Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘઉં તથા રાયડાના વાવેતરમાં ઘટ જ્યારે ચણાની વાવણી તરફ ખેડૂતોનું આકર્ષણ વધ્યું

- મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં ઓછા વરસાદથી પાકપાણી પર અસર

નવી દિલ્હી, તા. ૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં દૂકાળની સ્થિતિ તથા ખેડૂતો દ્વારા નફાકારક ચણાના વાવેતર તરફ વધેલા આકર્ષણને કારણે વર્તમાન રવી મોસમમાં ઘઉં તથા રાયડાના એકરેજમાં ઘટાડો જોવા મળ્યો છે.

સતત બીજા વર્ષે પણ પાકના નચીચા ભાવને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો નિરાશ થયા છે. જળાશયોમાં પાણીની સપાટી ગયા વર્ષની સરખામણીએ નીચી ગઈ છે.

દેશમાં આ વર્ષે ઘઉંનું વાવેતર ૨.૯૫ કરોડ હેકટર વિસ્તાર પર પૂરું થયું છે જે ગયા વર્ષના ૧૨ જાન્યુઆરી સુધીના ગાળાની સરખામણીએ ૧૪.૪૦ લાખ હેકટર ઓછું છે. દેશમાં ઘઉં ઉપરાંત રાયડો અને ચણા મુખ્ય રવી પાક છે. રાયડાનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ ૩.૫૦ લાખ હેકટર ઓછો લેવાયો હોવાનું કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે. રાજસ્થાનના કેટલાક ભાગમાં નૈઋત્યનું ચોમાસું નબળું રહેતા રાયડાના વાવેતર પર તેની અસર પડી છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢે ૫૨ જિલ્લાઓમાં દૂકાળ જાહેર કર્યો છે. નીચું ઉત્પાદન છતાં આ ત્રણેય રાજ્યોમાં ઘઉંને બાદ કરતા અન્ય રવી પાકના ભાવ ટેકાના ભાવથી નીચે ગયા છે.

એકંદરે ૬.૦૯ કરોડ હેકટર વિસ્તાર પર રવી પાકનું વાવેતર પૂરું થયું છે જે ગયા વર્ષના આ સમયગાળા કરતા ૫.૫૮ લાખ હેકટર ઓછું છે. ચણાનું વાવેતર ગયા વર્ષ કરતા આઠ ટકા વધુ લેવાયું હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે. નાણાં વર્ષ ૨૦૧૮માં કૃષિ તથા સંલગ્ન પ્રવૃતિઓનું ગ્રોસ વેલ્યુ એડેડ ૨.૧૦ ટકા ઘટવા સંભવ છે. રવી તથા ખરીફ ઉત્પાદનમાં ઘટાડાને કારણે આ સ્થિતિ જોવાઈ રહી છે.

Post Comments