Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદી તથા રૃપિયો આંચકા પચાવી ઉંચકાયા : બ્રિટીશ પાઉન્ડ ઉંચેથી ઘટયો

- કરન્સી બજારમાં ડોલર વધ્યા ભાવથી ઘટયો

મુંબઈ,બુધવાર તા. 13 સપ્ટેમ્બર 2017

મુંબઈ ,સોના-ચાંદી બજારમાં આજે આંચકા પચાવી ભાવો ફરી વધી આવ્યા હતા.  વિશ્વ બજારના સમાચારો ઘટયા ભાવથી પ્રત્યાઘાતી  ઉછાળો બતાવતા  હતા. વિશ્વ  બજારમાં ડોલરના ભાવો વધતા અટકી ઘટાડા પર  રહેતાં તેના પગલે વૈશ્વિક સ્તરે સોનામાં  ઘટાડે હેજફંડો ફરી દાખલ થયાના સમાચારો   હતા. મુંબઈમાં  કરન્સી બજારમાં  ડોલરના ભાવો વધતા અટકી રૃ.૬૪.૦૪ વાળા નીચામાં  ૬૩.૯૬ થઈ છેલ્લે ભાવો  રૃ.૬૪ બોલાયા હતા. વિશ્વ બજારમાં  સોનાના ભાવો ઔંશના ૧૩૨૬.૨૦ ડોલરવાળા ઉંચામાં ૧૩૩૪ થઈ સાંજે ભાવો ૧૩૩૩.૫૦ ડોલર હતા.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઝવેરી બજારમાં ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું હતું. મુંબઈમાં  સોનાના ભાવો જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૮૭૦ વાળા ૨૯૯૯૫ ખુલી ૩૦૦૬૫ હતા. ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૦૨૦ વાળા ૩૦૧૪૫ ખુલી રૃ.૩૦૨૧૫ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવો  આ ભાવોથી  આશરે ૩ ટકા જેટલા ઉંચા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઔંશના ૧૭.૭૭ ડોલરવાળા  ઉંચામાં  સાંજે ભાવો  ૧૭.૯૫  ડોલર હતા.  મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના  ૪૦૫૧૫ વાળા ૪૦૭૨૫ ખુલી ૪૦૮૬૦ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવો રૃ.૪૦૭૫૦થી ૪૦૮૦૦ તથા જીએસટી સાથેના ભાવો  આશરે રૃ.૭૦૦થી ૮૦૦ જેટલા ઉંચા બોલાયા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો આશરે એક ટકો વધ્યો હતો. બ્રેન્ટક્રૂડના ભાવો બેરલદીઠ મોડી સાંજે ૫૪.૭૦ ડોલર તથા ન્યુયોર્કના  ભાવો ૪૮.૬૯ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના ઉત્પાદક દેશો ઉત્પાદન કાપનો અમલ વધુ ત્રણ મહિના માટે ચાલુ રાખવા વિચારણા કરી રહ્યાના સમાચારો મળ્યા છે.  ઈન્ટરનેશનલ  એનર્જી એજન્સીના  જણાવ્યા  મુજબ ક્રૂડતેલની માગમાં  ચાલુ વર્ષે નોંધપાત્ર વદ્ધી પાછલા બે વર્ષની સૌથી મોટી વૃદ્ધી  રહેશે એવો અંદાજ  બહાર પડતાં વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવો ઉંચા બોલાતા  રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ કિંમતી ધાતુઓ ઉંચકાઈ હતી. પ્લેટીનમના ભાવો મોડી સાંજે  ઔંશના ૯૮૬થી ૯૮૬.૧૦ ડોલર તથા પેલેડીયમના  ભાવો ૯૪૮થી ૯૪૮.૧૦ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં કોપરના ભાવો ૩ મહિનાની  ડિલીવરીના  ૬૫૭૧ ડોલર, ટીનના ભાવો ૨૦૬૫૫ ડોલર, નિકલના ભાવો ૧૧૬૦૦ ડોલર,  જસતના ભાવો ૩૦૪૯ ડોલર, સીસાના ભાવો ૨૨૯૮ ડોલર તથા એલ્યુ.ના ભાવો ૨૧૨૬ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં આજે  શેરબજારો ઉંચેથી નરમ હતા. ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવો  ઘટાડા પર હતા.  ન્યુયોર્ક બજારમાં   કોપરના ભાવો  રતલના ૩ ડોલરની અંદર ઉતરી  ૨.૯૯ ડોલર  બોલાતાં ૩ સપ્તાહની  નવી નીચી સપાટી દેખાઈ છે. વિશ્વ બજારમાં આજે  બ્રિટીશ પાઉન્ડ ઉંચેથી ઘટયો હતો. બેન્ક ઓફ ઈંગ્લેન્ડની ગુરૃવારે  મળનારી  મિટિંગ પર બજારની નજર હતી.  યુરોના ભાવો  ઉંચકાયા હતા.  ડોલર ઈન્ડેક્સ ઘટયો હતો. જાપાનની  કરન્સી  યેનના ભાવો ઉંચકાયા હતા.

ક્રૂડતેલની વૈશ્વિક માંગ વધી  ૨૦૧૫ પછીની નવી ઉંચી  સપાટીએ પહોંચશે:  વૈશ્વિક એજન્સીનો રિપોર્ટ  રજૂ થયો

Post Comments