Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશની કૃષિ નિકાસ વધારવા બાર્ટર પદ્ધતિ અપનાવવા નિકાસકારોએ સરકાર સમક્ષ કરેલી રજુઆત

- ખેત પેદાશોની અછતવાળા દેશો ખાતે નિકાસ વધારવાના પગલાં લેવા પર ભાર

મુંબઈ, શુક્રવાર તા.12 જાન્યુઆરી 2018

દેશની કૃષિ તથા તેની સાથે સંલગ્ન ઉત્પાદનોની નિકાસ વધારવા માટે કૃષિ ઉત્પાદનોની અછત ધરાવતા દેશો સાથે બાર્ટર વ્યવસ્થા ઊભી કરવા દેશના નિકાસકારોએ સરકારને વિનંતી કરી છે.  અનેક દેશો દ્વારા લાગુ કરાયેલી મર્યાદાઓનો સામનો કરી રહેલી ભારતની કૃષિ પેદાશોની નિકાસ છેલ્લા ચાર વર્ષમાં ૧૯ ટકા ઘટીને ૨૦૧૬-૧૭માં ૩૨ અબજ ડોલર રહી છે જે ૨૦૧૩-૧૪માં ૩૯.૬૦ અબજ ડોલર રહી હતી.

આજ ગાળા દરમિયાન કૃષિ તથા તેને સંલગ્ન ઉત્પાદનોની આયાત ૬૬ ટકા વધીને ૨૦૧૬-૧૭માં ૨૪.૨૦ અબજ ડોલર રહી છે જે ૨૦૧૩-૧૪માં ૧૪.૬૦ અબજ ડોલર રહી હતી. આમ કૃષિ વેપારમાં ભારતની વેપાર પુરાંત ચાર વર્ષમાં ૨૫ અબજ ડોલરથી ઘટીને ૭.૮૦ અબજ ડોલર પર આવી ગઈ છે. યુરોપના દેશો, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરીઆ અને ચીન જેવા રાષ્ટ્રો કાર, ઈલેકટ્રોનિક આઈટેમ્સ તથા અન્ય કિંમતી માલસામાનનું ભારતમાં ડમ્પિંગ કરી રહ્યા છે અને પોતાના દેશમાં જેની અછત છે તેવા માલની આયાત કરવાના ધોરણનું પાલન કર્યા વગર આ ડમ્પિંગ કરાઈ રહ્યું છે. આવા ઉત્પાદનોનો ભારત મોટો ઉત્પાદક દેશ છે, એમ  એક નિકાસકારે જણાવ્યું હતું.

ઉદાહરણ તરીકે જોવા જઈએ તો યુરોપયિન યુનિયને ભારતના બાસમતિને નકારી કાઢયા છે. આ માટે પેસ્ટિસાઈડની હાજરી હોવાનું બહાનું આગળ ધરવામાં આવ્યું છે, જ્યારે બીજી બાજુ યુરોપિયન યુનિયન ભારતમાં કાર્સ, ઓલિવ્સ તથા અન્ય માલસામાનની મોટેપાયે નિકાસ કરી રહ્યા છે. યુરોપમાં બાસમતિ ચોખાની આમપણ અછત છે.

આવી સ્થિતિમાં આપણે કૃષિ અછતવાળા દેશો સાથે બાર્ટર સિસ્ટમ (માલની સામે માલ) શરૃ કરવી જોઈએ. જો ભારત કેલિફોર્નિયા ખાતેથી  બદામની આયાત કરી શકતું હોય તો અમેરિકાએ ભારત ખાતેથી હોર્ટિકલ્ચર, ડેરી તથા અન્ય ઉત્પાદનોની આયાત કરવી જોઈએ, એમ પણ નિકાસકારે જણાવ્યું હતું. ક્રોપ કેર ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કેન્દ્રના નાણાં મંત્રાલયને બજેટ પહેલાની પોતાની રજુઆતમાં  દેશની કૃષિ નિકાસ વધારવા પર ખાસ ધ્યાન આપવા અનુરોધ કર્યો છે.

Post Comments