Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોલરની તેજી અટકી : ૨૮ પૈસા નબળો પડીને રૃ.૬૭.૭૯ : ક્રુડ વધતું અટકીને ઘટીને ૭૭.૮૪ ડોલર

- સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી

- બેંક, ઓઈલ-ગેસ શેરોમાં ધોવાણે સેન્સેક્સ ૧૫૬ પોઈન્ટ ઘટીને ૩૫૩૮૮

- નિફટી સ્પોટ ૬૧ પોઈન્ટ ઘટીને ૧૦૭૪૧ : એફએમસીજી, રિયાલ્ટી શેરોમાં આકર્ષણ : એફઆઈઆઈની કેશમાં રૃ.૬૯૯ કરોડ, ફયુચર્સમાં રૃ.૧૧૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ, તા. 16 મે 2018, બુધવાર

આંતરરાષ્ટ્રીય મોરચે ફરી નોર્થ કોરિયાએ અમેરિકા સમિટમાં નહીં જોડાવાની ચીમકી આપતાં સર્જાયેલા જીઓપોલિટિકલ ટેન્શનના પરિણામે વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ એશીયાના બજારોમાં આજે નરમાઈ રહેતાં ભારતીય શેર બજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ ફંડોએ અફડાતફડીના અંતે બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં નરમાઈ જોવાઈ હતી. નોર્થ કોરિયા ટેન્શન સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ફરી વધતાં જઈને ૭૯ ડોલરની સપાટીને ગઈકાલે પાર કરી જતાં તેમ જ રાષ્ટ્રીય પરિબળો પૈકી બેંકિંગ ક્ષેત્રે પંજાબ નેશનલ બેંક(પીએનબી) દ્વારા નિરવ મોદી કૌભાંડના પરિણામે ગઈકાલે ચોથા ત્રિમાસિકમાં રૃ.૧૩૪૦૦ કરોડની જંગી ચોખ્ખી ખોટ નોંધાવાતાં અને એક પછી એક પીએસયુ બેંકોની કથળતી હાલતે બેંકો પર ધિરાણ મેળવવા પર અંકુશો મૂકાવા લાગતાં અને બેંકોના ટોચના અધિકારીઓની કૌભાંડોમાં સંડોવણી મામલે તપાસના ચક્રો ગતિમાન થતાં બેંકોની હાલત આગામી દિવસોમાં વધુ કંગાળ થવાના એંધાણે બેંકિંગ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ વધ્યું હતું. આ સાથે કર્ણાટક ચૂંટણીના પરિણામમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતીના અભાવ અનિશ્ચિતતા પ્રવર્તિ રહી હોઈ બજારનું સેન્ટીમેન્ટ વધુ ખરાબ થયું હતું. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીનો વ્યાપ આજે ઘટતો જોવાયો હતી. એફએમસીજી શેરોમાં લેવાલીના આકર્ષણ સામે બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ધોવાણે સેન્સેક્સ અફડાતફડીના અંતે સેન્સેક્સ ૧૫૬.૦૬ પોઈન્ટ ઘટીને ૩૫૩૮૭.૮૮ અને નિફટી સ્પોટ ૬૦.૭૫ પોઈન્ટ ઘટીને ૧૦૭૪૧.૧૦ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ બે-તરફી અફડાતફડીમાં ઉપરમાં ૩૫૫૪૩ અને નીચામાં ૩૫૨૪૧ થઈ અંતે ૧૫૬ પોઈન્ટ ઘટીને ૩૫૩૮૮
ટ્રેડીંગની શરૃઆત આજે સાવચેતીમાં નરમાઈએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૫૫૪૩.૯૪ સામે ૩૫૪૫૨.૩૫ મથાળે ખુલીને આરંભથી જ ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગતાં નરમાઈ બાદ એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવરમાં ફંડોએ મોટી લેવાલી કરતાં અને આઈટીસીમાં પણ આકર્ષણ સાથે વિપ્રો, ટાટા મોટર્સ ડીવીઆર, યશ બેંક, એશીયન પેઈન્ટસ, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસમાં આકર્ષણે ફરી મજબૂત બનીને ૩૫૫૪૩.૮૯ સુધી આવ્યો હતો. જે  બેંકિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક સહિતમાં વેચવાલી અને ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસી સહિતમાં નરમાઈ સાથે લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૩૫૨૪૧.૬૩ સુધી ગબડી અંતે ૧૫૬.૦૬ પોઈન્ટ ઘટીને ૩૫૩૮૭.૮૮ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૦૮૦૦ની સપાટી ફરી ગુમાવી : નીચામાં ૧૦૬૯૯ સુધી આવી અંતે ૬૧ પોઈન્ટ તૂટીને ૧૦૭૪૧
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦૮૦૧.૮૫ સામે ૧૦૭૫૧.૯૫ મથાળે ખુલીને આરંભમાં નરમાઈ બાદ હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી સહિતમાં એફએમસીજી શેરોમાં તેજીએ અને પસંદગીના અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણે વધીને ૧૦૭૯૦.૪૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ બેંકિંગ શેરોમમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી શેરો સાથે ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, ગેઈલ ઈન્ડિયા, એચપીસીએલ સહિતમાં ઓફલોડિંગ થતાં અને હિન્દાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, અદાણી પોર્ટસ સહિતમાં વેચવાલીએ ઘટીને ૧૦૬૯૯.૭૦ સુધી આવી અંતે ૬૦.૭૫ પોઈન્ટ ઘટીને ૧૦૭૪૧.૧૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૦,૮૦૦નો કોલ ૧૧૧.૭૫ થી ઘટીને ૬૩.૪૦ થઈ અંતે ૭૭ : નિફટી ૧૧,૦૦૦નો કોલ ૨૯.૫૦ થી ઘટીને ૧૬.૯૫
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડો તેજીના વેપારમાંથી હળવા થતાં જોવાયા હતા. નિફટી ૧૦,૮૦૦નો કોલ ૨,૬૪,૫૭૮ કોન્ટ્રેકટસમાં રૃ.૨૧,૫૮૯.૮૨ કરોડના કામકાજે ૧૧૧.૭૫ સામે ૧૦૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૦૪.૮૫ થઈ તૂટીને ૬૩.૪૦ સુધી આવી અંતે ૭૭ રહ્યો હતો. નિફટી ૧૦,૭૦૦નો કોલ ૨,૫૩,૪૦૫ કોન્ટ્રેકટસમાં રૃ.૨,૫૩,૪૦૫ કોન્ટ્રેકટસમાં રૃ.૨૦,૪૭૯.૩૯ કરોડના કામકાજે ૬૨.૯૦ સામે ૮૦.૪૫ મથાળે ખુલીને નીચામાં ૫૬.૫૦ થઈ વધીને ૯૪.૪૦ સુધી પહોંચી અંતે ૭૩ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો કોલ ૨,૪૪,૮૯૮ કોન્ટ્રેકટસમાં રૃ.૨૦,૨૩૭.૭૧ કરોડના કામકાજે ૨૯.૫૦ સામે ૨૬ મથાળે ખુલીને ઉપરમાં ૨૭.૮૦ થઈ ઘટીને ૧૧.૨૫ સુધી આવી અંતે ૧૬.૯૫ રહ્યો હતો.

નિફટી મે ફયુચર ૧૦,૮૧૮ થી ઘટીને ૧૦,૭૬૩ : બેંક નિફટી ફયુચર ૨૬૫૧૨ થી તૂટીને ૨૬૨૧૭
નિફટી મે ફયુચર ૧,૨૮,૧૮૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦,૩૪૮.૭૦ કરોડના કામકાજે ૧૦,૮૧૮.૬૦  સામે ૧૦,૭૭૦.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૦,૮૧૪ થઈ ઘટીને ૧૦,૭૨૧.૫૦ સુધી આવી અંતે ૧૦,૭૬૩.૯૫ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૧,૦૮,૬૫૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૧,૪૨૧.૧૭ કરોડના કામકાજે ૨૬,૫૧૨.૨૫ સામે ૨૬.૩૧૯.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૬,૪૬૨.૪૦ થઈ ઘટીને ૨૬,૧૩૬.૭૫ સુધી આવી અંતે ૨૬,૨૧૭.૫૦ રહ્યો હતો. નિફટી ૧૦,૫૦૦નો પુટ ૨૮ સામે ૩૩.૮૦ મથાળે ખુલીને નીચામાં ૨૨.૬૦ અને ઉપરમાં ૪૦ થઈ અંતે ૩૦ રહ્યો હતો. નિફટી ૧૦,૪૦૦નો પુટ ૧૮.૫૦ સામે ૨૪.૯૦ ખુલીને ઉપરમાં ૨૫.૮૦ થઈ ઘટીને ૧૪.૩૫ થઈ અંતે ૧૮.૪૦ રહ્યો હતો. નિફટી ૧૧,૧૦૦નો કોલ ૧૨.૧૫ સામે ૭ ખુલીને ઉપરમાં ૧૧.૨૫ થઈ ઘટીને ૩.૩૦ સુધી આવી અંતે ૭ રહ્યો હતો. નિફટી ૧૧,૨૦૦નો કોલ ૪.૮૫ સામે ૨.૭૫ ખુલીને ઉપરમાં ૪.૮૫ થઈ ઘટીને ૨.૫૦ સુધી આવી અંતે ૩.૩૫ રહ્યો હતો.

આઈટીસીના પરિણામે એફએમસીજી શેરોમાં તેજી : હિન્દુસ્તાન યુનિલિવર રૃ.૫૮ ઉછળીને રૃ.૧૫૭૪ : આઈટીસી રૃ.૪ વધીને રૃ.૨૮૬
એફએમસીજી શેરોમાં આજે આઈટીસીના ત્રિમાસિક પરિણામ પાછળ ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. આઈટીસી લિમિટેડનો ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ૯.૮૬ ટકા વધીને રૃ.૨૯૩૨.૭૧ કરોડ અને કુલ આવક ૨૬.૪૮ ટકા ઘટીને રૃ.૧૧૩૨૯.૭૪ કરોડ થતાં શેરમાં ફંડોની લેવાલીએ રૃ.૪.૧૫ વધીને રૃ.૨૮૫.૯૫ રહ્યો હતો. હિન્દુસ્તાન યુનિલિવર રૃ.૫૮.૨૦ વધીને રૃ.૧૫૭૪.૨૦ રહ્યો હતો. પરાગ મિલ્ક રૃ.૧૬.૫૦ વધીને રૃ.૩૪૫.૮૦, જયોતી લેબ રૃ.૧૮.૫૦ વધીને રૃ.૩૯૧.૭૦, એડીએફ ફૂડ રૃ.૮.૭૦ વધીને રૃ.૨૫૬.૪૫, પ્રભાત ડેરી રૃ.૪.૭૦ વધીને રૃ.૧૮૦.૬૦, કોલગેટ પામોલીવ રૃ.૨૫ વધીને રૃ.૧૧૭૩.૯૫, મેરિકો રૃ.૬.૬૫ વધીને રૃ.૩૧૮.૨૦, બ્રિટાનીયા રૃ.૧૧૨.૮૦ વધીને રૃ.૫૫૬૧.૪૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૮૪.૧૧ પોઈન્ટ વધીને ૧૧૩૪૪.૦૬ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં પસંદગીનું આકર્ષણ : ઈન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ, ફિનિક્સ, ડીએલએફ, શોભા ડેવલપર્સ વધ્યા
રિયાલ્ટી શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. ઈન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ રૃ.૨૨.૭૦ વધીને રૃ.૨૦૮.૮૦, ફિનિક્સ રૃ.૧૩.૨૫ વધીને રૃ.૬૮૧.૧૦, ડીએલએફ રૃ.૨.૪૫ વધીને રૃ.૨૦૫.૭૫, શોભા ડેવલપર્સ રૃ.૨.૭૫ વધીને રૃ.૫૩૪.૩૫, પ્રેસ્ટિજ રૃ.૨૭૫.૯૫ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં પીએનબીના કંગાળ પરિણામે સતત ધોવાણ : પીએનબી રૃ.૧૦ તૂટીને રૃ.૭૫ : આઈસીઆઈસીઆઈ  ઘટયા
બેંકિંગ શેરોમાં ગઈકાલે પંજાબ નેશનલ બેંક(પીએનબી)ના ત્રિમાસિક પરિણામ નિરવ મોદી કૌભાંડના પરિણામે એનપીએમાં જંગી વધારો થતાં બેંકે રૃ.૧૩૪૦૦ કરોડથી વધુ ચોખ્ખી ખોટ નોંધાવતાં શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી રહી હતી. પીએનબી રૃ.૧૦.૪૫ તૂટીને રૃ.૭૫.૫૫, બેંક ઓફ બરોડા રૃ.૭.૩૦ ઘટીને રૃ.૧૩૨.૪૦, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૧૦.૧૦ ઘટીને રૃ.૨૯૭.૯૦, ફેડરલ બેંક રૃ.૨.૬૦ ઘટીને રૃ.૮૩.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૫.૪૫ ઘટીને રૃ.૨૪૩.૧૫, એચડીએફસી બેંક રૃ.૧૪.૭૫ ઘટીને રૃ.૨૦૨૪.૪૫ રહ્યા હતા. અન્ય પીએસયુ બેંક શેરોમાં સિન્ડિકેટ બેંક રૃ.૬.૧૫ તૂટીને રૃ.૪૩.૮૫, કોર્પોરેશન બેંક રૃ.૧.૫૦ ઘટીને રૃ.૨૬, અલ્હાબાદ બેંક રૃ.૧.૬૦ ઘટીને રૃ.૩૮.૮૦, ઓરિએન્ટલ બેંક રૃ.૩.૦૫ ઘટીને રૃ.૭૮.૮૫, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૨.૩૦ ઘટીને રૃ.૯૫, ઈન્ડિયન બેંક રૃ.૫.૫૦ ઘટીને રૃ.૩૦૧.૩૦, વિજ્યા બેંક રૃ.૧ ઘટીને રૃ.૫૮.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૪૯ પોઈન્ટ તૂટીને ૧૮૯૭૧.૯૦ રહ્યો હતો.

ક્રુડ ઓઈલ બ્રેન્ટ તેજી અટકીને ઘટીને ૭૭.૮૪ ડોલર : નાયમેક્ષ ૭૦.૯૩ ડોલર : રિલાયન્સ, બીપીસીએલ,ઓએનજીસી ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે બ્રેન્ટના ૭૯ ડોલરની સપાટી ઈન્ટ્રા-ડે કુદાવી ગયા બાદ પાછા ફરીને આજે સાધારણ ઘટાડા તરફી રહ્યા હતા. સાંજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૫૯ સેન્ટ ઘટીને ૭૭.૮૪ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૩૮ સેન્ટ ઘટીને ૭૦.૯૩ ડોલર રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં આજે નરમાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૨૨.૯૦ ઘટીને રૃ.૯૬૫.૪૫, પેટ્રોનેટ એલએનજી રૃ.૬.૩૦ ઘટીને રૃ.૨૦૩, ગેઈલ ઈન્ડિયા રૃ.૮.૫૫ ઘટીને રૃ.૩૩૦.૮૫, બીપીસીએલ રૃ.૬.૫૫ ઘટીને રૃ.૩૯૯.૧૦, એચપીસીએલ રૃ.૪.૫૦ ઘટીને રૃ.૩૧૮.૩૦, ઓએનજીસી રૃ.૧.૭૦ ઘટીને રૃ.૧૮૭.૦૫, આઈઓસી રૃ.૧.૧૫ ઘટીને રૃ.૧૬૬.૨૦ રહ્યા હતા.

એરિકશનની આરકોમ સામે નાદારીની કાર્યવાહીના એનસીએલટીના આદેશે શેર તૂટીને રૃ.૧.૯૦ તૂટીને રૃ.૧૦.૫૫
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સો એરિકશન દ્વારા ફાઈલ કરાયેલી પીટીશનમાં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ(એનસીએલટી) દ્વારા આરકોમ સામે નાદારીની કાર્યવાહી શરૃ કરવા આદેશ આપવામાં આવ્યાના સમાચારે આરકોમનો શેર આજે રૃ.૧.૯૦ તૂટીને રૃ.૧૦.૫૫ રહ્યો હતો. રિલાયન્સ નેવલ ૯૫ પૈસા ગબડીને રૃ.૧૨.૭૦, રિલાયન્સ પાવર રૃ.૩૩.૩૫, રિલાયન્સ કેપિટલ રૃ.૩૭૪.૮૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ફંડો, ખેલંદાઓનું ઓફલોડિંગ છતાં વેચવાલીનો વ્યાપ ઘટયો : ૧૬૪૫ શેરો નેગેટીવ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. અલબત વેચવાલીનો વ્યાપ આજે ઘટતો જોવાયો હતો. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૫૭ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૯૯૩ અને ઘટનારની સંખ્યા ૧૬૪૫ રહી હતી. ૨૩૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

Post Comments