Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આવક વેરાનો મહત્તમ સ્લેબ ઘટાડીને ૨૦ ટકા રાખવા સરકાર સમક્ષ ઉદ્યોગોની રજુઆત

- દરેક ચીજવસ્તુને જીએસટી હેઠળ આવરી લેવા કરાયેલી માંગણી

નવી દિલ્હી, ગુરૃવાર તા. 07 ડિસેમ્બર 2017

આવક વેરાનો સ્લેબ ઘટાડીને ૨૦ ટકા રાખવા, જીએસટીના સ્લેબ ઓછા કરવા અને દરેક ચીજવસ્તુને જીએસટી હેઠળ આવરી લેવા સહિતની વિવિધ રજુઆતો ભારતીય ઉદ્યોગો અને વેપાર પ્રતિનિધિઓ દ્વારા બુધવારે નાણાં પ્રધાન અરુણ જેટલી સમક્ષ કરવામાં આવી હતી.

બજેટ પૂર્વેની સલાહમસલત અંગેની બેઠક દરમિયાન જેટલીએ ઉદ્યોગોને ભારતને મજબૂત બનાવવા માળખાકીય ક્ષેત્રમાં રોકાણ કરવા અનુરોધ કર્યો હતો. જાહેર તથા વિદેશી રોકાણ સાથે ખાનગી ઈન્વેસ્ટમેન્ટ પણ  ભારતમાં  વિકાસને વેગ આપવા અને રોજગાર વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે એમ જેટલીએ જણાવ્યું હતું.

માળખાકીય ક્ષેત્રમાં રોકાણ વધારવા નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફન્ડની સ્થાપના સહિતના પગલાં ભારત સરકારે હાથ ધર્યા છે. ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે આવકવેરાનો મહત્તમ દર ઘટાડીને વીસ ટકા પર લાવવા સહિતના વિવિધ સૂચનો વેપાર પ્રતિનિધિઓ દ્વારા નાણાં પ્રધાનને કરાયા હોવાનું નાણાં મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું હતું.

આ ઉપરાંત જીએસટી હેઠળ હાલમાં જે બાકાત છે તે દરેક ચીજવસ્તુને સમાવી લેવાની પણ ઉદ્યોગોએ રજુઆત કરી છે. જીએસટી હેઠળ રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા જે ત્રિમાસિક છે તે મર્યાદા દરેકને પૂરી પાડવા પણ માગણી કરાઈ છે. હાલમાં દોઢ કરોડથી વધુના ટર્નઓવર સાથેના કરદાતાને આ સવલત અપાઈ છે. સંસ્થાઓ અને જાહેર જનતાને બેન્કસ રીકેપિટલાઈઝેશન બોન્ડસની ખરીદી કરવા દેવાની પરવાનગી અપાવી જોઈએ એવી પણ ઉદ્યોગોએ સરકારને વિનંતી કરી હોવાનું નિવેદનમાં જણાવાયું છે.

Post Comments