Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુગલ ઇન્ડિયાએ પેરન્ટ કંપનીને ચૂકવેલ આવક પર ટેક્સ વસુલાશે

- ITAT એ ટેક્સ ડિમાન્ડની નોટિસને યોગ્ય ગણાવી

- આકારણી વર્ષ ૨૦૧૨-૧૩ માટે સોર્સ પર ટેક્સ કાપ કર્યા વગર રૃ.૧,૧૧૪.૯૧ કરોડ ગૂગલ આર્યલેન્ડ લિ.ને ટ્રાન્સફર કરાયા હતા

નવી દિલ્હી,તા. 16 મે 2018, બુધવાર

ગૂગલ ઇન્ડિયાને આવકવેરાના એક કેસમાં એપેલેટ ટ્રિબ્યૂનલે પણ ઝટકો આપ્યો છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલે (ITAT) ગૂગલની જાહેરાતની આવકને ગૂગલ આયર્લેન્ડ લિ.ને મોકલવાના મામલે ટેક્સ માંગની આવકવેરા વિભાગની નોટિસને યોગ્ય ગણાવી છે.

આઇટીએટીની બેંગાલુરૃની બેન્ચે ૩૩૧ પેજના આદેશમાં ટેક્સ વિભાગની એ પ્રકારની દલીલને માન્યગણી છે જેમાં આ પ્રકારની ચુકવણી રોયલ્ટી છે અને તેથી તેની પર વિથહોલ્ડિંગ ટેક્સનો (સોર્સ પર ટેક્સ કાપ) કેસ બને છે.

ગૂગલ ઇન્ડિયાએ કહ્યું કે, તે આ વ્યવસ્થાને હાઇકોર્ટમાં પડકારશે. કંપનીએ ગૂગલ આર્યલેન્ડ લિ.ને કરવામાં આવેલી ચુકવણીને વર્ગીકરણને લઇને ITATમાં અપીલ દાખલ કરી હતી. ગૂગલ ઇન્ડિયાનો દાવો છે કે તે ભારતમાં જાહેરાતદાતાઓને ગૂગલ એડવર્ડ્સ કાર્યક્રમની ડિસ્ટ્રીબ્યૂટર છે.
 તેમાં તેને ડ્રિસ્ટીબ્યૂશનના કામ માટે મળનારો ચાર્જ કોઇ અધિકારના હસ્તાંતરણ કે કોઇ પેટન્ટ કે ઇનોવેશનના પ્રયોગના અધિકારના સોદાની ચુકવણી નથી, જેથી આની પર રોયલ્ટીની જેમ ટેક્સ ન લગાવી શકાય.

ટેક્સ ડિપાર્ટમેન્ટને જણાયું કે આકારણી વર્ષ ૨૦૧૨-૧૩ માટે સોર્સ પર ટેક્સ કાપ કર્યા વગર ૧,૧૧૪.૯૧ કરોડ રૃપિયા ગૂગલ આર્યલેન્ડ લિ.ને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આના આધારે વિભાગે ૨૫૮.૮૪ કરોડ રૃપિયાની ટેક્સ માંગની નોટિસ આપી. ગૂગલના પ્રવક્તાએ કહ્યું, અમે ભારતમાં બધા કર કાયદાનું પાલન કરીએ છીએ અને દરેક ટેક્સની ચુકવણી કરીએ છીએ. અમે આદેશ સામે અપીલ દાખલ કરીશું.

Post Comments