Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા સાથે સંબંધ વણસતા ચીન રોકાણ માટે ભારત પર ધ્યાન આપશે

- ચીનની કંપનીએ રોકાણ માટે ફંડ બનાવ્યું જે ભારતીય અર્થતંત્રના ભાવિ માટે રોકાણ અને ઔદ્યોગિક માળખું ઊભું કરવામાં મદદ કરશે

બિઇજિંગ, તા. 15 મે 2018, મંગળવાર

ટોચની સરકાર સંચાલિત ચાઇનીઝ બેન્ક ધ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમસયલ બેન્ક ઓફ ચાઇનાએ સૌપ્રથમ ભારત સમથત ડેડિકેટેડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ લોન્ચ કર્યું છે.

તેણે ચાઇનીઝ રોકાણકારોને વિનંતી કરી છે કે તેમા તે જંગી પાયે રોકાણ કરે, કારણ કે ભારતીય અર્થતંત્ર વિકાસના સોનેરી યુગમાં પ્રવેશી રહ્યું છે. તાજેતરમાં જ વુહાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચાઇનીઝ પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બેઠક થઈ તેના પછી બંને દેશો વચ્ચેનું વાતાવરણ વધારે સાનુકૂળ થવાના લીધે વ્યાપાર ઉદ્યોગની સંભાવના વધી છે.

 મોદી અને જિનપિંગ બંનેએ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપવાનું નક્કી કર્યું છે. આ ફંડને ઇન્ડિયા માર્કેટ ફંડ નામ આપવામાં આવ્યું છે.

આ ફંડ યુરોપ અને અમેરિકાના ૨૦થી વધુ બજારોમાં ભારત સમથત એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરશે. ચીનનું ભારતમાં પ્રથમ પ્રકારનું સીધું રોકાણ છે.

આ ફંડ ભારતીય અર્થતંત્રના ભાવિ માટે રોકાણ કરશે અને ભારતીય બજારમાં ઔદ્યોગિક માળખું ઊભું કરવામાં મદદ કરશે.

બેન્કે રોકાણ માટેના સેક્ટરો માટેનો ઇન્ડેક્સ પણ તૈયાર કરી નાખ્યો છે. તેમા અગ્રણી ઉદ્યોગોને રોકાણ માટે ઊંચો ભારાંક આપવામાં આવ્યો છે.

 ફાઇનાન્સિયલ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગને સૌથી વધુ રોકાણ મળશે. તેના પછી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, વૈકલ્પિક વપરાશ, ઊર્જા, આવશ્યક વપરાશ, કાચો માલ, દવા, હેલ્થકેર અને અન્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

Post Comments