Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં સાધારણ નરમાઈ

મુંબઈ, તા. 15 મે 2018, મંગળવાર

કર્ણાટકમાં સરકારની રચનાને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે ફોરેકસ માર્કેટનું માનસ ખરડાયું હતું જ્યારે સોનાચાંદી બજાર ગઈકાલની સરખામણીએ સાધારણ નરમ રહ્યા હતા. સ્થાનિક સોનાચાંદી બજારમાં ગોલ્ડ ૯૯.૫૦ના ભાવ  જે ગઈકાલે ૧૦ ગ્રામના રૃપિયા ૩૧૪૪૦ બંધ રહ્યા હતા તે આજે સવારે રૃપિયા ૩૧૨૫૦ નરમ ખુલી રૃપિયા ૩૧૪૨૦ બંધ રહ્યા હતા. આજ રીતે ગોલ્ડ ૯૯.૯૦ ના ભાવ  રૃપિયા ૩૧૫૯૦ બંધવાળા રૃપિયા૩૧૪૦૦ ખૂલીને દિવસના અંતે રૃપિયા ૩૧૫૭૦ બંધ રહ્યા હતા.

સોના પાછળ ચાંદીમાં પણ નરમાઈ જોવા મળી હતી. ચાંદી એક કિલોના ભાવ જે ગઈકાલે રૃપિયા ૪૦૦૪૦ બંધ રહ્યા હતા તે આજે રૃપિયા ૩૯૬૬૦ નીચા ખૂલીને રૃપિયા ૩૯૮૦૫ બંધ રહ્યા હતા. આવતીકાલથી અધિક માસ શરૃ થતો હોય તહેવારો એક મહિના પાછળ ઠેલાઈ જતા બજારમાં હાલમાં  સાધારણ ઘરાકી જોવા મળી રહ્યાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.

કર્ણાટકમાં સરકારની અનિશ્ચિતતાને પગલે ફોરેકસ માર્કેટમાં ડોલર સામે રૃપિયો તૂટીને ૬૮ની નીચે ચાલી ગયો હતો. જાન્યુઆરી ૨૦૧૭ બાદ પ્રથમ વખત રૃપિયાએ આ સપાટી તોડી છે.

ડોલર સામે રૃપિયા ૬૭.૫૧ના ગઈકાલના બંધ સામે રૃપિયો ૫૬ પૈસા તૂટીને આજે ૬૮.૦૭ બંધ આવ્યો હતો. કર્ણાટક વિધાનસભામાં ભાજપને સત્તા પરથી દૂર રાખવા જનતા દળ (એસ)ને ટેકો આપવાની કોંગ્રેસે જાહેરાત કર્યા બાદ ફોરેકસ માર્કેટનું માનસ ખરડાયું હતું. અગાઉ દિવસ દરમિયાન ફોરેકસ માર્કેટમાં રિઝર્વ બેન્કની દરમિયાનગીરીને કારણે રૃપિયો એક તબક્કે રૃપિયા ૬૭.૬૦ જોવા મળ્યો હતો.

Post Comments