Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વધુમાં વધુ એડવાન્સ ટેકસ ચૂકવવા ટોચની કંપનીઓને આવક વેરા વિભાગની 'તાકીદ'

મુંબઈ,બુધવાર તા. 13 સપ્ટેમ્બર 2017

દેશની ટોચની કંપનીઓને તેમના દ્વારા આખા વર્ષમાં ચૂકવવાના રહેતા એડવાન્સ ટેકસમાંથી ૪૫ ટકા રકમ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવા આવક વેરા વિભાગ દ્વારા આગ્રહ કરવામાં આવી રહ્યો છે. ૧૫ સપ્ટેમ્બર એડવાન્સ ટેકસ ચૂકવવા માટેના બીજા ઈન્સ્ટોલમેન્ટની અંતિમ તારીખ છે.

આવક વેરા વિભાગના અધિકારીઓ દેશની એડવાન્સ ટેકસ ચૂકવતી કંપનીઓમાંથી ટોચની ૫૦થી પ૫ કંપનીઓના એકઝિકયૂટિવ્સને મળી રહ્યા છે અને સંપૂર્ણ વર્ષના એડવાન્સ ટેકસમાંથી ૪૫ ટકા રકમ ચૂકવી દેવા તેમને જણાવાઈ રહ્યું છે. તાજેતરમાં મળેલી બેઠકમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસિઝે (સીબીડીટી) આવક વેરા કમિશનરોને રેવેન્યુ કલેકશન વધારવા કમર કસવા સૂચના આપી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. વેરા વસૂલીના ઈચ્છીત વૃદ્ધિ દર સિદ્ધ કરવા સીબીડીટીએ ઓકટોબરની ડેડલાઈન નક્કી કરી છે.

એડવાન્સ ટેકસ કલેકશનના જુન ત્રિમાસિકના આંકડાનો ઉલ્લેખ કરતા સુત્રોએ જણાવ્યું હતું કે એડવાન્સ ટેકસ અને ટીડીએસની ચૂકવણી જુન ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ઘણી નીચી રહી છે.

આવક વેરા વિભાગના અધિકારીઓએ ટોચની કેટલીક કંપનીઓ સાથે ખાસ સંવાદ કાર્યક્રમ યોજીને તેમને વેરાની ચોક્કસ જોગવાઈઓ અને એડવાન્સ ટેકસની પ્રક્રિયાઓથી વાકેફ કર્યા હતા. કંપનીઓ સાથેના સંવાદ મારફત મળેલી માહિતી પર રિપોર્ટ તૈયાર કરવા પણ અધિકારીઓને સૂચના અપાઈ છે. વેરાની વસૂલી ટાર્ગેટ પ્રમાણે થયા કરે તેની સીબીડીટી ખાતરી રાખવા માગે છે.

કંપનીઓ દ્વારા એડવાન્સ ટેકસની ચૂકવણીમાં અસાત્યતાને કારણે વેરા વિભાગના અધિકારીઓએ કંપનીઓનો સંપર્ક સાધવાની આવશ્યકતા ઊભી થઈ હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

Post Comments