Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના- ચાંદીમાં મંદીનું મોજું : વિશ્વ બજારમાં ચાર મહિનાનું તળીયું દેખાયુ

- ડોલર વધી બે મહિનાની ટોચે : ક્રૂડ ૬૨ ડોલરની અંદર ખાબક્યુ

મુંબઈ,ગુરૃવાર તા. 07 ડિસેમ્બર 2017

મુંબઇ સોના- ચાંદી બજારમાં આજે મંદી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચારો સતત ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઉંચકાતા તથા ક્રૂડતેલ ઘટતા સોનાના ભાવ વૈશ્વિક સ્તરે દબાણ હેઠળ રહેતા ચાર મહિનાના તળીયે ભાવ ઉતરી ગયાના સમાચારો હતા. મુંબઇ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૃા. ૬૪/૫૦ વાળા રૃા. ૬૪/૪૮ રહ્યા પછી વધી છેલ્લે રૃા. ૬૪/૫૭ રહ્યા હતા.

 દરમિયાન, વિશ્વ બજારમાં આજે ઔંશદીઠ સોનાના ભાવ ૧૨૬૫/૮૦ ડોલરવાળા  નીચામાં ૧૨૫૨/૯૦ થઇ  સાંજે ભાવ ૧૨૫૩/૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓેની આયાત પડતર ગબડતાં ઝવેરી બજારમાં ભાવો ગબડતા રહ્યા છે. જો કે લગ્નસરાની મોસમ વચ્ચે ભાવ ગબડતાં ઝવેરી બજારમાં મોસમી માગ પણ વધ્યાના નિર્દેશો મળી રહ્યા છે. મુંબઇ બજારમાં આજે ૧૦ ગ્રામના સોનાના ભાવ જીએસટી વગર રૃા. ૨૮૯૮૫ વાળા રૃા. ૨૮૮૩૦ ખુલી રૃા. ૨૮૭૬૦ બંધ હતા જ્યાર ે ૯૯/૯૦ના ભાવ રૃા. ૨૯૧૩૫ વાળા રૃા. ૨૮૯૮૦ ખુલી રૃા. ૨૮૯૧૦ બંધ હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઇમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના રૃા. ૩૭૩૦૫ વાળા રૃા. ૩૬૮૦૦ ખુલી રૃા. ૩૬૮૭૦ બંધ રહ્યા પછી  સાંજે ભાવ રૃા. ૩૬૮૦૦ થી ૩૬૮૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૃા. ૧૫૦૦થી ૧૬૦૦ જેટલા ઉંચા બોલાઇ રહ્યા હતાં.

વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંશના ૧૬/૦૪ ડોલરવાળા નીચામાં ૧૫/૭૬ થઇ સાંજે ભાવ ૧૫/૭૮  ડોલર રહ્યાના સમાચારો હતાં.

દરમિયાન વિશ્વ બજારમાં ડોલર વધતાં વિવિધ કોમોડિટીઝના ભાવ ગબડયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવ વધી બે સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. ક્રૂડ તેલના ભાવ વિશ્વ બજારમાં ગબડી આજે સાંજે  બેરલદીઠ ભાવ બ્રેન્ટક્રૂડના ૬૨ ડોલરની  સપાટી તોડી ૬૧/૪૯ ડોલર રહ્યાના સમાચારો હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ગબડી ૫૬/૦૩ ડોલર રહ્યા હતા. સોનાના ભાવ મોડી સાંજે ૧૨૫૪/૨૦થી ૧૨૫૪/૨૫ ડોલર તથા ચાંદીના ભાવ ૧૫/૭૯થી ૧૫/૮૦  ડોર રહ્યા હતાં. પ્લેટીનમના ભાવ ઘટી ૯૦૦ ડોલરની અંદર ઉતરી ૮૯૭/૭૦થી ૮૯૭/૭૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૦૧/૧૦થી ૧૦૦૧/૧૫ ડોલર રહ્યા હતા. ન્યુયોર્કમાં કોપરના ભાવ આજે રતલના ૨૯૭/૪૦ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડ  તેના ભાવ ઘટી બે મહિનાના તળીયે ઉતર્યા છે. ઓસ્ટ્રેલીયન ડોલર ગબડી જૂન પછીના નવા નીચા તળીયે ઉતર્યો છે.

 જાપાનની કરન્સી યેનના ભાવ તૂટયા હતા. દમિયાન, અમેરિકામાં શુક્રવારે (આજે) બહાર પડનારા જોબ ગ્રોથના આંકડા પર વિશ્વ બજારની નજર રહી હતી.

Post Comments