Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા અને મિત્ર રાષ્ટ્રોના હવાઈ હુમલા પછી કોમોડિટી માર્કેટમાં ભડકો થશે

- સિરિયા પર હુમલાની ધમકી પછી બજારમાં તેજી હતી તે હવે આગળ વધશે

મુંબઈ, તા. 14 એપ્રિલ 2018, શનિવાર

આગામી બાર મહિનામાં કોમોડિટીમાં ઓછામાં ઓછું દસ ટકા વળતર છૂટશે. હવે અમેરિકા-બ્રિટન અને ફ્રાન્સે સિરિયા પર એર સ્ટ્રાઇક કરી છે ત્યારે કોમોડિટી ક્ષેત્રમાં ઉથલપાથલ વધુ તેજ થશે તેમ ગોલ્ડમેન સેશે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.

ગોલ્ડમેન સેશના માનવા પ્રમાણે કોમોડિટીમાં રોકાણ કરવાનો અથવા એની માલિકી ધરાવવાનો આજના સમય જેટલો ઉત્તમ સમય જ્વલ્લેજ જ જોવા મળે છે. વિશ્વનાં અનેક ભાગોમાં રાજકીય ઘર્ષણ વધ્યું છે અને આર્થિક ગતિવિધિઓ તેજ રહી છે ત્યારે  વિશ્લેષકોએ કોમોડિટીમાં રોકાણ કરવાની ભલામણ કરી છે.

પૂરા થયેલા અઠવાડિયા દરમિયાન બ્લૂમબર્ગના કોમોડિટી ઇન્ડેક્સમાં અઢી ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બે મહિનામાં આ સૌથી મોટો ઉછાળો છે. કાચા માલનો અન્ય સુચકાંક એસ એન્ડ પી જીએસસીઆઇ ઇન્ડેક્સ ગયા અઠવાડિયે પાંચ ટકા વધ્યો હતો. વૃદ્ધિનાં આ સ્તર છેલ્લે વર્ષ ૨૦૧૪ દરમિયાન જોવા મળ્યા હતા.

કોમોડિટીમાં ઉછાળાની આગેવાની ક્રૂડએ લીધી છે. જુલાઈ મહિના પછી ક્રૂડના ભાવમાં સૌથી મોટો વીકલી જમ્પ છે. આ પ્રકારની રેલી છેલ્લે ૧૯૮૧માં જોવા મળી હતી. રશિયાના સાથીદાર સિરિયા પર હુમલાની ધમકી આગળ ક્રૂડ ઉછળ્યું હતું. હવે જ્યારે પશ્ચિમી રાષ્ટ્રોએ હુમલો કરી દીધો છે ત્યારે આગામી અઠવાડિયે ક્રૂડના ભાવ આકાશને આંબશે એ લગભગ નક્કી છે. રશિયામાં એલ્યુમિનિયમના સૌથી મોટી ઉત્પાદક કંપ નીને અમેરિકાના પ્રતિબંધોથી ફટકો પડશે. આ સંજોગોમાં આ ધાતુની ખરીદી કરવા માગતા પુરવઠો પ્રાપ્ત કરવા મરણ્યા પ્રયત્ન કરશે. જે ભાવને ભડકાવશે.

Post Comments