Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ત્રીજા ત્રિમાસિકમાં કંપનીઓની આવકમાં વધારો થયો પરંતુ બજારની અપેક્ષા પ્રમાણે નહીં

- કોમોડિટી અને ઊર્જાના વધી રહેલા ભાવને પરિણામે કંપનીઓના નફા પર અસર

મુંબઈ, તા. 12 ફેબ્રુઆરી 2018, સોમવાર

ડીમોનિટાઈઝેશનને કારણે પડેલી આર્થિક ખલેલના એક વર્ષ બાદ પણ કંપનીઓના પરિણામો  બજારની અપેક્ષા પ્રમાણે જોવા મળતા નથી. ઘરેલું બજાર પર કેન્દ્રીત રહેલી કંપનીઓ ખાસ કરીને કન્ઝયૂમર ગુડસ ક્ષેત્રની કંપનીઓના વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં કેટલોક સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ રોકાણકારોને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ રહ્યા છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

કોમોડિટી અને ઊર્જાના વધી રહેલા ભાવ ઘરેલું કંપનીઓના નફામાં ગાબડાં પાડી રહ્યા છે. કાચા માલ અને ઊર્જા પાછળના પ્રતિ યુનિટ ખર્ચમાં વધારો થયો છે. ૧૩૯૫ કંપનીઓએ જેમણે અત્યારસુધી તેમના ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરી દીધા છે તેમના સંયુકત નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૧૦.૬૦ ટકા વધારો થયો છે જે ગયા વર્ષના આ સમયગાળામાં હાંસલ કરાયેલી ૨૮.૬૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ કરતા ઘણો નીચો છે.

કંપનીઓના નેટ વેચાણમાં સંયુકત ધોરણે વાર્ષિક ધોરણે ૧૪.૬૦ ટકા વધારો થયો છે જે છેલ્લા ૧૩ ત્રિમાસિકમાં સૌથી ઝડપી વધારો છે.  ગયા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં આ કંપનીઓના નેટ વેચાણમાં વાર્ષિક ધોરણે ૭.૪૦ ટકા વૃદ્ધિ થઈ હતી. બેન્ક - નાણાંકીય અને ઊર્જા ક્ષેત્રની કંપનીઓને બાદ કરતા ૧૧૩૦ કંપનીઓનો સંયુકત નેટ પ્રોફિટ ડિસેમ્બર ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૧૪.૯૦ ટકા વધ્યો હોવાનું પણ એનાલિસ્ટે જણાવ્યું હતું. જો કે પાછલા વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં આ આંક ૨૧.૮૦ ટકા રહ્યો હતો.

ટોચની કંપનીઓના નફામાં અપેક્ષા કરતા નીચો વધારો થતા બજારમાં નિરાશા જોવા મળી છે. નિફટી ૫૦ ઈન્ડેકસની ૪૫ કંપનીઓના સંયુકત નફામાં વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધારો થયો છે જ્યારે નેટ વેચાણ ૧૩.૮૦ ટકા વધ્યું છે.

આની સરખામણીએ છેલ્લા એક વર્ષમાં ઈન્ડેકસ કંપનીઓની માર્કેટ કેપ ૩૦ ટકા વધી છે. ગયા સપ્તાહમાં બજારમાં મોટું ધોવાણ થવા છતાં માર્કેટ કેપમાં આટલો વધારો જોવા મળ્યો છે.

Post Comments