Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોટનના વાયદામાં મંદીની આગેકૂચ

મુંબઈ, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં મંદીની આગેકૂચ રહી હતીકૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદા રૃ.૧૭૦થી રૃ.૨૧૦ની રેન્જમાં ઘટયા હતા. કોટનનો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૃ.૧૮,૭૭૦ ખૂલી, ઊપરમાં રૃ.૧૮,૭૯૦ અને નીચામાં રૃ.૧૮,૬૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૨૧૦ ઘટી રૃ.૧૮,૬૨૦ બંધ રહ્યો હતો. સીપીઓના ત્રણેય વાયદા રૃ.૩.૪૦થી રૃ.૪.૨૦ જેટલા સુધર્યા હતા.

સીપીઓનો સપ્ટેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૃ.૫૩૫.૧૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૃ.૪ વધી રૃ.૫૩૯.૪૦ બંધ રહ્યો હતો. એલચીના ચારેય વાયદા રૃ.૩૨.૪૦થી રૃ.૪૭.૧૦ની રેન્જમાં વધ્યા હતા. એલચીનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૃ.૧,૨૫૯ ખૂલી, ઊપરમાં રૃ.૧,૨૭૬.૩૦ અને નીચામાં રૃ.૧,૨૪૦.૧૦ રહી અંતે રૃ.૩૨.૯૦ વધી રૃ.૧,૨૭૨.૧૦ બંધ રહ્યો હતો.

મરીનો સપ્ટેમ્બર વાયદો ૧૦૦ કિલોદીઠ રૃ.૧,૩૧૦ અને ઓક્ટોબર વાયદો રૃ.૧,૨૩૫ ઘટી અનુક્રમે રૃ.૪૮,૦૬૦ અને રૃ.૪૫,૫૦૫ રહ્યા હતા. આરબીડી પામોલીનનો સપ્ટેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૃ.૧૫.૯૦ ઘટી રૃ.૫૫૨.૧૦ બંધ રહ્યો હતો, જ્યારે મેન્થા તેલનો સપ્ટેમ્બર વાયદો રૃ.૧.૨૦ વધી બંધમાં રૃ.૧,૨૦૩.૯૦ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૮,૬૨૫ સોદામાં રૃ.૧,૫૨૨.૪૮ કરોડનાં ૫,૦૯૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૨૨,૦૪૨ સોદામાં રૃ.૧,૦૫૧.૭૭ કરોડનાં ૨૫૬.૧૭૨ ટનના વેપાર થયા હતા.
 

Keywords Cotton,futures,rally,

Post Comments