Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મથકોએ સોયાબીન તથા એરંડાની આવકોમાં થયેલો ઘટાડો: પલ્ટાયેલું હવામાન જવાબદાર

- સિંગતેલ તથા પામતેલમાં સામસામા રાહ વચ્ચે મિશ્ર વલણ

- સોયાબીનની ઓલ ઈન્ડિયા આવકો ઘટી બુધવારે ૩ લાખ ગુણી નોંધાઈ જે તાજેતરમાં વધી પાંચ લાખ ગુણીની ઉપર આવી હતી

મુંબઈ, તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જ્યારે સિંગતેલમાં ઉછાળો પચાવાઈ રહ્યો હતો. નવી માંગ  આજે ધીમી પડી હતી.   પામતેલમાં સોમવાર તથા મંગળવાર દરમિયાન ખાસ્સા વેપારો  ધીમા હતા.   વિશ્વ બજારમાં આજે  મલેશિયામાં  પામતેલનો વાયદો  ઘટી છેલ્લે  ૧૧, ૨૨, ૨૬ તથા ૨૫ પોઈન્ટ માઈનસમાં  બંધ હતો.   પામ પ્રોડકટના ભાવો  અઢીથી પાંચ  ડોલર ઘટયા હતા.

અમેરિકામાં શિકાગો  સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫થી ૬ પોઈન્ટ વધ્યા પછી આજે  પ્રોજેકશનમાં ભાવો સાંજે  ૯થી ૧૦ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. ત્યાં ઓવરનાઈટ સમાચારોમાં સોયાબીનન ો   વાયદો ૧૦૦, ૧૦૨, ૯૬ તથા ૯૨ પોઈન્ટ  ઉછળ્યો હતો સોયાખોળનો વાયદો ૫૯, ૫૮, ૫૭ તથા ૫૪ પોેઈન્ટ વધ્યો હતો.   જોકે ન્યુયોર્ક  કોટન વાયદો  ઓવરનાઈટ ૭,૭  તથા  ૨ પોઈન્ટનો ધીમો ઘટાડો બતાવી રહ્યો હતો. દરમિયાન, મુંબઈમાં આજે ૧૦ કિલોના ભાવો પામતેલના  હવાલા રિસેલના ઘટી ૬૪૦ તથા  જેએનપીટીના ૬૩૫ હતા.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ  કંડલાના ભાવો  ઘટી ૫૭૫ હતા.   સીપીઓ વાયદાના ભાવો  ૫૭૯.૫૦ રહ્યા પછી  ૫૭૩.૨૦ થઈ સાંજે ભાવો ૫૭૪.૫૦ હતા જયારે સોયાતેલવાયદાના ભાવો  ૭૨૫.૮૦ થઈ નીચામાં  ૭૨૧.૫૦ રહી સાંજે ભાવો ૭૨૨થી ૭૨૨.૫૦   આસપાસ રહ્યા હતા.

મુંબઈમાં આજે સિંગતેલના ભાવો ૧૦ કિલોના રૃ.૯૩૦થી ૯૩૫ આસપાસ મક્કમ હતા  જયારે  રાજકોટ બાજુ ભાવો ૮૯૦થી ૯૦૦ તથા ૧૫ કિલોના  રૃ.૧૪૨૦થી ૧૪૩૦ રહ્યા હતા. મુંબઈમાં  સોયાતેલ રિફા.ના ભાવો રૃ.૭૧૫ વાળા ૭૧૦ હતા જ્યારે   સનફલાવરના ભાવો  રૃ.૬૭૦ તથા રિફા.ના  ૭૨૭ વાળા  ૭૨૫  હતા. કોપરેલના  રૃ.૧૭૧૦ વાળા વધી રૃ.૧૭૩૦ હતા.  દક્ષિણના સમાચારો પ્રોત્સાહક હતા.   મુંબઈમાં કપાસિયા તેલના ભાવો ૭૦૫ વાળા ૭૦૦ હતા. દિવેલના ભાવો રૃ.૨ ઘટી  કોમર્શિયલના ૯૫૫, એફએસજીના રૃ.૯૬૫ તથા એફએસજી કંડલાના ૯૪૩ રહ્યા હતા.   મુંબઈ હાજર એરંડાના ભાવો  ૪૬૩૫ વાળા ૪૬૨૫ હતા.  મુંબઈ ખોળ બજારમાં આજે તેજી અટકી ભાવો ઉંચા મથાળે  અથડાતા હતા.

દરમિયાન વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ મલેશિયામાં નવેમ્બર અંતનો સ્ટોક આશરે  ૧૧થી ૧૨ ટકા વધી આશરે ૨૪.૪૦ લાખ ટન જેટલો  સિલ્લક રહ્યો છે.  નવેમ્બરમાં  ઉત્પાદન  ૩ ટકા ઘટી ૧૯.૫૦ લાખ ટન જેટલું  થયું છે. નવેમ્બરમાં  ત્યાંથી  પામતેલની કુલ નિકાસ  આશરે ૬ ટકા ઘટી  ૧૪.૫૦ લાખ ટનની થઈ છે.  આ બધા અંદાજાઓ છે તથા ત્યાં સરકારના સત્તાવાર આંકડા ૧૨મી ડિસેમ્બરે  આવતા મંગળવારે  આવવાના છે.  ઈન્ડોનેશિયામાં   ચાલુ વર્ષે પામતેલનું  ઉત્પાદન  વધ્યું છે. ત્યાંથી  ચાલુ વર્ષે નિકાસ પણ વદી છે. દરમિયાન, વિશ્વ બજારમાં  આજે સનફલાવરના ભાવ વિવિધ ડિલીવરીના સીઆઈએફ ધોરણે ૮૦૫થી ૮૧૦ ડોલર હતા જ્યારે આવતા વર્ષના એપ્રિલથી  જૂનના ભાવો ૮૧૭.૫૦ ડોલર રહ્યા હતા.

ઘરઆંગણે આજે  સોયાબીનની આવકો મધ્ય-પ્રદેશ બાજુ મથકોએ  આશરે ૧ લાખ ૩૦ હજાર ગુણી આવી હતી ત્યાં  સોયાબીનના હાજર ભાવો  ૨૮૫૦થી ૩૦૫૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૃ.૨૯૭૫થી ૩૦૫૦ રહ્યા હતા.  દરમિયાન,   મહારાષ્ટ્રમાં  આવી આવકો આજે ૧ લાખ ગુણીની તથા રાજસ્થાન બાજુ આશરે ૪૦ હજાર ગુણીની આવી હતી તથા ઓલ ઈન્ડિયા  ઓવકો ઘટી આજે  ૩ લાખ ગુણી આવ્યાનું બજારે જણાવ્યું હતું. હવામાનમાં  તાજેતરના  ફેરફારોના પગલે સોયાબીનની આવકો ઘટયાની ચર્ચા હતી.

એરંડાની  આવકો પણ આજે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ ઘટી આશરે ૬થી ૭ હજાર ગુણી આવી હતી તથા ત્યાં   એરંડાના હાજર  ભાવો ગામડાના   ૮૭૫થી ૮૮૦  હતા.  એરંડા વાયદો સૂસ્ત હતો. દરમિયાન  હૈદ્રાબાદ  બાજુ હજાર ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો ૪૪૫૦ તથા દિવેલના ભાવો  રૃ.૮૯૦  રહ્યાના સમાચારો હતા.  દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે ભાવો સાંકડી વધઘટે અથડાતા હતા. એરંડા વાયદાના ભાવો સાંજે ડિસેમ્બરના રૃ.૪૫૫૧ તથા જાન્યુઆરીના રૃ.૪૬૦૯ રહ્યાના સમાચારો હતા.

Post Comments