Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિમોનિટાઈઝેશન દરમિયાન બિનસક્રિય ખાતાઓમાં ૧.૭૦ લાખ કરોડ જમા થયા

- એકંદર ડિપોઝિટસમાં વાર્ષિક ધોરણે ૧૪.૫૦ ટકા વધારો જોવાયો

મુંબઈ,  તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રજુ કરાયેલા રિસર્ચ પેપરમાં ડીમોનિટાઈઝેશનના સમયગાળામાં  રૃપિયા ૧.૬૦ લાખ કરોડથી રૃપિયા ૧.૭૦ લાખ કરોડની અસામાન્ય રકમ બેન્કોમાં ડિપોઝિટ થયાનો ઉલ્લેખ કરાયો છે.ડીમોનિટાઈઝેશન દરમિયાન બેન્કિંગ વ્યવસ્થામાં  સામાન્ય વધારાની ડિપોઝિટનો એકંદર આંક રૃપિયા ૨.૮૦ લાખ કરોડથી રૃપિયા ૪.૩૦ લાખ કરોડની વચ્ચે રહ્યાનું પણ પેપરમાં જણાવાયું છે.

રૃપિયા ૧.૬૦ લાખ કરોડથી રૃપિયા ૧.૭૦ લાખ કરોડની અસામાન્ય રકમ એવા ખાતામાં જમા થઈ છે જે બહુ સક્રિય નહોતા. ગયા વર્ષના નવેમ્બરમાં સરકારે રૃપિયા ૫૦૦ તથા રૃપિયા ૧૦૦૦ની ચલણી નોટો સિસ્ટમમાંથી પાછી ખેંચી લીધી હતી, જેનું કુલ મૂલ્ય રૃપિયા ૧૫.૪૦ લાખ કરોડ જેટલું હતું અને દેશની નાણાં વ્યવસ્થામાં સર્ક્યુલેશનમાં રહેલી કુલ ચલણી નોટોના મૂલ્યમાંથી આ નોટોનું મૂલ્ય ૮૬.૯૦ ટકા જેટલું હતું.

દેશમાં બ્લેક મનીનો સફાયો કરવાના પ્રયાસરૃર્નોટબંધીનો નિર્ણય આવી પડયો હતો. ૧૧ નવેમ્બર ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ના ગાળામાં બેન્કિંગ વ્યવસ્થામાં વધારાની ડિપોઝિટમાં ૪થી ૪.૭૦ ટકાની વૃદ્ધિ જોવાઈ હોવાનું પણ પેપરમાં જણાવાયું છે. ૧૫ ફેબુ્રઆરી ૨૦૧૭ સુધીના આંકને જો ધ્યાનમાં લેવામાં આવે તો વધારાની ડિપોઝિટની વૃદ્ધિનો આંક ૩.૩૦ ટકાથી ૪.૨૦ ટકા આસપાસ જોવા મળે છે. જો કે માર્ચના અંતે આ ટકાવારી ઘટીને ૩થી ૩.૦૮ ટકાની વચ્ચે રહી હતી.

નોટબંધીના સમયગાળામાં બેન્કિંગ વ્યવસ્થામાં એકંદર ડિપોઝિટસમાં વાર્ષિક ધોરણે ૧૪.૫૦ ટકા વધારો જોવાયો હતો. ડિપોઝિટસમાં થયેલો વધારો જો ટકી રહ્યો હોત તો નાણાંકીય સેવિંગ્સમાં સાનુકૂળ અસર જોવા મળી હોત એવો પણ પેપરમાં વિશ્વાસ વ્યકત કરાયો છે.

Post Comments