Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદી તથા રૃપિયો ઉંચકાયા જ્યારે ક્રૂડ તેલમાં દોઢથી બે ટકાની પીછેહઠ

- કરન્સી બજારમાં ડોેલરના ભાવ ગબડયા

- અમેરિકામાં  ક્રૂડતેલનો સ્ટોક ૩૧ લાખ બેરલ્સ વધ્યો: આવતા વર્ષે ભાવ નીચા રહેવાની ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કરેલી આગાહી

મુંબઈ,ગુરૃવાર તા.12 ઓક્ટોબર 2017

મુંબઈ સોના-ચાંદી બજાર આજે  સોનામોં આંચકા પચાવી ભાવો ફરી વધી આવ્યા હતા.  ચાંદીમાં તેજી આગળ વધી હતી. કરન્સી  બજારમાં આજે  રૃપિયો ઉંચકાતા ડોલરમાં નવો ભાવ ઘટાડો  જોવા મળ્યો હતો. શેરબજારમાં   તેજી આવતાં તથા ફુગાવો ઘટતા ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદન  પોઝીટીવ આવતાં  કરન્સી બજારમાં રૃપિયો ઊંચકાયો હતો. ડોલરના ભાવો  રૃ.૬૫.૧૪ વાળા આજે ૬૫.૧૬ થયા પછી નીચામાં  ભાવો રૃ.૬૫.૦૩  થઈ છેલ્લે ભાવો રૃ.૬૫.૦૮  હતા.

દરમિયાન મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૬૯૫ વાળા ૨૯૮૧૦ ખુલી ૨૯૭૯૫ બંધ હતા જયારે  ૯૯.૯૦ના ભાવો ૨૯૮૪૫ વાળા ૨૯૯૬૦ ખુલી રૃ.૨૯૯૪૫ બંધ હતા.  જીએસટી સાથેના ભાવો આ ભાવોથી આશરે ૩ ટકા જેટલા ઉંચા બોલાતા હતા.  મુંબઈ ચાંદીના  ભાવો કિલોના ૯૯૯ના રૃ.૩૯૮૫૦ વાળા  રૃ.૩૯૯૭૫ ખુલી રૃ.૩૯૯૪૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો  રૃ.૩૯૮૫૦થી ૩૯૯૦૦ તથા જીએસટી સાથેના ભાવો આ ભાવોથી  આશરે રૃ.૧૧૫૦થી ૧૨૦૦ જેટલા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં  ઔંશદીઠ ભાવો સોનાના ૧૨૯૦ વાળા ઉંચામાં  ૧૨૯૬.૭૦ થઈ મોડી સાંજે ભાવો ૧૨૯૩.૪૦થી ૧૨૯૩.૫૦  ડોલર હતા. વિશ્વ બજારમાં  ચાંદીના ભાવો ૧૭.૧૨ ડોલરવાળા આજે  ઉંચામાં ૧૭.૨૪ થઈ સાંજે ભાવો ૧૭.૧૭થી ૧૭.૧૮  ડોલર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે  પણ ઝવેરી બજારમાં આજે  ભાવો ઉંચા બોલાતા હતા.  વિશ્વ બજારમાં ડોલરના ભાવો  દબાણ હેઠળ રહેતાં સોનામાં  હેજફંડોની લેવાલી આવી રહ્યાની ચર્ચા હતી.

દરમિયાન વિશ્વ બજારમાં મોડી સાંજે પેલેડીયમના ભાવો ૯૭૯.૨૫થી ૯૭૯.૩૦ ડોલર  તથા પ્લેટીનમના ભાવો  ૯૩૯.૫૦થી ૯૩૯.૫૫  ડોલર રહ્યાના સમાચારો હતા. ક્રૂડ તેલના ભાવો  વધતા અટકી  સાંજે  ઉંચા મથાળેથી  આશરે  દોઢથી પોમા બે ટકા  ગબડી સાંજે ભાવો બેરલના બ્રેન્ટ ક્રૂડના  ૫૬.૨૧ ડોલર તથા ન્યુયોર્કના  ભાવો ૫૦.૪૧  ડોલર હતા.  અમેરિકામાં  ક્રૂડતેલના સ્ટોક  આશરે ૩૧ લાખ બેરલ્સ વધ્યાના આંકડા ત્યાં   અમેરિકન   પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે બહાર પાડયાના સમાચારો હતા. ઈન્ટરનેશનલ એનર્જી  એજન્સીના જણાવ્યા મુજબ ૨૦૧૮માં  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવેો દબાણ હેઠળ રહેવાની શક્યતા છે.
દરમિયાન આજે  વિશ્વ બજારમાં કોપરના ભાવો  વધી ૬૮૦૦ ડોલર કુદાવી ૩ મહિનાના  ભાવો ૬૮૪૦ ડોલર રહ્યા હતા જ્યારે  ટીનના ભાવો વધી ૨૦૮૧૫  ડોલર, નિકલના  ભાવો વધી ૧૧ હજાર ડોલર પાર કરી ૧૧૨૪૫ ડોલર, એલ્યુ.ના ભાવો વધી ૨૧૪૭  ડોલર,  જસતના ભાવો વધી ૩૨૪૮  ડોલર તથા સીસાના  વધી ૨૫૬૬ ડોલર રહ્યા હતા ત્યાં લંડન એક્સ.માં  કોપરનો સ્ટોક  ૧૦૨૫ ટન ઘટયો હતો.   ટીનનો સ્ટોક  ૫૦ ટન વધ્યો હતો જયારે  નિકલનો સ્ટોક  ૨૬૮૨ ટન  વધ્યો હતો.   એલ્યુમિનિયમ, જસત તથા સીસાનો સ્ટોક ત્યાં આજે  ઘટયાના સમાચારો હતા.

Post Comments