Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રમાં કપાસનો ૫૦ ટકા પાક કિટાણુ હુમલા હેઠળ

- રૃા. ૧૫૦૦૦ કરોડની નુકસાનીનો અંદાજ

- ૨૦.૩૬ લાખ હેકટર વિસ્તાર પરના ઊભા પાકને થયેલી અસર

મુંબઈ,  તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

મહારાષ્ટ્રમાં કપાસનો પચાસ ટકા પાક કિટાણુના હુમલા હેઠળ આવ્યો છે જેને કારણે  પાકને અંદાજે ૧૫૦૦૦  કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. દેશમાં મહારાષ્ટ્ર કપાસનું મોટું ઉત્પાદક રાજ્ય છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં રાજ્યમાં અંદાજે ૪૧.૯૮ લાખ હેકટર વિસ્તાર પર કપાસનો પાક લેવાયો છે અને ૧૮ જિલ્લામાં આશરે ૨૦.૩૬ લાખ હેકટર વિસ્તાર પરના પાકને કિટાણુ હુમલાથી અસર થઈ છે.

છેલ્લા બે-ત્રણ વર્ષથી કિટાણુ હુમલાની ફરિયાદો આવી રહી  છે પરંતુ વર્તમાન વર્ષમાં કિટાણુઓનો ત્રાસ એકદમ જોરદાર રહ્યો છે એમ રાજ્યના કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું  હતું. ૩૦ નવેમ્બર સુધીમાં અંદાજે ૮૦,૦૦૦ ખેડૂતોએ વળતર માટે અરજી કરી છે પરંતુ અત્યાર સુધી માત્ર ૨૧૮૮ ખેતરોની તપાસ થઈ શકી છે.

બીટી કોટન સીડસ પાકને કિટાણુ હુમલા સામે રક્ષણ આપવામાં નિષ્ફળ રહ્યા છે. બીટી કોટન સીડસ જિનેટિકલી મોડિફાઈડ સીડસ છે જેમાં એક અથવા વધુ જિન ઉમેરવામાં આવે છે. જેથી ઉપજ વધુ મળી રહે અને કિટાણુ હુમલા સામે વધુ પ્રતિકાર કરી શકે.

કપાસના ઉત્પાદન ખર્ચમાં ૪૦થી ૪૫ ટકા પિસ્ટિસાઈડ અને ઈન્સેક્ટિસાઈડનો રહે છે. બીટી સીડસના ઉપયોગથી આ ખર્ચમાં ઘટાડો થશે તેવી અપેક્ષા રખાતી હતી. આ દાવાઓને આધારે આ સીડસ ઉત્પન્ન કરતી કંપનીઓ ઊંચી કિંમત વસૂલતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં અંદાજે ૯૫ ટકા ખેડૂતો બીટી સિડસનો ઉપયોગ કરે છે.

Post Comments