Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદી તથા રૃપિયો ઉંચકાયો : હવે અમેરિકાના ફુગાવા પર બજારની નજર

- ક્રૂડતેલમાં મંદી અટકી ભાવ ફરી ૬૪ ડોલર પાર કરી ગયા

- નોર્થ કોરિયા તથા સાઉથ કોરિયા વચ્ચે વાતચીત તથા અમેરિકાનો પણ હકારાત્મક અભિગમ આ પ્રશ્ને હવે તંગદીલી હળવી કરે એવી શક્યતા

મુંબઈ,તા. 12 ફેબ્રુઆરી 2018, સોમવાર

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે  આંચકા પચાવી ભાવ ફરી વધી આવ્યા હતા.  વિશ્વ બજાર મક્કમ હતી, જોકે  ઘરઆંગણે કરન્સી બજારમાં રૃપિયા સામે ડોલરના ભાવ ઘટાડા પર હતા.  ડોલરના ભાવ રૃ.૬૪.૩૯ વાળા નીચામાં ૬૪.૨૩  રહ્યા પછી  છેલ્લે ભાવ ૬૪.૩૩ હતા. વિશ્વ બજારમાં  ડોલર ઘટતાં સોનાના ભાવ વૈશ્વિક સ્તરે ઉંચકાયાના સમાચાર હતા.  વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૧૩૧૫.૪૦ ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ ૧૩૨૫.૩૦ થઈ સાંજે ભાવ ૧૩૧૮.૩૦ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજાર પાથછળ ઘરઆંગણે પણ આજે મહાશિવરાત્રી  પૂરવે ભાવ વધી આવ્યા હતા. ઘટાડે માનસ લેવાનું હતું.

 વેચવાલી ધીમી પડી હતી.  મુંબઈમાં જીએસટી વગર ભાવ સોનાના ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૯૦૦ વાળા રૃ.૩૦૧૧૦ થઈ રૃ.૩૦૦૭૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૦૫૦ વાળા ૩૦૨૬૦ થઈ ૩૦૨૨૫ બંધ રહ્યા હતા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે  ૩ ટકા ઉંચા હતા.  દરમિયાન, મુંબઈમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના રૃ.૩૭૮૨૫ વાલા ૩૮૦૩૦ ખુલી રૃ.૩૭૯૨૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ   રૃ.૩૭૯૫૦થી ૩૮૦૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી  આશરે રૃ.૧૦૦૦ જેટલા  ઉંચા હતા. વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ ઔંશના ૧૬.૩૪ ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ ૧૬.૪૭ થઈ સાંજે ૧૬.૩૯ ડોલર રહ્યા હતા.  

દરમિયાન, વિશ્વ બજારમાં  હવને ખેલાડીઓની નજર અમેરિકામાં  બુધવારે બહાર પડનારા ફુગાવાના  આંકડાઓ પર રહી છે. એ દરમિયાન રિટેલ  સેલના આંકડા પણ આવશે. ફુગાવો ઉંચો આવશે તો ત્યાં વ્યાજ દર વૃદ્ધીની  શક્યતા  વધશે અને ડોલર ઉંચો જશે એવી સ્થિતિમાં  વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઘટી નીચામાં  ૧૩૦૫ ડોલર સુધી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, સાઉથ કોરિયા તથા નોર્થ કોરિયા  વચ્ચે વાતચીત શરૃ થવાની છે ઉપરાંત અમેરિકાના ઉપપ્રમુખે પણ આવી વાત  ચીનને હકારાત્મક  પ્રતિસાદ આપ્યો છે એ જોતાં  વૈશ્વિક સ્તરે હવે પછી આ પ્રશ્ને તંગદીલી હળવી થવાની આશા છે અને તેની અસર પણ સોનાના ભાવપર નરમાઈની થવાની  શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  સાઉથ કોરિયાની કરન્સી પણ ઉછળ્યાના સમાચાર હતા. ચીનમાં હવે  ટૂંકમાં  નવા વર્ષનો આરંભ થવાનો છે એ દરમિયાન ત્યાં રજાઓ રહેશે એ જોતાં   આગળ ઉપર વૈશ્વિક બજારોમાં ચીનની માગ રુંધાવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી આશરે બે ટકા ઉછળી  બેરલના ભાવ સાંજે બ્રેન્ટક્રૂડના  ૬૪.૦૦ ડોલર પાર કરી ગયા હતા જયારે   ન્યુયોર્કના  ભાવ ૬૦ ડોલર પાર કરી ૬૦.૪૨ ડોલર રહ્યા હતા.  કોપરના ભાવ પણ આંચકા પચાવી ફરી વધી ૩ મહિનાની ડિલીવરીના  ૬૮૩૯ ડોલર હતા ટીનના ભાવ ૨૧૧૬૭ ડોલર, નિકલના ભાવ ૧૩૦૭૭ ડોલર, જસતના ૩૩૯૭ ડોલર, સીસાના ૨૫૧૫ ડોલર તથા એલ્યુ.ના ભાવ ૨૧૩૭ ડોલર હતા ત્યાં આજે  લંડન એક્સ.માં કોપરનો સ્ટોક ૨૩૭૫ ટન ઘટયો હતો જ્યારે  એલ્યુ.નો સ્ટોક ૧૯૪૭૫ ટન અને ટીનનો સ્ટોક ૮૦ ટન વધ્યાના સમાચાર હતા.  

જોકે અન્ય ધાતુઓનો  સ્ટોક ઘટાડા પર રહ્યો હતો. નિકલનો સ્ટોક આજે ત્યાં   ૧૦૪૪ ટન,  સીસાનો ૧૪૫૦ ટન જસતનો ૨૭૦૦ ટન ઘટયાના નિર્દેશો હતા. ઘરઆંગણે હિન્દુસ્તાન  ઝીંકે જસતના ભાવ ટનના ૬૦૦૦ તથા સીસાના ભાવ ટનના રૃ.૪૭૦૦ ઘટાડયાના સમાચાર હતા.

Post Comments