Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GSTમાં વેપારીઓને કનડતી જોગવાઈ દૂર ન કરે તો આંદોલન

-GST સામેની લડતમાં જોડાવા વેપારીઓને એક થવા હાકલ

-૨૩મી જૂનથી ગુજરાતમાં શેરીઆંદોલનો, જાહેરસભાઓ ને વિરોધ પ્રદર્શનો કરશે

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.17 જુન 2017, શનિવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી વેપારીઓને કનડતી જોગવાઈ દૂર ન કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વડોદરા, સુરત, વલસાડ પોરબંદર, ભાવનગર અને વાપી સહિતના વિસ્તારના વેપારીઓએ શેરી આંદોલન છેડવાની સરકારને ચીમકી આપી છે. આ સાથે જ એવી પણ ચીમકી આપી છે કે, ''આજે જો તમે અમારી વાત નહિ સાંભળો તો આવતીકાલે અમે તમારી વાત નહિ સાંભળીએ.''

આ સાથે જ ગુજરાતના તમામ વેપારીઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સામેની લડતમાં એક થવા હાકલ કરવામાં આવી છે. ટેક્સટાઈલ, ડ્રાયફ્રૂટ પછી હવે હાર્ડવેર અને ઇલેક્ટ્રોનિક્સ આઈટેમ્સના વેપારીઓને વિરોધ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.

આજે અમદાવાદમાં એકત્રિત થયેલા ગુજરાતના વેપારી આગેવાનોની બેઠકમાં આગામી ૨૨મી જૂન સુધીમાં સરકાર તેમની માગણી મુજબના સુધારાઓ જીએસટીમાં લાવી આપે અથવા ૨૩મી જૂનથી વેપારીઓના શેરી આંદોલનનો સામનો કરવા તૈયાર રહે. ૨૩મીથી આ તમામ શહેરોમાં જાહેરસભાઓ, વિરોધ પ્રદર્શનો અને સરકાર વિરોધી નારાબાજીઓ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આમ ૨૨મી જૂન સુધીનું અલ્ટીમેટમ આપીને ૨૩મીથી આંદોલન છેડવાની તૈયારી કરી છે.

સ્ટોકના રિટર્ન દર મહિને આપવાની જોગવાઈ પણ વેપારીઓની જફા વધારનારી હોવાની વેપારીઓની ફરિયાદ છે. નાના વેપારીઓ આ માટે માણસ પણ ન રાખી શકે તેથી ફોર્મ ભરવાની જફામાંથી પણ તે બહાર જ ન આવે તેવી શક્યતા રહેલી છે. વેપારીઓના વિકાસને રૃંધતી અંદાજે ૪૦ જેટલી જોગવાઈઓનો વિરોધ કરવા માટે ગુજરાત મર્ચન્ટ ચેમ્બરના નેજા હેઠળ જીએસટી સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે.

દુકાનની બહાર માલ કાઢો તો ફરજિયાત ઇન્વોઈસ બનાવવાની જોગવાઈ ગમે ત્યારે વેપારીઓને કઠણાઈમાં મૂકી શકે તેમ હોવાની તેમની ફરિયાદ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ડિલીવરી ચલણ માટે જરાય અવકાશ જ નથી. રોકડેથી રૃા. ૨૦૦થી વધુ રકમના વેપાર ન કરવાની જોગવાઈ આકરી છે. આ મર્યાદા વેટ પ્રમાણે ઓછામાં ઓછી રૃા. ૫૦૦ની તો રાખવી જ જોઈએ અને શક્ય હોય તો રૃા. ૧૦૦૦ની કરી આપવી જોઈએ. વેપારીઓની ફરિયાદ છે કે જીએસટીમાં રિવાઈઝ રિટર્ન ફાઈલ કરવાનો કોઈ જ અવકાશ નથી. બીજું, રિટર્ન રિવાઈઝ કરવાનો અવકાશ નથી, પરંતુ તેમાં વિલંબ થાય તો વેપારીને જેલની સજા કરવા સુધીની જોગવાઈ તેમાં કરવામાં આવેલી છે. આ બાબત વેપારીઓને ડરાવી રહી છે. આઝાદી પછી, ગુલામીની સ્થિતિમાં આવી રહ્યા હોવાનો અહેસાસ કરાવી રહી છે.
જીએસટીમાં ઉપયોગમાં કરવામાં આવનારા એચએસએન કોડમાં કયો ગુડ્સ કયા કોડમાં આવે તેની પાક્કી સમજ વેપારીઓ પાસે નથી, પરંતુ તેઓ તેમના અંદાજ પ્રમાણે એચએસએન કોડ લગાડે તે પછી સરકારી અધિકારીઓ તેને બીજા કોડમાં લઈ જઈને વેપારીઓની વેરાની જવાદબારી અને આર્થિક હાલાકી વધારી શકે છે.

Post Comments