Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના- ચાંદી તથા ક્રુડમાં તેજીનો ચમકારો જીએસટી સાથે ચાંદી રૃ.૪૦,૦૦૦ બોલાઈ

- સીરીયા પર અમેરિકા, બ્રિટન તથા ફ્રાંસના હવાઈ હુમલા વચ્ચે

- કરન્સી બજારમાં સોમવારે રૃપિયો ઘટવાની શક્યતા: આવતા સપ્તાહમાં ચીનના બહાર પડનારા જીડીપીના આંકડા પર હવે બજારની નજર

મુંબઇ, તા. 14 એપ્રિલ 2018, શનિવાર

મુંબઈ સોના- ચાંદી બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યાના નિર્દેશો હતા. અમેરિકા તથા ફ્રાંસ અને બ્રિટન દ્વારા સીરીયા ખાતે આવેલા રાસાયણીક શસ્ત્રોના કહેવાતો જથ્થો ધરાવતા વિસ્તારો પર હવાઈ હુમલાઓ શરુ કરવામાં આવ્યાના નિર્દેશો વચ્ચે વિશ્વના વિવિધ બજારોમાં આજે અજંપો બતાવાઈ રહ્યો હતો. આના પગલે અનિશ્ચિતતા વધતાં વિશ્વબજારમાં સોનામાં સેફ હેવનના સ્વરુપની માગ વધવાની ગણતરી બજારના જાણકારો આજે બતાવી રહ્યા હતા.

સીરીયાના પ્રશ્વે વૈશ્વિક સ્તરે તંગદીલી વધતાં ક્રુડતેલના ભાવ પણ ઉછળવાની ભીતી ઉભી થતાં તેની અસર પણ હવે પછી વિશ્વબજારમાં કિંમતી ધાતુઓ પર પડવાની શક્યતા બતાવાઈ રહી હતી.

સીરીયા પર હુમલાઓ શરુ થતાં આ પ્રશ્ને હવે રશિયા યુનાઈટેડ નેશન્સમાં જવાનું છે. રશિયા ઉપરાંત દેશને પણ આવા હવાઈ હુમલાઓ સામે નારાજગી બતાવી છે. એકંદરે પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે વિશ્વબજારના ખેલાડીઓ આ લખાય છે ત્યારે નવા બનાવોની રાહ જોઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૩૩૫.૭૦ ડોલરવાળા ઉછળી સપ્તાહના અંતરે ૧૩૪૬થી ૧૩૪૬.૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર વધતાં ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચકાતાં ઝવેરીબજારમાં આજે નવી વેચવાલી ઓછી રહી હતી. સામે માનસ લેવાનું રહ્યું હતું.

મુંબઈમાં સોનાના ભાવ ૧૦ ગ્રામવના જીએસટી વગર ૯૯.૫૦ના રૃ.૩૦૮૨૦ વાળા આજે બંધ બજારે વધી રૃ.૩૧૦૨૫થી ૩૧૦૧૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૃ.૩૦૯૭૦ વાળા વધી રૃ.૩૧૧૭૫થી ૩૧૨૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા જેટલા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૧૬.૪૮ ડોલરવાળી વધી ૧૬.૬૮થી ૧૬.૬૯ ડોલર છેલ્લે બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ  બજારમાં આજે બંધ બજારે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૃ.૩૮૪૮૦ વાળા વધી રૃ.૩૮૮૦૦થી ૩૮૮૫૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૃ.૧૦૦૦થી ૧૧૦૦ જેટલા ઉંચા બોલાઈ રહ્યા હતા. આમ જીએસટી સાથે ચાંદીના ભાવ આજે ઉછળી રૃ.૪૦ હજારને આંબી ગયા હતા.

વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ વધી બેરલદીઠ છેલ્લે બ્રેન્ટક્રુડના ૭૨.૫૦ ડોલરની સપાટી વટાવી ભાવ ૭૨.૫૭થી ૭૨.૫૮ ડોલર રહ્યાના સમાચાર હતા

જ્યારે ન્યુયોર્કના ભાવ વધી ૬૭ ડોલર પાર કરી છેલ્લે ભાવ ૬૭.૩૮થી ૬૭.૩૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં નેચરલ ગેસના ભાવ પણ ઉછળ્યા છે.

સોનાના ભાવ ઉંચકાતા વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ સપ્તાહના અંતે ઉંચા બોલાતા થયાના સમાચાર હતા. પ્લેટીનમના ભાવ વધી ઔંશના છેલ્લે ૯૩૧.૩૦થી ૯૩૧.૩૫ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી છેલ્લે ૯૮૮.૩૫થી ૯૮૮.૪૦ ડોલર રહ્યા છે.

સીરીયાના પ્રશ્ને અજંપો વધતાં વૈશ્વિક સ્તરે શેરબજારો ઘટવાની શક્યતા ઉભી થઈ છે. ઘરઆંગણે સોમવારે શેરબજારો ઘટવાની તથા કરન્સી બજારમાં ડોલર સામે રૃપિયાના ભાવ નીચા ઉતરવાની શક્યતા જાણકારો આજે બતાવી રહ્યા હતા.

દરમિયાન, આવતા સપ્તાહમાં ચીનમાં જીડીપીના આંકડા બહાર પડવાના છે અને આ આંકડા પ્રોત્સાહક આવવાની આશા તજજ્ઞાો બતાવી રહ્યા છે એ જોતાં હવે આ આંકડાઓ કેવા આવે છે તેના પર વૈશ્વિક ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની બજારોની નજર રહી છે.

Post Comments