Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશમાં ખાંડનું ઉત્પાદન વધવાનો મુકાઇ રહેલો અંદાજ : નવા વર્ષમાં આયાત કરવી પડશે નહિ

- વૈશ્વિક સ્તરે ખાંડમાં આ વર્ષે આશરે ૨૩ ટકા જેટલા ભાવ ઘટયા

મુંબઇ, મંગળવાર તા.14 નવેમ્બર 2017

ભારતમાં ખાંડનું ઉત્પાદન જે તાજેતરમાં ઘટીને સાત વર્ષના તળીયે ઉતરી ગયું હતું તે હવે ફરી વધવાના એંધાણ મળી રહ્યા છે. દેશમાં શેરડીનું વાવેતર વધ્યાના નિર્દેશો મળ્યા છે. વરસાદ પણ અકંદરે સારો થયો છે. દેશમાં   ઓક્ટોબરના આરંભ સાથે ખાંડની નવી મોસમ શરૃ થઇ ગઇ છે  તથા ૨૦૧૭-૧૮ની આ નવી ખાંડ મોસમમાં ઉત્પાદન વધીને ૨૫૮/૮૬ લાખ ટન થવાને અંદાજ જાણકારો બતાવી રહબ્યા છે.

 દેશમાં શેરડી તથા ખાંડનું ઉત્પાદન કરતા વિવિધ મુખ્ય રાજ્યોમાં ખેડૂતોને મળીને તથા ખાંડ મિલરોને મળીને તાજેતરમાં વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના પગલે આ  અંદાજો  બહાર પાડવામાં આવ્યો હોવાનું  જાણકારોએ   જણાવ્યું હતું.

તાજેતરમાં સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિના દરમિયાન આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. પાછલા ત્રણ ખાંડ વર્ષ પછી આ પ્રથમ વખત ઉત્પાદન વૃદ્ધીનો અંદાજ બહાર આવ્યો છે. તથા ૨૦૧૪-૧૫ની ખાંડ મોસમ પછીનો આ સૌથી મોટો ઉત્પાદન વધારો થવાની શક્યતા તજજ્ઞાોએ દર્શાવી હતી. ૨૦૧૪-૧૫ની ખાંડ મોસમમાં દેશમાં ખાંડનું ઉત્પાદન ૨૮૩ લાખ ટન થતું હતું.

જો કે ઇન્ડિયન સુગર મિલ્સ એસોસીએશનના અંદાજ મુજબ ૨૦૧૭-૧૮ના ખાંડ વર્ષમાં ઉત્પાદન ૨૫૧ લાખ ટન થવાની શક્યતા બતાવાઇ છે.

ભારતમાં ઉત્પાદન વધવાની આશાએ વૈશ્વિક સ્તરે ખાંડમાં સરપ્લસના પગલે વિશ્વ બજારમાં ખાંડના ભાવો આ વર્ષે આશરે ૨૩ ટકા જેટલા ઘટયા છે. યુરોપીયન યુનિયન દ્વારા ક્વોટાને તીલાંજલી આપવામાં આવતાં યુરોપથી ખાંડની નિકાસમાં વૃદ્ધી થવાની આશા જન્મી છે.

થાઇલેન્ડમાં પણ ઉત્પાદન વધી રહ્યાના વાવડ મળ્યા છે. ભારતમાં હવે પછી ખાંડની આયાત કરવાની જરૃર પડશે નહિ એવું ખાંડ ઉત્પાદકોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. દેશમાં મહારાષ્ટ્ર તથા ઉત્તર- પ્રદેશમાં આ વર્ષે હવામાન સાનુકૂળ રહ્યું છે. શેરડીનો પાક વધવાની આશા જન્મી છે.

શેરજીના વાવેતરમાં આશરે ૪/૮૦ ટકાની વૃદ્ધી થઇ છે.  જૂનથી સપ્ટેમ્બરમાં દેશમાં વરસાદ સારો થયો છે. જો કે આધ્રમાં શેરડીનું વાવેતર ઘટયાની વાતો બહાર આવી છે. એકંદરે દેશમાં ૨૦૧૭-૧૮ના વર્ષમાં શેરડીનું ઉત્પાદન આશરે ૨૪ ટકા વધી ૩૭/૯૦ કરોડ ટન થવાની શક્યતા છે. યુ.પી.માં વાવેતર ૩૩ ટકા વધ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં વાવેતર વૃદ્ધી ૨૫ ટકા,  ગુજરાતમાં ૧૯ ટકા તથા કર્ણાટકમાં ૧૮ ટકા થવાનો અંદાજ બતાવાયો છે.  જો કે તામિલનાડુ તથા આંધ્રમાં વાવેતરમાં ઘટાડો થવાની શક્યતા બતાવાઇ છે. ૨૦૧૬-૧૭માં દેશમાં ખાંડનું ઉત્પાદન ઇન્ડિયન સુગર મિલ્સ એસોસીએશન મુજબ ૨૦૩ લાખ ટન થયું છે જ્યારે આ સર્વે મુજબ આ ઉત્પાદન ૨૩૦/૧૬ લાખ ટન થયું છે. આમ ઉત્પાદન સંદર્ભમાં વિવિધ આંકડાઓમાં તફાવત જણાયો છે.

Post Comments