Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતની વેપાર ખાધ વધીને બમણી થઇને ૮૭.૮ અબજ ડોલરની સપાટીએ

- ગત વર્ષ આયાતમાં ૨૦%ની સામે નિકાસ ૯.૮% વધી

- માર્ચ-૧૭ના અંતે વેપાર ખાધ ૪૭.૭ અબજ ડોલર હતી,ખાધ વધવામાં ક્રૂડ અને સોનાની મોટી ભૂમિકા

નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2018, શનિવાર

ભારતની વેપારખાધ ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં અગાઉના વર્ષથી બમણી થઈ ગઈ હતી. વધતા જતા આયાત બિલના લીધે વેપાર ખાધ વધી હતી. નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત વર્ષ અગાઉના ૧૩.૫ અબજ ડોલરની તુલનાએ ૨૮.૫ ટકા વધ્યો હતો. માર્ચ ૨૦૧૭ના અંતે ભારતની વેપાર ખાધ ૪૭.૭ અબજ ડોલર હતી.

આ દરમિયાન ૨૦૧૭-૧૮માં આયાતમાં ૨૦ ટકા વધારા સામે ભારતની નિકાસ ૯.૮ ટકા વધી હતી, જે છેલ્લા છ વર્ષમાં સૌથી ઊંચો વૃદ્ધિદર છે. જો કે હીરા-ઝવેરાત અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં ઘટાડો થતાં માર્ચમાં નિકાસ ૦.૭ ટકા ઘટી ૨૯.૧ અબજ ડોલર થઈ હતી.

માર્ચમાં ભારતની આયાત ૭.૨ ટકા વધીને ૪૨.૮ અબજ ડોલર થઈ હતી. સમગ્ર નાણાકીય વર્ષમાં આયાત ૨૦ ટકા વધી ૪૫૯.૬ અબજ ડોલર થઈ હતી. ભારતના આયાત બિલમાં પેટ્રોલિયમ અને ક્ડ ઓઇલની આયાતે સૌથી વધુ ફાળો આપવાનો જારી રાખ્યો છે. તેના પછી ઇલેક્ટ્રોનિક ગૂડ્સ અને મશીનરીનો વારો આવે છે. આ સિવાય બ્રેન્ટ ક્ડ ઓઇલના ભાવ પણ ગયા વર્ષના જુનના ૪૬ ડોલરથી વધી ૬૭ ડોલરે પહોંચી ગયા છે.

સોનાની આયાત સળંગ ત્રીજા મહિને ઘટી છે અને હીરા ઝવેરાતની આયાત થોડી વધી છે. સોનાની આયાત વાષક ધોરણે ૪૦.૧ ટકા ઘટીને ૨.૫ અબજ ડોલર થઈ છે. પેટ્રોલિયમ અને ક્ડની આયાત ૧૩.૯૨ ટકા વધીને ૧૧.૧ અબજ ડોલર થઈ છે. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલની આયાત ૨૮.૪ ટકા વધી ૨.૦૪ અબજ ડોલર થઈ છે. કોક, કોલ અને બ્રિક્વેટ્સીની આયાત ૪૪.૬૭ ટકા વધીને ૨.૪ અબજ ડોલર થઈ છે. ઇલેક્ટ્રિકલ અને નોન-ઇલેક્ટ્રિકન મશીનરીની આયાત ૩૩.૪૧ ટકા વધીને ૩.૪ અબજ ડોલર થઈ છે.

Post Comments