Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કામદારો માટે દક્ષિણ ભારતની મિલોની ઈશાન રાજ્યો તરફ નજર

- ટેકસટાઈલ મિલોમાં સ્થળાંતરિત કામદારોની સંખ્યા ઊંચી ગઇ છે

ચેન્નાઈ, તા. 15 મે 2018, મંગળવાર

કામદારોની અછતનો સામનો કરી રહેલી દક્ષિણ ભારતની ટેકસટાઈલ મિલો કામદારોની જરૃરિયાતોને પહોંચી વળવા ઈશાનના રાજ્યો તરફ નજર દોડાવી  રહી છે. મિલોની વિનંતી પર ત્રિપુરા સરકારે પ્રતિસાદ પણ આપ્યો છે અને દક્ષિણ ભારતની મિલો સ્થળાંતર કરીને આવતા કામદારો માટે ખાસ આચાર સંહિતા તૈયાર કરવા ધારે છે.

દેશમાં કુલ સ્પિનિંગ ક્ષમતામાં અંદાજે ૪૫ ટકા તામિલનાડૂમાં આવેલી છે. આ ઉપરાંત નિટેડ ગારમેન્ટસની ૭૦ ટકા ઉત્પાદન ક્ષમતા તથા ૨૨ ટકા વીવિંગ ક્ષમતા પણ તામિલનાડૂમાં આવેલી છે.

ટેકસટાઈલ ક્ષેત્ર દ્વારા અંદાજે ૬૦ લાખ લોકો સીધો રોજગાર ધરાવે છે. ઉત્પાદન સવલતોમાં નોંધપાત્ર વધારો થતાં છેલ્લા ૧૦ વર્ષથી આ ક્ષેત્ર કામદારોની અછતનો સામનો કરી રહ્યું છે. કોઈમ્બતુર, તિરુપુર, દીંડીગુલ જેવા મુખ્ય મથકો ખાતે કુલ કર્મચારી બળમાંથી ૩૦થી ૯૦ ટકા સ્થળાંતરિત કામદારો રહ્યા છે, જેનો આધાર મિલો પર રહેતો હોય છે. દેશભરમાં માઈગ્રેન્ટ વર્કરોની માગમાં થઈ રહેલા વધારાને પરિણામે ટેકસટાઈલ મિલોમાં કામદારોની આવનજાવન વધી ગઈ છે, માટે દક્ષિણ ભારતની મિલો ઈશાનના રાજ્યો તરફ નજર દોડાવી રહી છે, એમ સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.

Post Comments