Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કંપની પરિણામ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના નફામાં વીસ ટકા ઘટાડો
જીએસટી તરફ સ્થળાંતરથી પડેલી અસરને કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના વેરા બાદના નફામાં ૧૯.૭૯ ટકા ઘટાડો નોંધાઈને રૃપિયા ૭૬૫.૯૬ કરોડ રહ્યો છે.
નવી વેરા પદ્ધતિ તરફ સ્થળાંતર પૂર્વે ઊતારૃ વાહનોની વેચાણ વૃદ્ધિ મંદ રહેતા કંપનીનો નફો અંદાજ કરતા ઓછો આવ્યો છે. ૧લી જુલાઈથી અમલી બનેલા જીએસટીની અસરને બાદ કરીને કંપનીએ રૃપિયા ૮.૬૦ અબજનો નફો કર્યો છે, એમ કંપનીએ શેરબજારમાં કરેલા ફાઈલિંગમાં જણાવ્યું હતું.

સીયેટના નફામાં ગાબડું
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં સીએટનો નફો ૯૯ ટકા ઘટીને રૃ. ૧.૩૮ કરોડ ઉતરી આવ્યો હતો. જો કે આવકો ૧ ટકો વધીને રૃ. ૧૪૭૩.૭૧ કરોડ પહોંચી હતી.

ઊજ્જીવન ખોટના ખાડામાં
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ઊજજીવન ફાઈનાન્સે રૃ. ૭૪.૯૪ કરોડની ખોટ કરી હતી. જે ગત વર્ષે સમાન રાખવામાં રૃ. ૭૧.૩૭ કરોડનો નફો હતો.

L&T ફાઈ. નો નફો વધ્યો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં એલએન્ડટી ફાઈ.નો નફો ૪૯ ટકા વધીને રૃા. ૩૦૯ કરોડ રહ્યો હતો. જ્યારે કુલ એનપીએ ૧૮ ટકા ઘટીને રૃા. ૪૫૧૯ કરોડ રહી હતી.

વેદાંતના નફામાં ઉછાળો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં વેદાંતનો નફો ૬૭ ટકા ઉછળીને રૃા. ૨૨૭૦ કરોડ રહ્યો હતો. જ્યારે આવકો ૨૭ ટકા વધીને રૃા. ૧૮૨૦૩ કરોડ રહી હતી.

ભારત ફાઇ. ખોટના ખાડામાં
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ભારત ફાઇ. ઇન્કલુઝને રૃા. ૩૭.૦૫ કરોડની ખોટ નોધાવી હતી. જો કે તેની આવકો ૧૨ ટકા વધીને રૃા. ૪૬૩.૦૮ કરોડ રહી હતી.

તાતા મેટાલિકનો નફો ઘટયો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં તાતા મેટાલિકનો નફો ૧૧ ટકા ઘટીને રૃા. ૩૦.૬૨ કરોડ રહ્યો હતો. જ્યારે વેચાણ ૨૩ ટકા વધીને રૃા. ૩૮૭.૧૨ કરોડ રહ્યું હતું.

બ્લુડાર્ટના નફામાં ગાબડું
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં બ્લુડાર્ટનો નફો ૫૨ ટકા ઘટીને રૃા. ૨૧.૦૯ કરોડ રહ્યો હતો. જ્યારે આવકો ૭ ટકા વધીને રૃા.૬૭૨.૩૩ કરોડ રહી હતી.
 

Keywords Company,result,

Post Comments