૫, બીપીસીએલ રૃ.૬૧૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં મિશ્ર ટ્રેન્ડ ઃ ભારત ફોર્જ, હીરો મોટો, ટાટા મોટર્સ, એમઆરએફ ઘટયા : મધરસન, આઈશર મોટર્સ, કયુમિન્સ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે પસંદગીની લેવાલી સામે કેટલાક શેરોમાં વેચવાલી જોવાઈ હતી. ભારત ફોર્જ રૃ.૯ ઘટીને રૃ..૮૯૯.૪૫, હીરો મોટોકોર્પ રૃ.૨૯.૨૦ ઘટીને રૃ.૩૦૦૪.૮૦, ટાટા મોટર્સ રૃ.૩.૩૫ ઘટીને રૃ.૪૬૩.૧૫, એમઆરએફ રૃ.૧૮૩.૮૫ ઘટીને રૃ.૪૮૪૫૮.૫૫ રહ્યા હતા. જ્યારે મધરસન સુમી રૃ.૫.૭૦ વધીને રૃ.૩૧૫.૩૦, આઈશર મોટર્સ રૃ.૩૨૦.૧૫ વધીને રૃ.૨૦૮૮૫.૨૫, કયુમિન્સ ઈન્ડિયા રૃ.૧૧.૨૦ વધીને રૃ.૮૧૦.૮૦, બોશ રૃ.૨૬૯.૭૫ વધીને રૃ.૨૦૧૭૯.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૬.૬૫ વધીને રૃ.૧૧૭૩.૩૦, અશોક લેલેન્ડ રૃ.૭૮.૨૦, મારૃતી સુઝુકી રૃ.૩.૯૫ વધીને રૃ.૫૨૩૦.૮૫ રહ્યા હતા.

માર્કેટબ્રેડથ પોઝિટીવ છતાં વધનાર શેરોની સંખ્યા ઘટીને ૧૫૨ : ૧૯૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. શેરોમાં આજે ખરીદીનો વ્યાપ ઘટતો જોવાયો હતો. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૯૯ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ગઈકાલની તુલનાએ ઘટીને ૧૫૨૩ રહી હતી. જ્યારે ઘટનારની સંખ્યા ૧૦૯૨ રહી હતી. ૧૯૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FIIની કેશમાં રૃ.૫૨૭ કરોડ, ફયુચર્સમાં રૃ.૧૪૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી ઃ DIIની રૃ.૮૨૪ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-બુધવારે કેશમાં રૃ.૫૨૭.૦૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૃ.૨૨૯૪.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૃ.૨૮૨૧.૯૨ કરોડની વેચવાલી રહી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૮૨૪.૮૪ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૃ.૨૨૦૬.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૩૮૧.૮૦ કરોડની વેચવાલી રહી હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં પણ રૃ.૧૪૪૭.૨૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૬૨૮.૨૪ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૮૧૯.૦૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. આમ કેશ અને ફયુચર્સમાં મળીને આજે એફઆઈઆઈની રૃ.૧૯૭૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.

Post Comments