Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાકભાજી,મિઠાઈના ઊંચા ભાવથી દિવાળી ખર્ચાળ બનશે

- પાછોતરા વરસાદ તાથા જીએસટીએ ખાદ્ય પદાર્થોને મોંઘા બનાવ્યાનું ચિત્ર

- અવારનવાર વરસાદને કારણે શાકભાજીના ભાવ વધ્યા: જીએસટીનો અમલ અને સાકર તથા લેબર કોસ્ટ મોઘી થતાં મિઠાઈ બનાવવાના ખર્ચમાં વધારો: શાકભાજી તથા મિઠાઈના ભાવમાં ૩૫ ટકા જેટલો વધારો

મુંબઈ,ગુરૃવાર તા.12 ઓક્ટોબર 2017

મુંબઈ તથા દિલ્હી શહેરોમાં ફટાકડાના વેચાણ પર કોર્ટના ગ્રહણ લાગી જતા દિવાળીની રોનક ઝાંખી પડવાની શકયતા જોવાઈ રહી છે ત્યારે શાકભાજી અને મિઠાઈના ઊંચા ભાવ દિવાળીના તહેવારને  સામાન્ય માણસ માટે વધુ ખર્ચાળ બનાવી દેશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. શાકભાજી તથા મિઠાઈના ભાવમાં ૩૫ ટકા જેટલો વધારો થયો છે. ગયા સપ્તાહમાં અવારનવાર વરસાદને કારણે શાકભાજીના ભાવ વધ્યા છે જ્યારે સાકર તથા લેબર કોસ્ટ મોેંઘી થતાં મિઠાઈ બનાવવાના ખર્ચમાં વધારો થયો છે, એમ સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત સરકારે મિઠાઈઓ પર જીએસટી લાગુ કર્યો છે તેને કારણે પણ મિઠાઈઓ મોંઘી બની છે. જે  કાજુકતરીના ભાવ ગયા વર્ષે પ્રતિ કિલો રૃપિયા ૬૦૦ હતા તે આ વર્ષે વધીને રૃપિયા ૮૦૦ થઈ ગયા છે. આ ઉપરાંત લાડુ તથા બરફીની કિંમતોમાં પણ ૨૦થી ૨૫ ટકા જેટલો વધારો થયો છે.

મિઠાઈ બનાવવામાં વપરાતા કાચા માલની કિંમતોમાં જો કે ખાસ વધારો થયો નથી. અન્ન તથા નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા તૈયાર કરાતા આંકડા પ્રમાણે જોવા જઈએ તો, હોલસેલમાં ખાંડના ભાવ પ્રતિ કિલો રૃપિયા ૪૦ આસપાસ બોલાઈ રહ્યા છે જે ગયા વર્ષની સરખામણીએ સાત ટકા જેટલા વધુ છે. દૂધ તથા ઘઉંના ભાવ પાંચથી ૬ ટકા જેટલા વધ્યા છે.

જો કે ઘઉંનો લોટ રિટેલમાં ૧૦ ટકા મોંઘો થયો છે. આ વર્ષે ચોમાસુ પાછું ખેંચાવામાં ઢીલ થતાં  અનેક રાજ્યોમાં શેરડીની લણણી કરવાનું મુશકેલ બની ગયું હતું. લણણી ઓછી રહેતા શેરડીની પિલાણ કામગીરી પર પણ અસર પડી છે. આને કારણે ખાંડના ભાવ મક્કમ થયા છે, જે એક મહિના સુધી જોવા મળશે એમ ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.

ગયા સપ્તાહથી અનેક રાજ્યોમાં પડી રહેલા વરસાદને કારણે શાકભાજીની કાપણી મુશકેલ બની ગઈ છે. માલ બગડી જવાના ભયે ખેડૂતો કાપણી કરવાથી પણ દૂર રહ્યા હતા. મુંબઈ જથ્થાબંધ બજારની વાત કરીએ તો ૨૯ સપ્ટેમ્બર બાદ રિંગણાના ભાવમાં ૪૦ ટકા, કોબી ૧૦ ટકા, ફલાવર ૭૦ ટકા, કાંદા ૬૫ ટકા મોંઘા થયાનું જોવા મળે છે.

Post Comments