Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદીમાં ઉભરા જેવા ઉછાળા: ક્રૂડતેલના ભાવ પણ ગબડી બે મહિનાના તળિયે ઉતર્યા

- અમેરિકામાં ફુગાવાના આંકડા પર નજર વચ્ચે

- ડોલર સામે રૃપિયો ઉંચકાયો: કોપર વધી ૭ હજાર ડોલર નજીક પહોંચ્યું : વિશ્વ બજારમાં ક્રૂડની માંગ સામે પુરવઠો ઉંચો રહેવાનો વર્તારો બહાર પડયો

મુંબઈ,તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે  આરંભમાં ભાવ ઉંચા ખુલ્યા પછી નીચા આવ્યા હતા.  વિશ્વ બજારના સમાચાર ઉછાળે વેચવાલી બતાવતા હતા.  મુંબઈમાં કરન્સી બજારમાં રૃપિયા સામે ડોલરના ભાવ ગબડયા હતા.  વિશ્વ બજારમાં પણ ડોલરના ભાવ વિવિધ કરન્સીઓ સામે દબાણ હેઠળ રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં  ડોલરના ભાવ રૃ.૬૪.૩૩ વાળા નીચામાં ૬૪.૦૪ થઈ છેલ્લે ૬૪.૦૯ હતા.

વિશ્વ બજારમાં ઔંશદીઠ સોનાના ભાવ ઉંચામાં ૧૩૩૬.૫૦ ડોલર રહ્યા  પચી ૧૩૨૯.૨૦ થઈ સાંજે ભાવ ૧૩૩૧.૧૦ ડોલર હતા.  મુંબઈમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવ જીએસટી  વગર ૯૯.૫૦ના રૃ.૩૦૨૦૦ વાળા ૩૦૨૭૫ ખુલી રૃ.૩૦૨૧૦ તથા ૯૯.૯૦ના ભાવ રૃ.૩૦૩૫૦ વાળા ૩૦૪૨૫ ખુલી રૃ.૩૦૩૬૦ બંધ હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ  આ ભાવથી આશરે ૩ ટકા જેટલા ઉંચા રહ્યા હતા. 

 વિશ્વ બજારમાં  ઔંશદીઠ ચાંદીના ભાવ ઉંચામાં  ૧૬.૬૬  ડોલર થયા પછી ભાવ ૧૬.૫૬ થઈ સાંજે ભાવ ૧૬.૬૧  ડોલર હતા.  મુંબઈમાં ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૃ.૩૮૩૫૦ વાળા રૃ.૩૮૨૭૦  ખુલી રૃ.૩૮૧૮૫ બંધ રહ્યા પછી  સાંજે ભાવ રૃ.૩૮૨૫૦થી ૩૮૩૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૃ.૧૦૦૦થી ૧૦૫૦ જેટલા ઉંચા હતા.

વિશ્વ બજારમાં જાપાનની કરન્સી યેનના ભાવ વધી ૧૫ મહિનાની ટોચે પહોંચ્યા હતા જ્યારે ડોલર નરમ હતો. પ્લેટીનમના ભાવ સાંજે ઔંશદીઠ ૯૭૭.૯૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૯૯૪થી ૯૯૪.૧૦ ડોલર હતા.  વિશ્વ બજારમાં  લખાય છે ત્યારે બધાની નજર અમેરિકામાં  બહાર પડનારા  ફુગાવાના આંકડા પર તથા રિટેલ સેલના આંકડા પર  રહી હતી.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટાડા પર  હતા. વૈશ્વિક સ્તરે  ૨૦૧૮માં ક્રુડતેલની  માગ વધશે છતાં સામે ક્રૂડતેલનો પુરવઠો નોંધપાત્ર વધતાં માગ કરતાં પુરવઠો ઉંચો રહેવાની શક્યતા જાણકારો બતાવતાં વિશ્વ બજારમાં  ભાવો ઘટાડા પર હતા.  સાંજે ક્રૂડેતલના ભાવ ઘટી બેરલદીઠ બ્રેન્ટક્રૂડના ૬૨.૪૫ ડોલર હતા.  ન્યુયોર્કના  ભાવ ઘટી ૫૯ ડોલરની અંદર ઉતરી સાંજે  ભાવ ૫૮.૭૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન કોપરના ભાવ વિશ્વ બજારમાં  વધી ૩ મહિનાની ડિલીવરીના  ૬૯૯૨ ડોલર બોલાતા ભાવ ૭ હજાર ડોલર નજીક પહોંચ્યા હતા.  ટીનના ભાવ ૨૧૬૧૫ ડોલર, નિકલના ભાવ ૧૩૫૫૦ ડોલર, એલ્યુ.ના ભાવ ૨૧૨૩ ડોલર, જસતના ૩૪૬૩ ડોલર તથા સીસાના ૨૫૪૬ ડોલર  હતા.  લંડન એક્સ.માં કોપરનો સ્ટોક ૬૦૦ ટન વધ્યો હતો અન્ય ધાતુઓ  સ્ટોક ઘટયાના  સમાચાર હતા ત્યાં ટીનનો સ્ટોક આજે  ૧૫ ટન, નિકલનો  સ્ટોક ૩૫૪ ટન, એલ્યુ.નો ૨૯૫૦ ટન,  જસતનો ૧૭૭૫ ટન તથા સીસાનો ૧૬૨૫ ટન ઘટયાના સમાચાર હતા.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ઘટી ૮ સપ્તાહના તળિયે ઉતર્યા છે. ચીનમાં હવે નવા વર્ષની  ઉજવણીની  રજાઓ શરૃ થવાની છે.  આ દરમિયાન  વિશ્વ બજારમાં  ચીનની નવી માગ રુંધાવાની શક્યતા છે.  અમેરિકામાં  ફુગાવો વધશે તો વ્યાજના દરો  વધવાની શક્યતા બળવત્તર બનસે એ જોતાં   હવે ડોલરના ભાવમાં ચાલ કેવી રહે છે તેના પર ખેલાડીઓની નજર રહી છે.

વિશ્વ બજારમાં યુરો તથા બ્રિટીશ પાઉન્ડના  ભાવ ઘટયા હતા.  દક્ષિણ આફ્રિકામાં  સત્તા પરિવર્તનનો પવન ફૂંકાતાં ત્યાંની કરન્સી ઉછળી ૩ વર્ષની ટોચે પહોંચી છે. 

Post Comments