Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કસ્ટમ્સ ડયૂટીમાં વધારાથી દેશની કુલ આયાતનો ૨૫% હિસ્સો પ્રભાવિત થશે

- બજેટમાં વિવિધ ૪૦ ગુડ્સની આયાત જકાત ૩૩થી ૧૦૦% સુધી વધારાઇ

- મોબાઇલ ફોન, મોટર વ્હિકલ્સ સહિતની જે ૪૦ ગુડ્સની ડયૂટી વધારાઇ છે તેની કુલ આયાત ગત વર્ષે ૮૫ અબજ ડોલર જેટલી થઇ હતી

નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

બજેટમાં નાણાં પ્રધાને ૪૦ જેટલી વસ્તુઓની કસ્ટમ્સ ડયૂટીમાં ૩૩થી ૧૦૦ ટકા સુધીનો વધારો કરવાની સાથે-સાથે જણાવ્યું કે, આ પગલાંથી મેક-ઇન- ઇન્ડિયા દ્વારા ડોમેસ્ટિક વેલ્યૂ એડિશનનો લક્ષ્યાંક હાંસલ કરવા સક્ષમ બનીશું અને અને દેશમાં રોજગારી સર્જન પણ વધશે. ઉપરાંત કમ્સ્ટમ્સ ડયૂટીમાં વૃદ્ધિના લીધે વર્ષમાં ૮૫ અબજ ડોલરની આયાત અસર જોવા મળશે.

સરકારી આંકડાના ત્વરિત વિશ્લેષ્ણથી જણાવા મળ્યું કે, કસ્ટમ્સ ડયૂટીના ફેરફારમાં મોટાભાગને આવરી લેવાયો છે પરંતુ બજેટ અંદાજ કસ્ટમ્સ ડયૂટી કલેક્શનના વાસ્તવિક આંકડા કરતાં નિરાશાજનક હોઇ શકે છે. કમ્સ્ટમ્સ ડયૂટીમાં વૃદ્ધિથી ભારતની ટોટલ ઇમ્પોર્ટનો ૨૫ ટકા જેટલો હિસ્સો પ્રભાવિત થઇ શકે છે. ગત એપ્રિલથી નવેમ્બરના સમયગાળા દરમિયાન ૭૫ અબજ ડોલર જેટલી આયાત નોંધાઇ છે તેવી ૪૦ વસ્તુઓની કસ્ટમ્સ ડયૂટ વધારવામાં આવી છે. જે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં નોંધાયેલ કુલ ૨૯૭ અબજ ડોલરની આયાતનો ૨૫ ટકા જેટલો હિસ્સો છે.

ગત નાણાંકીય વર્ષ ૨૦૧૭ દરમિયાન આ ૪૦ ગુડ્સની ૮૫ અબજ ડોલરની આયાત થઇ હતી. જે ગત વર્ષની કુલ ૩૮૪ અબજ ડોલરની આયાતના ૨૨ ટકા બરાબર છે. તેની એક વર્ષ પૂર્વે આ વસ્તુઓની ૮૮ અબજ ડોલરની આયાત થઇ હતી જે તે વર્ષની ૩૮૧ અબજ ડોલરની કુલ આયાતનો ૨૩ ટકા બરાબર છે. આમ તો ચાલુ નાણાંકીય વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન આ ૪૦ કેટેગરીની આયાતમાં ઉલ્લેખનિય વધારો નોંધાયો છે અને ઇમ્પોર્ટ વેલ્યૂ ૫૬ અબજ ડોલરે પહોંચી ગયું છે. જો કે આંકડાઓ મુજબ આ વસ્તુઓની આયાત અગાઉથી ૮૫ અબજ ડોલરે પહોંચી ગઇ છે જે આયાતમાં ૩૪ ટકાનો વધારો દર્શાવે છે.હીરા અને ઝવેરાત (રફ ડાયમંડ સિવાયના)નો આયાતમાં મોટો હિસ્સો છે જે બજેટમાં પ્રસ્તાવિત ઊંચી કસ્ટમ્સ ડયૂટીથી પ્રભાવિત થયું છે.

Post Comments