Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૌભાંડો તેમજ છેતરપિંડી વચ્ચે સતત સપડાયેલી ક્રિપ્ટોકરન્સીઝના વેપારની ભારતમાં છૂટ મળે તેવી વકી

- અભ્યાસ કરવા રચાયેલી સમિતિ વર્ચ્યુલ કરન્સી પર પ્રતિબંધની તરફેણમાં નહીં હોવાની ચર્ચા

મુંબઈ,તા.13 જૂન 2018, બુધવાર

ક્રિપ્ટોકરન્સીઝના વેપારને લઈને દેશમાં અનેક કૌભાંડો છાપે ચડયા છે એટલું જ નહીં વિદેશમાં છેતરપિંડીના પણ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે ભારત સરકાર ક્રિપ્ટોકરન્સીઝના વેપારને છૂટ આપે તેવી શકયતા છે.

ક્રિપ્ટોકરન્સીઝના વેપાર અંગે અભ્યાસ કરવા સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિ તેના પર પ્રતિબંધની તરફેણમાં નહીં હોવાનું જણાય રહ્યું છે. સમિતિ કેટલીક શરતો સાથે ક્રિપ્ટોકરન્સીઝમાં વેપાર કરવાની છૂટ આપવાની ભલામણ કરે તેવી શકયતા છે.

૨૦૧૮ની ૬ઠ્ઠી એપ્રિલના રોજ રિઝર્વ બેન્કે એક નોટિસ મારફત વર્ચ્યુલ કરન્સીઝના વ્યવહાર કરવા સામે બેન્કો, ઈ-વોલેટસ તથા પેમેન્ટ ગેટવે પ્રોવાઈડરોને મનાઈ ફરમાવી હતી. આ નોટિસને પગલે બેન્કોને વર્ચ્યુલ કરન્સીઝમાં વેપાર કરતા એકસચેન્જો અને ટ્રેડરોને તેમના ખાતાનો ઉપયોગ કરતા અટકાવવાની ફરજ પડી હતી.

રિઝર્વ બેન્કના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે જેની સુનાવણી ૨૦ જુલાઈના હાથ ધરાશે. રિઝર્વ બેન્કે લાગતાવળગતાઓ સાથે સલાહમસલત કર્યા વગર અને વ્યવહારુ કારણો પૂરા પાડયા વગર વેપાર પર અંકૂશ મૂકી દીધો હોવાની દલીલ સાથે નોટિસને પડકારવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન એક કન્સલટન્ટ દ્વારા કરાયેલી આરટીઆઈ અરજીના જવાબમાં રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે, વર્ચ્યુલ કરન્સીઝ પર નજર કરી શકે તેવી કોઈ ઈન્ટરનલ કમિટિ પોતાની પાસે નથી. જો કે ભારતમાં વર્ચ્યુલ કરન્સીઝનો અભ્યાસ કરવા નાણાં મંત્રાલય હેઠળ રચાયેલી બે વિવિધ સમિતિઓનો રિઝર્વ બેન્ક હિસ્સો છે.

ક્રિપ્ટોકરન્સીઝ પર એપ્રિલમાં પ્રતિબંધ મૂકવા પહેલા પોતે કોઈ સંશોધન અથવા સલાહમસલત કરી નહીં હોવાનું રિઝર્વ બેન્કે સ્પષ્ટ જણાવ્યું છે. નિર્ણય લેવા પહેલા રિઝર્વ બેન્કે બ્લોકચેઈનના કન્સેપ્ટ પર અભ્યાસ કરવા પણ કોઈ સમિતિ રચી નહોતી.

છેલ્લા અનેક સમયથી ક્રિપ્ટોકરન્સીઝ છેતરપિંડીને લઈને વિવાદમાં છે. હજુ ગયા સપ્તાહમાં જ  દક્ષિણ કોરિયાના એક ક્રિપ્ટોકરન્સી એકસચેન્જને હેક કરીને ૪૬ અબજ ડોલરની ક્રિપ્ટોકરન્સીની તફડંચીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અગાઉ જાન્યુઆરીમાં જાપાનના એક એકસચેન્જમાં ૫૦ કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સીની તફડંચી થઈ હતી.

આ ઘટનાઓને પગલે બિટકોઈનના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો અને વર્તમાન વર્ષમાં બિટકોઈન ૫૩ ટકાથી પણ વધુ તૂટી ગઈ છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન બુધવારે ઘટીને ૬૪૩૫ ડોલર બોલાતો હતો. 

Post Comments