Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રિપ્ટો કરન્સી બિટકોઈને પ્રાૃથમ જ વખત ૫૦૦૦ ડોલરની સપાટી કુદાવી

નવી દિલ્હી, ગુરુવાર તા.12 ઓક્ટોબર 2017

બિટકોઈન જેવી અદ્રષ્ય (ક્રિપ્ટો) કરન્સીઝ ઓફર કરતા એકસચેન્જોની વેબસાઈટસના એકસેસસને  પોતાના દેશમાં બ્લોક કરવાની રશિયાએ ચીમકી આપ્યાના બે દિવસમાં જ  બિટકોઈનના ભાવમાં ગુરુવારે જબ્બર ઉછાળો જોવાયો હતો અને આ કરન્સીએ પ્રથમ જ વખત ૫૦૦૦ ડોલરની સપાટી કુદાવી હતી. છેલ્લા બે સપ્તાહમાં ગુરુવારે પ્રથમ વખત બિટકોઈનમાં પ્રારંભિક ટ્રેડમાં સાત ટકાનો ઉછાળો જોવાયો હતો.

બિટકોઈન એ એક સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે અને એક મહિનામાં તેમાં ૭૫ ટકાની રેલી જોવા મળી છે.  વર્ષ ૨૦૧૭ના પ્રારંભથી આ કરન્સીની  કિંમતમાં પાંચ ગણો વધારો થયો છે.

સરકાર દ્વારા માન્ય ન હોય તેવી સંસ્થાઓ દ્વારા જારી કરાતી કોઈપણ પ્રકારની કરન્સીને રશિયાના સત્તાવાળાઓએ પ્રારંભમાં ગેરકાયદે ગણાવી હતી અને આવા પ્રકારની કરન્સીનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે એમ જણાવ્યું હતું. જો કે વૈશ્વિક સ્તરે પ્રચલિત બની રહેલી ક્રિપ્ટો કરન્સીઝનો સ્વીકાર કરવાનું ચાલુ કર્યું હતું.

Post Comments