Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GICના IPOના પગલે પ્રાઇમરી માર્કેટ થકી ભંડોળ ઉભું કરવાનો નવો વિક્રમ રચાશે

- છેલ્લા એક વર્ષમાં મૂડીબજારમાં આવેલ આઇપીઓમાંથી નવ કંપનીના શેરના ભાવમાં ૧૦૦ ટકાથી વધુનો વધારો

અમદાવાદ, બુધવાર તા. 11 ઓક્ટોબર 2017

જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના આજે ખુલેલા આઇપીઓને ધ્યાનમાં રાખી વાત કરીએ તો ચાલુ વર્ષે પ્રાઇમરી માર્કેટ થકી ભંડોળ ઉભું કરવાનો એક નવો વિક્રમ રચાશે અગાઉ ૨૦૧૦માં આ રૃટ થકી સર્વાધિક ભંડોળ ઉભું કરાયું હતું.

સરકાર હસ્તકની વીમા ક્ષેત્રની જનરલ ઇન્સ્યુરન્સ કંપની આઇપીઓ થકી રૃા. ૧૧૩૭૦ કરોડ ઉભા કરવા આજે મૂડીબજારમાં પ્રવેશી છે જેને આજે પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડયો છે.

આ ઇશ્યુ પૂર્ણ થવાની સાથે પ્રાઇમરી માર્કેટ થકી ભંડોળ ઉભું કરવા સંદર્ભે એક નવો વિક્રમ રચાશે.

ચાલુ વર્ષે જનરલ ઇન્સ્યુરન્સના આઇપીઓ સહિત આઇપીઓ થકી અંદાજે રૃા. ૫૨૧૨૫ કરોડનું ભંડોળ ઉભું કરાશે. જે અગાઉના ૨૦૧૦ના વર્ષનો રેકોર્ડ તોડશે ૨૦૧૦માં આઇપીઓ થકી રૃા. ૩૭૫૩૫ કરોડ ઉભા કરાયા હતા.

આ રકમને ડોલરમાં ગણતરીમાં લઈએ તો ભારતે ચાલુ વર્ષે આઇપીઓ થકી ૮.૨ અબજ ડોલર ઉભા કર્યા છે. વૈશ્વિક સ્તરે અમેરિકામાં પ્રાઇમરી માર્કેટ થકી ૩૫.૭૭ અબજ ડોલર અને આયર્લેન્ડમાં ૭.૯૫ અબજ ડોલર ઉભા કરાયા છે.

તાજેતરમાં મૂડીબજારમાં પ્રવેશેલ જીઆઇસીનો ઇસ્યુ દેશનો બીજા ક્રમનો મોટો ઇશ્યુ છે. પ્રથમ નંબરે કોલ ઇન્ડિયાએ આઇપીઓ થકી રૃા. ૧૫૨૦૦ કરોડ ઉભા કર્યા હતા. જ્યારે ત્રીજા નંબરે રિલાયન્સ પાવરે રૃા. ૧૧૭૦૦ કરોડ ઉભા કર્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે રહેશે કે, ચાલુ વર્ષે મૂડીબજારમાં આવેલ આઇપીઓ પૈકી નવ કંપનીના શેર અત્યાર સુધીમાં ૧૦૦ ટકાથી વધુ ઉછળી ગયા છે. જેમાં પ્રથમ ક્રમાંકે એવન્યુ સુપર માર્કેટ આવે છે

QIP થકી પણ વિક્રમી ભંડોળ ઠલવાયું

પ્રાઇમરી માર્કેટમાં ક્વોલીફાઇડ ઇન્સ્ટીટયુશનલ પ્લેસમેન્ટ દ્વારા પણ વિક્રમી ભંડોળ ઠલવાયું છે. ચાલુ વર્ષે અત્યાર સુધી ૨૦ કંપનીઓએ આ રૃટ થકી રૃા. ૩૮૬૮૨ કરોડ ઠાલવવામાં આવ્યા છે.

IPO લાવનાર કંપનીના શેરોમાં

૧૦૦ ટકાથી પણ વધુના ઉછાળા

કંપની

લિસ્ટીંગ

ઇસ્યુ

હાલનો

ઉછાળો

-

તારીખ

ભાવ (રૃા.)

ભાવ (રૃા.)

(ટકામાં)

એવન્યુ સુપર માર્કેટ

૨૧ માર્ચ, ૨૦૧૭

૨૯૯.૦૦

૧૨૩૧.૨૫

૩૧૧.૭૯

શંકરા બિલ્ડર્સ

૫ એપ્રિલ, ૨૦૧૭

૪૬૦.૦૦

૧૫૧૬.૦૦

૨૨૯.૫૭

મેજીસ્ટીક રીસર્ચ

૧૪ ડિસે. ૨૦૧૬

૧૧૪.૦૦

૩૨૪.૧૦

૧૮૪.૩૦

સાલસર ટેક્નો.

૨૫ જુલાઈ, ૨૦૧૭

૧૦૮.૦૦

૨૮૨.૯૫

૧૬૧.૯૯

CDSL .

જૂન ૩૦, ૨૦૧૭

૧૪૯.૦૦

૩૮૮.૫૦

૧૬૦.૭૪

એન્ડયુરસ ટેક્નો.

૧૯ એપ્રિલ, ૨૦૧૬

૪૭૨.૦૦

૧૦૯૮.૭૫

૧૩૨.૭૯

એપેક્સ ફ્રોઝન

૦૪ સપ્ટે. ૨૦૧૭

૧૭૫.૦૦

૪૦૫.૦૦

૧૩૧.૪૩

PSP પ્રોજેક્ટ

૨૯ મે, ૨૦૧૭

૨૧૦.૦૦

૪૩૪.૦૦

૧૦૬.૬૭

શીલા ફોર્મ

૦૯ ડિસે. ૨૦૧૬

૭૩૦.૦૦

૧૪૭૧.૧૫

૧૦૧.૫૩

 

Post Comments