Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોટન વાયદામાં ધૂમ કામકાજ સાથે ભાવમાં સેંકડા વધ્યા જ્યારે ક્રૂડમાં થયેલી પીછેહઠ

- સોનાના વાયદામાં સુધારો અને ચાંદીમાં નરમ હવામાનનો દોર જારી

મુંબઈ,બુધવાર તા. 11 જાન્યુઆરી 2017
એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદાઓમાં સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં ૧,૭૪,૬૬૬ સોદામાં રૃ.૭,૬૪૬.૨૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ ચાલુ રહી સોનામાં વધુ સુધારો અને ચાંદીમાં વધુ ઘટાડો થયો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ ભાવમાં રહ્યું હતું. એનર્જીમાં ક્રૂડ તેલના વાયદા ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૯૯,૯૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૨૮,૧૫૮ ખૂલી, ઊપરમાં રૃ.૨૮,૨૮૯ અને નીચામાં રૃ.૨૮,૧૫૮ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૦૩ની વૃદ્ધિ સાથે રૃ.૨૮,૨૪૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૃ.૬ વધી રૃ.૨,૮૭૦ થયો હતો, જ્યારે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૃ.૯૨ વધી બંધમાં રૃ.૨૩,૦૩૦ના ભાવ હતા. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૯૮ વધી રૃ.૨૮,૩૦૮ બંધ રહ્યો હતો.

ચાંદીનો માર્ચ વાયદો કિલોદીઠ રૃ.૪૧,૦૩૭ ખૂલી, ઊપરમાં રૃ.૪૧,૨૪૯ અને નીચામાં રૃ.૪૧,૦૧૫ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૨૧ ઘટી રૃ.૪૧,૦૭૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૃ.૧૭ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૃ.૨૦ ઘટી પ્રથમ સત્રનાં અંતે બંને એકસરખા રૃ.૪૧,૦૯૮ના જ સ્તરે રહ્યા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ ૩૦ પૈસા ઘટી રૃ.૩૯૪.૮૫, નિકલ જાન્યુઆરી રૃ.૩.૧૦ ઘટી રૃ.૭૧૭.૯૦, એલ્યુમિનિયમ જાન્યુઆરી ૪૦ પૈસા વધી રૃ.૧૧૯.૪૫, સીસું જાન્યુઆરી રૃ.૧.૫૦ વધી રૃ.૧૫૦.૩૫ અને જસત જાન્યુઆરી ૮૦ પૈસા વધી રૃ.૧૮૫.૯૫ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૃ.૩,૫૦૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૃ.૮ ઘટી રૃ.૩,૫૦૫ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસનો જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૃ.૨.૪૦ ઘટી બંધમાં રૃ.૨૨૨.૨૦ના ભાવ હતા.

કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદા રૃ.૨૧૦થી રૃ.૨૩૦ની રેન્જમાં વધ્યા હતા. કોટનનો જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૃ.૨૦,૧૮૦ ખૂલી, ઊપરમાં રૃ.૨૦,૪૪૦ અને નીચામાં રૃ.૨૦,૧૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૨૧૦ વધી રૃ.૨૦,૪૧૦ બંધ રહ્યો હતો. કોટનનો દૂર ડિલિવરી એપ્રિલ વાયદો સૌથી વધુ રૃ.૨૩૦ વધી બંધમાં રૃ.૨૦,૮૭૦ના ભાવ હતા. સીપીઓના તમામ વાયદા રૃ.૨.૭૦થી રૃ.૪.૪૦ જેટલા સુધર્યા હતા. સીપીઓ જાન્યુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૃ.૫૮૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૃ.૪.૪૦ વધી રૃ.૫૮૭.૯૦ રહ્યો હતો. એલચીનો જાન્યુારી વાયદો કિલોદીઠ રૃ.૧૭.૯૦ વધી રૃ.૧,૪૭૭.૭૦ થયો હતો, જ્યારે ફેબ્રુઆરી વાયદો રૃ.૨૦.૭૦ ઘટી બંધમાં રૃ.૧,૪૬૪.૨૦ના ભાવ રહ્યા હતા.

Post Comments