Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાઇનીઝ કંપનીઓનું સિંગાપોરમાં સૌથી વધુ રોકાણ : ભારતમાં ૩૭મા ક્રમાંકે ઉતરી આવ્યું

- વિશ્વના ૬૦ દેશોમાં ચીન દ્વારા કરાતા રોકાણનો હાથ ધરાયેલો સર્વે : ભારતમાં કરાતા રોકાણમાં ૬ પોઇન્ટનો ઘટાડો : અમેરિકા, હોંગકોંગ, મલેશિયા અને ઓસ્ટ્રેલિયા ટોપ પાંચ દેશોમાં

નવી દિલ્હી, ગુરૃવાર તા. 07 ડિસેમ્બર 2017

સિક્કીમ, અરૃણાચલ સરહદના મુદ્દા સહિત અન્ય કેટલાક ચોક્કસ મુદ્દે ચીન દ્વારા ભારત સાથેના અવળચંડાઈભર્યા વલણની ઘટનાઓ છાશવારે બનતી જ રહે છે. ત્યાં હવે ચીન દ્વારા ભારતથી અળગા થવાનો વધુ એક અહેવાલ રજૂ થયો છે. ચીન દ્વારા વિશ્વના વિવિધ દેશોમાં કરાતા રોકાણમાં સિંગાપોર અને અમેરિકાને પાછું પાડીને ટોપ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવ્યું છે. બીજી તરફ ચીન દ્વારા ભારતમાં કરાતા રોકાણમાં ઘટાડો થતા ભારત ૩૭મા ક્રમે ઉતરી આવ્યો છે.

ઇકોનોમિસ્ટ ઇન્ટીલીજન્સ યુનિટ (ઇઆઇયુ) દ્વારા તાજેતરમાં ચીન દ્વારા વિશ્વના ૬૦ જેટલા દેશોમાં કરાતા રોકાણ પર એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પર હાથ ધરાયેલ એક સર્વેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ચીનની કંપનીઓ દ્વારા ભારતમાં કરાતા રોકાણમાં ઘટાડો થવા પામ્યો છે. ચીનની કંપનીઓ દ્વારા સૌથી વધુ રોકાણ સિંગાપોરમાં કરવામાં આવે છે. આમાં અગાઉની ઉલ્લેખ કરાયેલ વિવિધ મુદ્દા બાદ રોકામ સંદર્ભે પણ ચીન ભારતની ઉપેક્ષા કરી રહ્યું છે.

સર્વેના તારણ મુજબ સિંગાપોરમાં ચીનની કંપનીઓનું રોકાણ વધતા તેણે અમેરિકાને પાછું પાડી દીધું છે અને તે નંબર વન તરીકે ઉભરી આવ્યું છે. ટોચના પાંચ દેશો જેમાં ચીનની કંપનીઓ દ્વારા કરાતા રોકાણમાં અમેરિકા, હોંગકોંગ, મલેશિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ ટોપ પાંચ દેશોમાં થાય છે.ચીનની કંપનીઓ દ્વારા ભારતમાં કરાતા રોકાણ ઉપર નજર કરીએ તો ચાઇનીઝ કંપનીઓ દ્વારા ભારતમાં થતું રોકાણ ઘટતા ૬૦ દેશોના આ સર્વેમાં તે ૬ પોઇન્ટ ઘટીને ૩૭મા ક્રમાંકે ઉતરી આવ્યું છે. આમ, રોકાણ સંદર્ભે ચીન દ્વારા કરાતી મોટી મોટી જાહેરાતો સામે પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે.

ચીનની કંપનીઓ દ્વારા બ્રિક્સ દેશોમાં કરાતા રોકાણ પર એક નજર કરીએ તો રશિયાનો રેન્ક ૬ પોઇન્ટ વધીને ૧૧ રહ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો રેન્ક પણ ૬ પોઇન્ટ ઘટીને ૪૪ રહ્યો છે. જ્યારે બ્રાઝિલનો રેન્ક ૧૯ પોઇન્ટ ઘટીને ૫૩મા ક્રમાંકે ઉતરી આવ્યો છે.

ઇઆઇયુ દ્વારા ચીન દ્વારા વિવિધ દેશોમાં કરાતા રોકાણ પર એક સર્વે હાથ ધરાયો હતો. જેમાં ૬૦ દેશોમાં ચીન દ્વારા થતા રોકાણની રેન્કિંગ આપવામાં આવી હતી જેમાં ભારતની પીછેહઠ થઈ હતી.

આ સર્વેના તારણમાં ચોંકાવનારી બાબત એ છે કે ચીનની કંપનીઓ દ્વારા વિકસેલા અર્થતંત્રમાં કરાતા રોકાણમાં પણ ઘટાડો થયો છે જેમાં યુ.કે.માં થતું રોકાણ ૨૯ પોઇન્ટ ઘટીને ૪૧મા ક્રમાંકે ઉતરી આવ્યું હતું.

Post Comments