Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેપો રેટમાં વધારો કરાતા ઉદ્યોગોના મૂડી ખર્ચ પર અસર થશે: સીઆઈઆઈ

- ચોમાસુ સામાન્ય રહેવા સાથે ફુગાવો કાબુમાં આવતા વ્યાજ દર વધારો અટકવાની અપેક્ષા

મુંબઈ,તા.13 જૂન 2018, બુધવાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં કરાયેલા વધારાથી વેપાર કરવા પાછળના ખર્ચમાં વધારો થશે અને ભારતીય ઉદ્યોગોના મૂડી ખર્ચ પર અસર કરશે એમ ઉદ્યોગ સંસ્થા કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

વેપાર કરવા પાછળનો ખર્ચ વધી જશે અને ઉદ્યોગોના મૂડી ખર્ચ પર પ્રતિકૂળ અસર પડશે એમ સીઆઈઆઈના પ્રમુખ રાકેશ ભારતી મિત્તલે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું. જો કે ચોમાસુ સામાન્ય રહેશે અને પૂરવઠા વધારવાના પગલાંથી ફુગાવો કાબુમાં રહેશે જેને કારણે રેપો રેટમાં વધારો ગયા સપ્તાહ સુધી જ મર્યાદિત રહેશે.

રૃપિયા ૫૦૦ અબજના મૂડી ખર્ચની ઉદ્યોગોએ તાજેતરના મહિનાઓમાં ખાતરી આપી છે. ક્ષમતા ઉપયોગીતા વધીને ૮૦ ટકા થતા વધુને વધુ ઉદ્યોગો મૂડી ખર્ચ કરવા આગળ આવશે એવી તેમણે અપેક્ષા વ્યકત કરી હતી.

ફુગાવાનું સ્તર સામાન્ય સપાટીએ આવી જશે તો રિઝર્વ બેન્ક પણ રેપો રેટને વ્યવહારુ સ્તરે રાખવાનો નિર્ણય લેશે. ફુગાવાને ટાર્ગેટેડ રેન્જમાં રાખવા માટે રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યો છે. ગયા સપ્તાહની બેઠકમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં પા ટકાનો વધારો કર્યો હતો.

રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરાતા બેન્કો પણ ધિરાણ દરમાં વધારો કરે છે. ધિરાણની ઉપલબ્ધતા પણ હાલમાં ચિંતાનો વિષય હોવાનું  મિત્તલે જણાવ્યું હતું. હાલમાં નાના ઉદ્યોગો પર ખાસ ધ્યાન આપવાની આવશ્યકતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

દેશની ૧૧ જાહેર ક્ષેત્રની બેન્કોને પ્રોમ્પટ કરેકટિવ એકશન માળખા હેઠળ મૂકવામાં આવી છે જેને કારણે ધિરાણની સામાન્ય કામગીરી પર અસર થઈ છે અને વિકાસને ટેકો પૂરો પાડવાની તેમની ક્ષમતા ઘટી ગઈ છે.

Post Comments