Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદીના વાયદામાં પ્રવર્તતો નરમાઈનો માહોલ બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક ઘટાડો: ક્ડમાં ઢીલાશ

- કોટન તેમજ નેચરલ ગેસના વાયદામાં જારી રહેલી સતત પીછેહઠ

મુંબઈ,મંગળવાર તા.14 નવેમ્બર 2017

વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧,૭૬,૧૬૯ સોદામાં રૃ.૮,૭૭૦.૨૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનો હિસ્સો રૃ.૮,૭૨૪.૨૮ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૃ.૪૫.૯૫ કરોડનો રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૨૭,૬૬૦ સોદાઓમાં રૃ.૨,૨૪૮.૯૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનું એમસીએક્સ ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૨૯,૫૦૨ ખૂલી, ઊપરમાં રૃ.૨૯,૫૯૭ અને નીચામાં રૃ.૨૯,૪૪૨ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૪૨ ઘટીને રૃ.૨૯,૪૬૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૃ.૪૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૃ.૨૩,૭૧૪ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં તે રૃ.૬ ઘટીને ૧ ગ્રામદીઠ રૃ.૨,૯૫૬ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૃ.૩૯,૮૧૫ ખૂલી, ઊપરમાં રૃ.૩૯,૮૭૮ અને નીચામાં રૃ.૩૯,૫૭૩ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૃ.૨૭૧ ઘટીને રૃ.૩૯,૬૪૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર .૨૬૨ ઘટીને રૃ.૩૯,૬૬૩ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૃ.૨૫૪ ઘટીને રૃ.૩૯,૬૬૭ બંધ રહ્યા હતા.

બિનલોહ ધાતુઓમાં ૯૩,૨૩૪ સોદાઓમાં કુલ રૃ.૪,૨૧૭.૩૬ કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૭૫ પૈસા ઘટીને રૃ.૧૩૭.૧૦ અને તાંબુ નવેમ્બર રૃ.૨.૧૦ ઘટીને રૃ.૪૪૮.૮૦ થયા હતા, જ્યારે સીસું નવેમ્બર રૃ.૧.૭૫ ઘટીને રૃ.૧૬૩.૦૫ તથા નિકલ નવેમ્બર રૃ.૧૪.૬૦ ઘટીને પ્રથમ સત્રનાં અંતે રૃ.૮૦૨.૭૦ બંધ રહ્યા હતા. જસત નવેમ્બર રૃ.૧.૯ ઘટીને બંધમાં રૃ.૨૧૦.૮૫ના ભાવ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૮,૦૭૯ સોદાઓમાં રૃ.૧,૭૫૨.૧૫ કરોડનો ધંધો થયો હતો. ક્ડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૃ.૩,૭૧૦ ખૂલી, ઊપરમાં રૃ.૩,૭૧૪ અને નીચામાં રૃ.૩,૬૯૮ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૭ ઘટીને રૃ.૩,૭૦૩ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસનો નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૃ.૭.૬૦ ઘટીને બંધમાં રૃ.૨૦૩ રહ્યો હતો.

Post Comments